KC Tyagi Resigns as JD(U) Spokesperson: શું જેડીયુમાં બધું બરાબર નથી ચાલી રહ્યું? રવિવારે જ્યારે કેસી ત્યાગીએ જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તાનું પદ છોડ્યું ત્યારે આવી અટકળો ચાલી રહી છે. જોકે તેમણે આની પાછળ વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો, પરંતુ આ પછી તરત જ કેસી ત્યાગીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના વખાણ કર્યા હતા. કેસી ત્યાગીએ કહ્યું કે નીતિશ સાથે મારું કમિન્ટમેન્ટ છે, જ્યાં સુધી તેઓ જેડીયુમાં રહેશે, હું તેમની સાથે જ રહીશ. અન્ય કોઈ પક્ષમાં જવાનો સવાલ જ નથી. જે બાદ તમામ પ્રકારની અટકળો અને સવાલો પર વિરામ લાગી ગયો છે.
અન્ય કોઈ પક્ષમાં જવાનો સવાલ જ નથી – કેસી ત્યાગી
જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યા બાદ કેસી ત્યાગીએ કહ્યું હતું કે નીતિશ સાથે મારું કમિન્ટમેન્ટ છે, જ્યાં સુધી તેઓ જેડીયુમાં રહેશે ત્યાં સુધી હું તેમની સાથે રહીશ. અન્ય કોઈ પક્ષમાં જવાનો સવાલ જ નથી. દેશમાં નીતિશ કુમારથી વધુ સારા રાજકીય નેતા કોઈ નથી. તેમણે કહ્યું કે ચાર દિવસ પહેલા નીતિશ કુમારે પાર્ટીની કાર્યકારી સમિતિની રચના કરી હતી. તેમણે મને ફરીથી પાર્ટીમાં પ્રવક્તા અને રાજકીય સલાહકારની ભૂમિકા આપી હતી.
કેસી ત્યાગીએ કહ્યું કે હું 1984થી સતત એક જ પોસ્ટ પર કામ કરી રહ્યો છું. ચૌધરી ચરણ સિંહથી લઈને નીતિશ કુમાર સુધી બધાની સાથે કામ કર્યું. હવે હું મારો સમય લખવામાં, વાંચવામાં વ્યસ્ત રાખીશ. હું ત્રણ મહિનાથી ટીવી ડિબેટમાં આવ્યો નથી મેં પોતે નીતિશ કુમારને કહ્યું હતું કે મને પ્રવક્તા પદથી મુક્ત કરે. હું ન તો ગુસ્સામાં છું, ન તો નિરાશ છું, ન તો હતાશ છું, હું પાર્ટીમાં જ રહીશ, હું પાર્ટીના રાજકીય સલાહકારની ભૂમિકા નિભાવતો રહીશ.
આ પણ વાંચો – રાહુલ ગાંધી 3 દિવસ અમેરિકા જશે, પીએમ મોદી પણ 23 સપ્ટેમ્બર મુલાકાતે જશે
જ્યાં સુધી નીતિશ કુમાર જેડીયુમાં છે, ત્યાં સુધી હું પણ તેમની સાથે રહીશ – કેસી ત્યાગી
કેસી ત્યાગીએ વધુમાં જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા પણ મેં કારોબારીની બેઠકમાં આવી વિનંતી કરી હતી, પરંતુ ત્યારે પણ નીતિશે આ પદ પર ચાલુ રહેવાની વિનંતી કરી હતી. આ વખતે રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે ફોન કરીને કહ્યું હતું કે તેમણે પક્ષના રાજકીય સલાહકારની ભૂમિકામાં ચાલુ રહેવું જોઈએ. નીતિશ સાથે મારી પ્રતિબદ્ધતા છે, જ્યાં સુધી તેઓ જેડીયુમાં છે, ત્યાં સુધી હું પણ તેમની સાથે રહીશ. અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો સવાલ જ પેદા થતો નથી.
જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીના નેતૃત્વનો મારા તાજેતરના કોઈ પણ નિવેદન સાથે કોઈ મતભેદ ન હતો, જો એવું થયું હોત તો મને ચાર દિવસ પહેલા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાની ભૂમિકા આપવામાં આવી ન હોત. કેટલાક મુદ્દાઓ એવા છે જેના પર ભાજપ અને જેડીયુ વચ્ચે સૈદ્ધાંતિક મતભેદ છે, હું પણ આ જ વાત કહું છું.
કેસી ત્યાગીના રાજીનામા બાદ રાજીવ રંજન પ્રસાદને જેડીયુના નવા રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ નિવેદન જાહેર કરીને આ અંગે જાણકારી આપી હતી.