ઝારખંડમાં અત્યાર સુધી કોઇ એક દળને બહુમતી મળી નથી, ત્રણ વખત ભાજપ બની સૌથી મોટી પાર્ટી, જાણો આંકડા

Jharkhand Vidhansabha Election 2024: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી 13 નવેમ્બર અને 20 નવેમ્બરે યોજાશે. ઝારખંડના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી કોઈ પણ પાર્ટી પાંચ ચૂંટણીમાં પોતાના દમ પર બહુમત મેળવી શકી નથી

Written by Ashish Goyal
November 01, 2024 18:37 IST
ઝારખંડમાં અત્યાર સુધી કોઇ એક દળને બહુમતી મળી નથી, ત્રણ વખત ભાજપ બની સૌથી મોટી પાર્ટી, જાણો આંકડા
Jharkhand Vidhansabha Election 2024:

Jharkhand Vidhansabha Election 2024, ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 : ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી 13 નવેમ્બર અને 20 નવેમ્બરે યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે થશે. આ દરમિયાન ઝારખંડના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી કોઈ પણ પાર્ટી પાંચ ચૂંટણીમાં પોતાના દમ પર બહુમત મેળવી શકી નથી. ઝારખંડમાં કુલ 81 વિધાનસભા સીટો છે અને બહુમત માટે 41 સીટોની જરૂર છે.

3 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું

અત્યાર સુધી ઝારખંડમાં ચાર વાર વિધાનસભા ચૂંટણી યોજાઇ ચૂકી છે, પરંતુ કોઈ પણ પાર્ટીને પોતાના દમ પર બહુમતી મળી નથી. આ કારણે ઝારખંડમાં છેલ્લા 24 વર્ષમાં 13 વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. અત્યાર સુધી ઝારખંડમાં માત્ર બે વાર એવું બન્યું છે કે ગઠબંધન સરકાર સતત 5 વર્ષથી સરકાર ચલાવી શકી છે. આ સાથે જ ત્રણ વખત રાજ્યમાં અસ્થિરતાના કારણે રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ કરવામાં આવ્યું છે.

ઝારખંડ રાજ્યની રચના વર્ષ 2000માં થઈ હતી અને ભાજપના બાબુલાલ મરાંડી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. જ્યારે ઝારખંડની રચના થઈ ત્યારે ભાજપ પાસે 32 ધારાસભ્યો હતા. જ્યારે સમતા પાર્ટી પાસે પાંચ અને જેડીયુના ત્રણ ધારાસભ્યો હતા. આ સરકાર 5 વર્ષ સુધી ચાલી હતી પરંતુ આ વચ્ચે બાબુલાલ મરાંડીની જગ્યાએ અર્જુન મુંડાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

ભાજપ 3 વખત સૌથી મોટી પાર્ટી બની

2000માં ઝારખંડમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ભાજપ 30 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે જેએમએમને 17 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસે 9 અને એજેએસયુએ બે બેઠકો જીતી હતી. 2009ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જેએમએમને 18-18 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસે 14 અને એજેએસયુને પાંચ-પાંચ બેઠકો મળી હતી.

આ પણ વાંચો – વાયદા એટલા જ કરો, જેટલા પુરા કરી શકો, મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક સરકારની ખીંચાઇ કેમ કરી?

2014ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 37 બેઠકો મળી હતી

આ પછી ભાજપમાં મોદી યુગની શરૂઆત થઈ અને 2014ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 37 બેઠકો મળી. જો કે આ વખતે પણ પાર્ટી બહુમતથી ચાર સીટો દૂર રહી હતી. જોકે આજસુને 5 બેઠકો મળી હતી અને તેની સાથે જ એનડીએ સરકાર બની હતી. 2014માં જેએમએમને 19 અને કોંગ્રેસને 6 બેઠકો મળી હતી.

જેએમએમ 2019 માં સૌથી મોટી પાર્ટી બની

આ પછી 2019ની વિધાનસભાની ચૂંટણી આવી અને જેએમએમને સૌથી વધુ 30 બેઠકો મળી. જ્યારે ભાજપને 25 અને કોંગ્રેસને 16 બેઠકો મળી હતી. એજેએસયુને માત્ર બે જ બેઠકો મળી શકી હતી. આ વખતે જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધને મળીને સરકાર બનાવી હતી.

હવે 2024માં ઝારખંડમાં છઠ્ઠી વખત વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ વખતે કોઈને બહુમતી મળશે કે નહીં તે તો 23 નવેમ્બરે જ ખબર પડશે. પરંતુ સત્ય એ છે કે હજી સુધી ઝારખંડમાં કોઈને પણ પોતાના દમ પર બહુમત મળી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ