karnataka government shakti scheme : કર્ણાટકની કોંગ્રેસ સરકાર ‘શક્તિ યોજના’ને લઈને હંગામોનો સામનો કરી રહી છે. આ પાછળનું કારણ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના એક નિવેદનને જણાવવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે શક્તિ સ્કિમને લઇને સમીક્ષા કરવાની વાત કરી હતી. હવે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક ખુલ્લા મંચ પરથી કર્ણાટક સરકારને કડક શબ્દોમાં કહ્યું હતું. ખડગેએ ચેતવણી આપી હતી કે તમારી ક્ષમતાથી વધુ કામ ન કરો, એવું કોઈ વચન ન આપો જે તમે પૂર્ણ ન કરી શકો.
કર્ણાટક વિવાદનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ અધ્યક્ષે ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા ચૂંટણીવાળા રાજ્યોમાં કોંગ્રેસના અન્ય એકમોને આર્થિક બોજને સમજીને જાહેર ક્ષેત્રમાં ચૂંટણી વચનો પાળવા જણાવ્યું હતું.
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
મલ્લિકાર્જુન ખડગેએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારની સાથે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે તમે કર્ણાટકમાં પાંચ ગેરંટી આપવાનું વચન આપ્યું હતું. તમારાથી પ્રેરિત થઈને અમે મહારાષ્ટ્રમાં પાંચ ગેરંટી આપવાનું વચન આપ્યું હતું. આજે તમે ઉલ્લેખ કર્યો છે કે તમે તેમાંથી એક ગેરંટીને રદ કરશો. એવું લાગે છે કે તમે બધા અખબારો વાંચતા નથી, પરંતુ હું વાંચું છું, તેથી હું તમને આ કહું છું.
આ પણ વાંચો – પીએમ મોદીએ કચ્છમાં જવાનો સાથે દિવાળી ઉજવી, કહ્યું – માતૃભુમિની સેવાની તક મળવી સૌભાગ્ય
કોંગ્રેસ અધ્યક્ષ બુધવારે ડેપ્યુટી સીએમ શિવકુમારની ટિપ્પણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે રાજ્ય સરકાર ‘શક્તિ’ યોજના પર ફરીથી વિચાર કરશે. ‘શક્તિ’ યોજના કર્ણાટકમાં કોંગ્રેસની પાંચ ગેરંટીમાંથી એક છે,જે અંતગર્ત કહેવાયું હતું કે બિન-લક્ઝરી સરકારી બસોમાં મહિલાઓને મફત સવારી કરાવવામાં આવશે.
બજેટ અનુસાર વાયદા કરે નહીં તો નુકસાન થઈ શકે છે – મલ્લિકાર્જુન ખડગે
ખડગેએ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને રાજ્ય એકમોને ચેતવણી આપી હતી કે તેઓ બજેટ અનુસાર વાયદા કરે નહીં તો તેનાથી નુકસાન થઈ શકે છે અને તેની અસર ભવિષ્ય પર પડી શકે છે. તેમણે આર્થિક જવાબદારીની ભૂમિકા પર રેખાંકિત કરતા કહ્યું હતું કે જો સરકારો તેમની ગેરંટીઓ પૂરી કરવામાં અસમર્થ રહેશે, તો તેનાથી બદનામી થશે.
ખડગેએ કહ્યું કે મેં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓને સલાહ આપી છે કે તેઓ પાંચ, છ, સાત કે આઠ ગેરંટીના વચનો ન આપે. તેના બદલે તમારા બજેટને અનુરૂપ વચનો આપો. બજેટને ધ્યાનમાં લીધા વગર વચનો આપવાથી નાદારી થઈ શકે છે. જો સરકાર વચન પૂરું કરવામાં નિષ્ફળ જશે તો તેની અસર આવનારી પેઢીઓ પર પડશે. આનાથી બદનામી થઈ શકે છે અને સરકારને આગામી દસ વર્ષ માટે પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.