US Presidential Elections 2024 : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સત્તાવાર રીતે ડેમોક્રેટ્સ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા છે. શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન (DNC)નું સમાપન થયું. તેના છેલ્લા દિવસે કમલા હેરિસે સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી સ્વીકારી લીધી છે. કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સ્વીકારતા કહ્યું કે, આપણે જીત તરફ કામ કરવું પડશે. અહીં સુધી પહોંચવા માટે મેં જે રસ્તો અપનાવ્યો છે, તે અપેક્ષાઓથી વધુ રહ્યો છે.
ટ્રમ્પે કમલા હેરિસ પર નિશાન સાધ્યું હતું
ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કમલા હેરિસે કહ્યું, “2020માં પદ છોડ્યા પછી દેશમાં જે કંઈ થયું તે દરેકે જોયું છે. ટ્રમ્પે મતદારોના નિર્ણયને પણ નકારવાનો પ્રયાસ કર્યો. જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી વ્હાઇટ હાઉસ પહોંચશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે લોકશાહીને બરબાદ કરી હતી. હવે આપણે પાછા જવાની જરૂર નથી. આપણે ભવિષ્ય સાથે આગળ વધવું પડશે.”
કમલા હેરિસે પોતાના ભાષણમાં મધ્યમ વર્ગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે એવું ભવિષ્ય ઈચ્છીએ છીએ, જેમાં મધ્યમ વર્ગ પર વિશેષ ધ્યાન આપવામાં આવે. તેમણે કહ્યું કે, અમેરિકાની સફળતામાં મધ્યમ વર્ગની ભૂમિકા રહી છે અને મારો પ્રથમ ઉદ્દેશ્ય મારા કાર્યકાળ દરમિયાન મધ્યમ વર્ગને વધુ મજબૂત કરવાનો રહેશે.
કમલાએ પોતાના ભાષણમાં મહિલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે મહિલાઓમાં વિશ્વાસ કરીએ છીએ અને સંસદમાં રિપ્રોડક્ટિવ ફ્રિડમ સંબંધિત બિલ પણ પસાર કરવામાં આવશે. તેણીએ કહ્યું કે, જ્યારે હું રાષ્ટ્રપતિ બનીશ ત્યારે હું તેના પર હસ્તાક્ષર કરીશ અને તેને કાયદો બનાવીશ. ટ્રમ્પને લઈને કમલા હેરિસે કહ્યું કે, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે કોઈ કામ કર્યું નથી.
આ પણ વાંચો – US election 2024: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, રાષ્ટ્રપતિ બનશે તો એલોન મસ્કને કેબિનેટમાં આપશે મોટી જવાબદારી
કમલા માત્ર વાતો કરે છે – ટ્રમ્પ
આ દરમિયાન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પણ કમલા હેરિસને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, કમલા હેરિસે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં કંઈ કર્યું નથી, માત્ર વાતો કરી છે. તેમણે કહ્યું કે, કમલા હેરિસ હજુ પણ વાત જ કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કમલા હેરિસ માત્ર ફરિયાદ કરે છે પરંતુ કંઈ કરતી નથી.