Kargil Vijay Diwas 2024: 26મી જુલાઈ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એ દિવસ છે જ્યારે ભારતના બહાદુર સપૂતોએ જમ્મુ-કાશ્મીરના કારગિલ શિખરો પરથી પાકિસ્તાની ઘૂસણખોરોને ભગાડીને ‘ઓપરેશન વિજય’ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આજે ભારતીય સેનાની આ શાનદાર જીતના 25 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ આજે પણ લોકો તે દિવસને સેનાના જવાનો માટે સમાન ગર્વ અને સમાન સન્માન સાથે યાદ કરે છે.
કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, આ સાથે જ આ ખાસ અવસર પર દેશવાસીઓ દેશ માટે બલિદાન આપનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આવી સ્થિતિમાં કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર, તમે તમારા પ્રિયજનોને કેટલાક ખાસ સંદેશાઓ, અવતરણો, વ્હોટ્સએપ શુભેચ્છાઓ અને ફેસબુક શુભેચ્છાઓ દ્વારા પણ શુભેચ્છા પાઠવી શકો છો અને બહાદુર શહીદોને પણ યાદ કરી શકો છો.
આ પણ વાંચોઃ- કારગિલ વિજય દિવસ: તે શહીદ સપૂત જેણે 22 દિવસ સહન કરી પાકિસ્તાની સેનાની હેવાનિયત, છતા એકપણ રહસ્ય ખોલ્યું ન હતું