Pakistan Army Chief | પાકિસ્તાન આર્મી ચીફ : પાકિસ્તાની સેનાએ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, 1999 ના કારગિલ યુદ્ધમાં તેની સંડોવણી હતી. અત્યાર સુધી લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) શાહિદ અઝીઝ, પરવેઝ મુશર્રફ અને પૂર્વ પીએમ નવાઝ શરીફે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની સંડોવણી સ્વીકારી હતી પરંતુ, સત્તાવાર પદ પર રહીને કોઈએ આ સ્વીકાર્યું ન હતું. શુક્રવારે સંરક્ષણ દિવસના અવસર પર જનરલ અસીમ મુનીરે કહ્યું કે, 1948, 1965, 1971 કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ કે, સિયાચીનમાં ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું.
કારગિલ યુદ્ધ દરમિયાન, પાકિસ્તાને સીધી લશ્કરી સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને ઘૂસણખોરોને કાશ્મીરી સ્વતંત્રતા સેનાની અથવા મુજાહિદ્દીન કહીને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે, તે માત્ર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આદિવાસી આગેવાનોએ ઉંચાઈઓ પર કબજે કર્યો હતો. તમને જણાવી દઈએ કે, યુદ્ધ પછી જ પાકિસ્તાને પોતાના સૈનિકોના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. ભારતીય સેનાએ ઉદારતા દાખવતા તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
નવાઝ શરીફે પણ પદ છોડ્યા બાદ કબૂલાત કરી હતી
જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે નવાઝ શરીફ તે સમયે પાકિસ્તાનના પીએમ હતા. વડાપ્રધાન પદ છોડ્યા બાદ પણ તેમણે સ્વીકાર્યું હતું કે, આ યુદ્ધમાં પાકિસ્તાનની પણ ભૂમિકા હતી. શરીફે સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાને લાહોર કરારનું ઉલ્લંઘન કર્યું છે. લાહોરમાં તેમની અને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વચ્ચે સમજૂતી થઈ હતી.
ભારતે સતત એ વાત પર ભાર મૂક્યો છે કે, આ સંઘર્ષની શરૂઆત સીધી પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી હતી. 26 મે અને 29 મેના રોજ રાવલપિંડીમાં જનરલ મુશર્રફ (તેમની બેઇજિંગની મુલાકાત દરમિયાન) અને તેમના ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અઝીઝ વચ્ચેની વાતચીતમાંથી કવર તરીકે આતંકવાદીઓનો ઉપયોગ કરીને પાકિસ્તાની સેનાની કારગીલમાં ઘૂસણખોરીના પુરાવા મળે છે.
આ પણ વાંચો – શા માટે વૈશ્વિક મોડેલો તેમની લા નીનાની આગાહીઓમાં ખોટા સાબિત થયા – અને તેના વિલંબનો અર્થ શું છે?
1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું
તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999 માં કારગિલ યુદ્ધ થયું હતું. પાકિસ્તાની આતંકવાદીઓએ ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી અને એલઓસીના શિખરો પર પણ કબજો કર્યો. આ પછી ભારતીય સેનાએ પોતાની તાકાત દેખાડી અને જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું. આ યુદ્ધ લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યું.