બેદરકારી અને ખોટો સમય…કંચનજંગા ટ્રેન અકસ્માત કેવી રીતે સર્જાયો? આખી દુર્ઘટના થઈ ડીકોડ

Kanchenjunga train accident update, કંચનજંગા ટ્રેન અકસ્માત : લાઇન પરની ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ બંધ હતી અને રંગપાણી સ્ટેશન મેનેજર દ્વારા ટ્રેનોને ક્રોસ કરવા માટે 'પેપર લાઇન ક્લિયરન્સ' આપવામાં આવી હતી.

Written by Ankit Patel
June 18, 2024 07:12 IST
બેદરકારી અને ખોટો સમય…કંચનજંગા ટ્રેન અકસ્માત કેવી રીતે સર્જાયો? આખી દુર્ઘટના થઈ ડીકોડ
કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન અકસ્માત - photo - X

Kanchenjunga train accident update, કંચનજંગા ટ્રેન અકસ્માત : બંગાળના ન્યુ જલપાઈગુડીમાં કંચનજંગા ટ્રેન દુર્ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટની બેદરકારીના કારણે બની હોઈ શકે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા મેળવેલા દસ્તાવેજો પરથી એ પણ જાણવા મળ્યું કે લાઇન પરની ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ બંધ હતી અને રંગપાણી સ્ટેશન મેનેજર દ્વારા ટ્રેનોને ક્રોસ કરવા માટે ‘પેપર લાઇન ક્લિયરન્સ’ આપવામાં આવી હતી.

માનવીય ભૂલની શંકા

રેલવે બોર્ડના ચેરપર્સન જયા વર્મા સિન્હાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિએ આ માનવીય ભૂલ હોવાનું જણાય છે, પરંતુ તપાસ બાદ અમને વધુ માહિતી મળશે. દુર્ભાગ્યવશ, આ અકસ્માતમાં ડ્રાઇવર (માલ ટ્રેનનો) પણ મૃત્યુ પામ્યો. તેથી ખરેખર શું થયું તે જાણવાની અમારી પાસે કોઈ અધિકૃત રીત નથી. “અમે જે પરિસ્થિતિને સમજીએ છીએ તેના પરથી એવું લાગે છે કે સંકેતની અવગણના કરવામાં આવી હતી.”

પાઈલટ સિગ્નલ પર ધીમો પડ્યો ન હતો

દુર્ઘટના સ્થળ પર હાજર રેલવે સૂત્રએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે માલસામાન ટ્રેન પહેલા ઓછામાં ઓછી ચાર ટ્રેનો સિગ્નલ પસાર કરી ચૂકી હતી. “ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમનો પ્રોટોકોલ એ છે કે જો લાલ બત્તી હોય, તો લોકો પાયલટે ટ્રેનને એક મિનિટ માટે રોકવી પડે છે અને પછી હોર્ન વગાડતા રહીને ધીમેથી આગળ વધવું પડે છે,” અધિકારીએ જણાવ્યું હતું. આ કિસ્સામાં, એવું લાગે છે કે પાઇલટ સિગ્નલ પર ધીમો પડ્યો ન હતો.

Goods train collides with Kanchenjunga Express in Bengal
કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન અકસ્માત – photo – ANI

સ્ત્રોતે એવો પણ દાવો કર્યો હતો કે લોકો પાયલોટ ઉત્તર પ્રદેશમાં તેના મુખ્યાલયમાં આરામ કરી રહ્યો હતો. તેમણે સવારે 6:30 વાગ્યે સાઇન ઇન કર્યું હતું અને અકસ્માત સવારે 8.55 વાગ્યે થયો હતો, અલબત્ત, આ ઘટનાની વ્યાપક તપાસ હજુ હાથ ધરવામાં આવી નથી અને આ રેલવે સત્તાવાળાઓ દ્વારા પ્રથમ દ્રષ્ટિએ તારણો છે.

કવચ સિસ્ટમ આ લાઈન પર ઉપબલ્ધ નથી

અધિકારીઓએ જણાવ્યું હતું કે કવચ (ભારતીય બનાવટની ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ જે એક જ લાઇન પર બે ટ્રેનો દોડે ત્યારે અકસ્માતોને રોકવામાં મદદ કરે છે) આ ચોક્કસ લાઇન પર ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો

લોકો પાઈલોટ્સના સંગઠને ઉઠાવ્યો વાંધો

દરમિયાન રેલવે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા દાવા સામે લોકો પાઇલોટ્સના સંગઠને વાંધો ઉઠાવ્યો છે. ભારતીય રેલવે લોકો રનિંગ મેન ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ સંજય પાંધીએ જણાવ્યું હતું કે, “જ્યારે લોકો પાઈલટનું મૃત્યુ થઈ ગયું છે અને CRS તપાસ બાકી છે, ત્યારે તેને જવાબદાર જાહેર કરવો એ ખૂબ જ વાંધાજનક છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ