Kangana Ranaut: કંગના રનૌત લોકસભા ચૂંટણી જીત્યા બાદ બોલિવુડ છોડી દેશે? શું ઇમરજન્સી રિલીઝ થશે કે નહીં?

Kangana Ranaut Himachal Pradesh Lok Sabha Election Results 2024: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી છે. લોકસભા ચૂંટણી પરિણામના ટ્રેન્ડમાં કંગના રનૌત જંગી મત સાથે આગળ છે.

Written by Ajay Saroya
June 04, 2024 15:51 IST
Kangana Ranaut: કંગના રનૌત લોકસભા ચૂંટણી જીત્યા બાદ બોલિવુડ છોડી દેશે? શું ઇમરજન્સી રિલીઝ થશે કે નહીં?
Kangana Ranaut: બોલીવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત (Photo - @KanganaTeam)

Kangana Ranaut Himachal Pradesh Mandi Lok Sabha Election Results 2024: કંગના રનૌત બોલીવુડ ક્વિન કહેવાય છે. બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતી છે, તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને દાયકાઓથી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. હવે આ એક્ટ્રેસે રાજકારણમાં ઝંપલાવ્યું છે. કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તેમની સામે કોંગ્રેસના યુવા નેતા અને રાજ્યના મંત્રી વિક્રમાદિત્ય સિંહ છે.

લોકસભા ચૂંટણી પરિણામ 2024

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ આવવા લાગ્યા છે. દેશની 543 લોકસભા બેઠકો માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર સૌની નજર છે. આ બેઠક માટે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને યોજાયું હતું. કંગના રનૌત 70 હજાર મતોથી આગળ ચાલી રહી છે. આ સાથે જ મંડી સીટ પર તેમની જીત પાક્કી થઇ ગઇ છે.

lok sabha election kangna ranaut bjp ticket
ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે કંગના રનૌત – photo – ANI

આ લોકસભા બેઠક માટે ચાર અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા. હાલ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન કંગના રનૌતનું એક નિવેદન એકદમ વાયરલ થઇ રહ્યું છે, જેમાં તેણે ચૂંટણી જીત્યા બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડવાની વાત કરી હતી.

કંગના રનૌતે શું કહ્યું?

હકીકતમાં કંગના રનૌતને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે, જો તે મંડીથી ચૂંટણી જીતશે તો શું તે બોલિવૂડથી અંતર રાખશે? આ પ્રશ્ન પર એક્ટ્રેસે કહ્યું હતું કે ‘હા, ફિલ્મ દુનિયા ખોટી છે અને અહીં બધું જ નકલી છે. અહીં લોકોને પ્રભાવિત કરવા માટે ખોટા કામ કરવા પડે છે. કંગના રનૌતના આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો.

રાજકારણ અને ફિલ્મ જગત વચ્ચે ફરક

આ સાથે જ જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે રાજનીતિ અને ફિલ્મી દુનિયા વચ્ચે શું ફરક છે? તો આના સવાલમાં કંગનાએ કહ્યું હતું કે રાજનીતિ એક વાસ્તવિકતા છે. અહીં લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે. હું લોકસેવામાં નવી છું એટલે ઘણું બધું શીખવાનું બાકી છે. સાથે જ ફિલ્મી દુનિયામાં લોકોને આકર્ષિત કરવા પડે છે.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી પરિણામ 2024 ગુજરાત ઉમેશ પટેલ અને પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સહિત 6 અપક્ષ ઉમેદવાર આગળ

તો શું કંગના રનૌત ફિલ્મ ઈમરજન્સી રિલીઝ નહીં કરે?

કંગના રનૌત ભલે ચૂંટણી જીતી જાય, પરંતુ તે બોલિવૂડથી પોતાને દૂર નહીં કરી શકે. ખરેખર, કંગના પોતાની ફિલ્મ ઇમરજન્સીને લઇને પણ ચર્ચામાં છે. અગાઉ આ ફિલ્મ 14 જૂન, 2024ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં અભિનેત્રીએ પોતે તેની રિલીઝ ડેટ મુલતવી રાખી હતી. લોકસભા ચૂંટણીને કારણે અભિનેત્રીએ આ કામ કર્યું હતું. જો કે અભિનેત્રીની આ ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે ‘ઈમરજન્સી’માં કંગના રનૌત પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ