અયોધ્યાના રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ, સુરક્ષાકર્મીએ પકડી પાડ્યો

Ayodhya Ram Mandir : અહેવાલો અનુસાર રામ મંદિરમાં આવેલા શ્રદ્ધાળુ વચ્ચે એક કાશ્મીરી વ્યક્તિ મંદિર સંકુલમાં પ્રવેશ્યો હતો. તે સીધો પશ્ચિમ કિલ્લા પર ગયો અને કપડું પાથરીને નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો

Ayodhya Ram Mandir : અહેવાલો અનુસાર રામ મંદિરમાં આવેલા શ્રદ્ધાળુ વચ્ચે એક કાશ્મીરી વ્યક્તિ મંદિર સંકુલમાં પ્રવેશ્યો હતો. તે સીધો પશ્ચિમ કિલ્લા પર ગયો અને કપડું પાથરીને નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો

author-image
Ashish Goyal
New Update
Ayodhya Ram Mandir

અયોધ્યા રામ મંદિર Photograph: (@ShriRamTeerth)

Ayodhya Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં એક કાશ્મીરી વ્યક્તિએ નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા. યુવકે નમાઝ પઢવા માટે કપડું પાથર્યું તે તરજ જ સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. ત્યારબાદ તેણે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ ઘટના પછી અનેક સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Advertisment

આ ઘટના બપોરે 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર રામ મંદિરમાં આવેલા શ્રદ્ધાળુ વચ્ચે એક કાશ્મીરી વ્યક્તિ મંદિર સંકુલમાં પ્રવેશ્યો હતો. તે સીધો પશ્ચિમ કિલ્લા પર ગયો અને કપડું પાથરીને નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો.

વ્યક્તિ કાશ્મીરનો રહેવાસી

મંદિર પરિસરમાં સુરક્ષા કર્મચારીઓની નજર યુવક પર પડી તો તેમણે તરત જ તેને પકડી લીધો હતો. ધરપકડ કર્યા પછી તે વ્યક્તિએ સમુદાય વિશેષના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક પોલીસ અને CRPF, SSF અને ગુપ્તચર એજન્સીઓ સહિત તમામ એજન્સીઓને જાણ કરી. તમામ એજન્સીઓના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અટકાયત કરાયેલ વ્યક્તિની હવે પૂછપરછ કરવામાં આવી રહી છે.

SSP ડૉ. ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે મંદિર સંકુલમાં પકડાયેલા વ્યક્તિ પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું છે. તેના પર તેનું નામ અહદ શેખ લખેલું છે. તેની ઉંમર 55 વર્ષ છે. તે શ્રીનગરનો રહેવાસી છે. 

Advertisment

આ પણ વાંચો - રામ નગરી અયોધ્યા અંગે તંત્રનું નવું ફરમાનઃ 15 કિમી વિસ્તારમાં માંસ-મચ્છી બંધ, નોન વેજ પર સંપૂર્ણ પ્રતિબંધ

સીસીટીવી ફૂટેજ મેળવીને દરેક બાબતની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજ મેળવીને દરેક બાબતની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતીના આધારે, તે 50-55 વર્ષનો વ્યક્તિ છે જે કિલ્લા પાસે કપડું પાથરીને નમાઝ પઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુરક્ષા કર્મચારીઓને શંકા ગઈ જેના કારણે તેના પર નજર રાખવામાં આવી. આ દરમિયાન તેણે અચાનક કિલ્લા પાસે કપડું પાથર્યું અને નમાઝ પઢવાની રીતે બેસવાનું શરૂ કરતા જ સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો અને પૂછપરછ ચાલુ છે. 

એસપીએ કહ્યું કે તેના દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે તમામ એજન્સીઓ ચકાસણી કરી રહી છે.

દેશ ઉત્તર પ્રદેશ રામ મંદિર