Jodhpur Teenager Gangraped : જોધપુરની મેડિકલ કોલેજમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર, બે કસ્ટડીમાં

Jodhpur Teenager Gangraped : રાજસ્થાનના જોધપુરની મેડિકલ કોલેજ પાસે એક કિશોરી પર બે લોકો દ્વારા ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે, પોલીસે બે લોકોની અટકાયત કરી છે, રાજકારણ ગરમાયું.

Jodhpur Teenager Gangraped : રાજસ્થાનના જોધપુરની મેડિકલ કોલેજ પાસે એક કિશોરી પર બે લોકો દ્વારા ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે, પોલીસે બે લોકોની અટકાયત કરી છે, રાજકારણ ગરમાયું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Jodhpur Teenager Gangraped

જોધપુર કિશોરી ગેંગરેપ કેસ

Jodhpur Teenager Gangraped : સોમવારે જોધપુરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં સામૂહિક બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. આ ઘટના રવિવારે રાત્રે બની હતી.

Advertisment

જોકે બંનેની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પોલીસે જણાવ્યું હતું કે, બંને હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ક્લિનર તરીકે કામ કરે છે.

વિપક્ષ કોંગ્રેસે આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપી અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને દાવો કર્યો કે, રાજસ્થાનમાં 'જંગલ રાજ' છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 14 વર્ષની પીડિતા રવિવારે બપોરે તેની માતા સાથે ઝઘડો કર્યા પછી ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી અને હોસ્પિટલની કેન્ટીનમાં ગઈ હતી.

Advertisment

સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આ દરમિયાન, તેણીને કેન્ટીનમાં એકલી જોઈને, બે માણસો તેણીની પાસે આવ્યા અને તેણીને હોસ્પિટલ પાછળના ડમ્પિંગ યાર્ડમાં લલચાવી લઈ ગયા, જ્યાં તેઓએ તેણી પર બળાત્કાર ગુજાર્યો અને ત્યાંથી નાસી ગયા. છોકરી કોઈક રીતે ડમ્પિંગ યાર્ડમાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી, ત્યારબાદ પૂરો મામલો સામે આવ્યો.

મીડિયા સાથે વાત કરતા પ્રતાપ નગરના એસીપી અનિલ કુમારે કહ્યું, "છોકરીના માતા-પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અમને સોમવારે બળાત્કારની જાણ થઈ હતી અને તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. અમે કામ કરી રહ્યા છીએ. કેસ પર ટૂંક સમયમાં રિપોર્ટ દાખલ કરવામાં આવશે."

પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાએ આ ઘટનાને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. ગેહલોતે ટ્વિટર પર કહ્યું, "જોધપુરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં સગીર બાળકી પર સામૂહિક બળાત્કાર એ રાજસ્થાન 'જંગલ રાજ' તરફ આગળ વધી રહ્યું છે તેનું વધુ એક ઉદાહરણ છે. જોધપુરમાં કાયદો અને વ્યવસ્થા પર ન તો જનપ્રતિનિધિઓ ધ્યાન આપી રહ્યા છે અને ન તો પોલીસ. જેનો ગુનેગારોમાં કોઈ ડર નથી." "ગુનામુક્ત જોધપુર ભાજપના કુશાસનથી બરબાદ થઈ ગયું છે."

દોતાસરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, "એવો કોઈ જિલ્લો નથી કે જ્યાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ ન થઈ રહ્યા હોય. મહિલાઓ સુરક્ષિત નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી."

ગુજરાતી ન્યૂઝ દેશ