Donald Trump: કલ્પેશ મહેતા કોણ છે, ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના ભારતીય, બંને વચ્ચે 13 વર્ષ જુનો સંબંધ

Donald Trump India Business Partner Kalpesh Mehta: ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ભારતમાંથી કલ્પેશ મહેતા અને પંકજ બંસલ અમેરિકા પહોંચ્યા હતા. કલ્પેશ મહેતા ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના ભારતીય માનવામાં આવે છે.

Written by Ajay Saroya
January 21, 2025 10:51 IST
Donald Trump: કલ્પેશ મહેતા કોણ છે, ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના ભારતીય, બંને વચ્ચે 13 વર્ષ જુનો સંબંધ
Donald Trump With Kalpesh Mehta: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીય ઉદ્યોગપતિ કલ્પેશ મહેતા. (Photo: @the_kalpeshmehta)

Donald Trump India Business Partner Kalpesh Mehta: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ છે. અમેરિકામાં 20 જાન્યુઆરી, 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર દુનિયામાં ઘણા મહેમાનો હાજર રહ્યા હતા. ભારતમાંથી પણ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી નીતા અંબાણી, રક્ષામંત્રી એસ. જયશંકર અમેરિકા પહોંચ્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં 2 મહેમાનોની ઘણી ચર્ચા થઇ જે ખાસ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ભારતમાંથી અમેરિકા પહોંચ્યા હતા. આ બે વ્યક્તિ છે – કલ્પેશ મહેતા અને પંકજ બંસલ, બંને ડોનાલ્ડ ટ્રમ્પના બહુ નજીકના વ્યક્તિ છે કારણકે બંનેનું કનેક્શન ટ્રમ્પના ભારતીય બિઝનેસ સાથે છે.

Who Is Kalpesh Mehta? : કલ્પેશ મહેતા કોણ છે?

ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં સામેલ થનાર ભારતીયમાં કલ્પેશ મહેતા વિશે ઘણી ચર્ચા થઇ રહી છે. કલ્પેશ મહેતા ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના ભારતીય માનવામાં આવે છે. ટ્રિબેકા ડેવલપર્સ ડેવલપર્સના માલિક કલ્પેશ મહેતા ડોનાલ્ડ ટ્રમ્પની રિયલ એસ્ટેટ કંપની ટ્રમ્પ ટાવરમાં પાર્ટનર છે. કલ્પેશ મહેતા ટ્રમ્પ ટાવર સાથે મળી ભારતમાં રિયલ એસ્ટેટ બિઝનેસ કરેછે.

કલ્પેશ મહેતા મુંબઇમાં રહેતા એક ભારતીય બિઝનેસમેન છે. કલ્પેશ મહેતાનું રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટું નામ છે અને તેઓ જાણીતી કંપની ટ્રિબેકા ડેવલપર્સના સ્થાપક છે. કલ્પેશ મહેતા ભારતમાં ડોનાલ્ડ ટ્ર્મ્પના બિઝનેસ પર નજર રાખે છે. તેઓ ભારતીય બજારમાં ટ્રમ્પ ટાવર માટે લાઇસન્સ પ્રાપ્ત ભારતીય પાર્ટનર છે. તેમણે અગાઉ ઘણી દિગ્ગજ કંપનીઓ જેવી કે, હાઉસર, લેમન બ્રધર્સ, ધ કાર્લાઇલગ્રૂપ અને સ્ટારવુડ કેપિટલ ગ્રૂપ માટે પણ કામ કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને કલ્પેશ મહેતા વચ્ચે 13 વર્ષ જુનો સંબંધ

ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે કલ્પેશ મહેતાનો સંબંધ 13 વર્ષ જૂનો છે. નવા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે તેમની ભાગીદારી ટ્રમ્પ રિયલ એસ્ટેટ બ્રાન્ડને ભારત લાવવામાં મહત્વપૂર્ણ રહી છે, જેણે ભારતને રિયલ એસ્ટેટ માર્કેટમાં લક્ઝરીને પ્રોત્સાહન આપ્યું છે. ટ્રિબેકા ડેવલપર્સ ભારતમાં ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ માટે લાઇસન્સ ધારક ભારતીય ભાગીદાર છે, જે ટ્રમ્પ ગ્રૂપ સાથે 13 વર્ષ કરતા વધુ સમયથી જોડાયેલા છે.

આ પાર્ટનરશીપમાં પુના, ગુરુગ્રામ અને અન્ય શહેરોમાં ટ્રમ્પ ટાવર્સ સહિત લક્ઝરી એસેટ્સના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે કલ્પેશ મહેતાના ગાઢ સંબંધે ટ્રમ્પ પરિવાર સાથે તેમના જુના સંબંધને વધુ મજબૂત કર્યો છે. એક દાયકાથી પણ વધારે સમય પહેલા ટ્રિબેકા એ ભારતમાં ટ્રમ્પ ટાવરની શરૂઆતની આગેવાની કરી હતી.

પંકજ બંસલ પર ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણમાં સામેલ થયા

ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ કાર્યક્રમમાં કલ્પેશ મહેતા સાથે પંકજ બંસલ પર અમેરિકા પહોંચ્યા હતા. પંકજ બંસલ M3M ઈન્ડિયાના ડિરેક્ટર છે. તેમની રિયલ એસ્ટેટ કંપની ગુરુગ્રામમાં ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટનું નિર્માણ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ