/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/kashmir-snowfall.jpg)
કાશ્મીરની હિમવર્ષાનો નજારો ઘણો જોવાલાયક હોય છે (તસવીર - tourism.jk.gov.in)
Kashmir winter season 2024 : કાશ્મીરની હિમવર્ષા જોવાનો શોખ બધાને હોય છે. વર્ષના એક ચોક્કસ સમયમાં દુનિયાભરના લોકો કાશ્મીરમાં બરફ જોવા માટે આવે છે. જો તમને પણ આવું સપનું હોય અને કાશ્મીર જોવું હોય તો તમારે જાણવું જોઈએ કે કાશ્મીરમાં કયા મહિનામાં બરફવર્ષા થાય છે, તમારે બરફ વર્ષા જોવા ક્યારે જવું જોઈએ અને અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય કયો છે. તો આવો જાણીએ કે 2024માં કાશ્મીરમાં ક્યારે બરફવર્ષા થશે અને કયા સમયે કાશ્મીર જવું જોઈએ.
કાશ્મીરમાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન બરફવર્ષા થાય છે. આ ઋતુ અહીંના સૌથી ઠંડા મહિનાઓમાંથી એક છે. જ્યારે તાપમાન એટલું નીચું જાય છે કે બરફ જામવા લાગે છે અને આખું કાશ્મીર સફેદ ચાદર ઓઢી લેશે. તો તમે અહીં ડિસેમ્બર મહિનામાં બરફ જોવા માટે જઇ શકો છો. જો સમય ન હોય તો તમે ફેબ્રુઆરી સુધી ગમે ત્યારે અહીં જઈ શકો છો.
કાશ્મીરમાં હિમવર્ષાની મુલાકાત લેવા માટેના સ્થળો
ગુલમર્ગ
ગુલમર્ગ બરફના શોખીનો માટે સ્વર્ગ સમાન છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી અહીં હિમવર્ષા શરૂ થઈ જાય છે. આ સિઝનમાં અહીં જઇને તમે સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા પણ લઇ શકો છો.
ડલ સરોવર
ડલ સરોવર શ્રીનગરના સૌથી સુંદર સ્થળોમાંથી એક છે. શિયાળામાં તે આંશિક રીતે થીજી જાય છે અને શિકારાની સવારી પણ મર્યાદિત હોય છે. આ સમય દરમિયાન હાઉસબોટમાં રહેવું શાનદાર લાગે છે અને આરામદાયક અનુભવ પ્રદાન કરે છે. પાછળ સુંદર સફેદ પર્વત, સામે વાદળી તળાવ મનને ખુશ કરી દે છે.
આ પણ વાંચો - મથુરાની ફેમસ બટાકા-દહીંની જલેબી કેવી રીતે બનાવવી? જાણો રેસીપી
સોનમર્ગ
સોનમર્ગ ડિસેમ્બરમાં સફેદ બરફની ચાદરમાં ઢંકાઈ જાય છે, જે તેને સ્નો ટ્રેક માટે એક પરફેક્ટ સ્થળ બનાવે છે. થાજીવાસ ગ્લેશિયર આ મોસમમાં મુખ્ય આકર્ષણોમાંથી એક છે અને સોનમર્ગની મુલાકાત લીધા પછી તેની મુલાકાત લેવી જ જોઇએ.
પહેલગામ
પહેલગામ એક વન્ડરલેન્ડ છે. આ શહેર બરફની જાડી ચાદરથી ઢંકાયેલું છે અને સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ માટે યોગ્ય સ્થળ છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા અને સ્વસ્થતા જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. તેથી તમે આ મોસમમાં કાશ્મીરની યોજના બનાવો અને મુલાકાત લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us