કેન્યાની સ્કૂલ હોસ્ટેલમાં આગમાં 17 વિદ્યાર્થીઓના મોત, 13 ગંભીર રીતે દાઝ્યા, મોતની સંખ્યા વધી શકે છે

kenya school hostel fire : કેન્યા ન્યારી કાઉન્ટીમાં હિલસાઇડ એન્ડરાશા પ્રાઇમરી સ્કૂલની હોસ્ટેલમાં લાગેલી આગ માં 17 વિદ્યાર્થીના મોત થયા છે, તો 13 ગંભીર રીતે દાઝ્યા છે, પોલીસે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે

kenya school hostel fire : કેન્યા ન્યારી કાઉન્ટીમાં હિલસાઇડ એન્ડરાશા પ્રાઇમરી સ્કૂલની હોસ્ટેલમાં લાગેલી આગ માં 17 વિદ્યાર્થીના મોત થયા છે, તો 13 ગંભીર રીતે દાઝ્યા છે, પોલીસે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Kenya Fire School Hostel

કેન્યા સ્કૂલ હોસ્ટેલમાં આગ, 17 વિદ્યાર્થીઓના મોત

Kenya Fire School Hostel | કેન્યા સ્કૂલ હોસ્ટેલ આગ : કેન્યાની રાજધાની નૈરોબીમાં એક સ્કૂલ હોસ્ટેલમાં આગ લાગતા, પડતાં 17 વિદ્યાર્થીઓનાં મોત થયા છે, જ્યારે 13 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

Advertisment

પોલીસ પ્રવક્તા રેસિલા ઓન્યાન્ગોએ જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે ન્યારી કાઉન્ટીમાં હિલસાઇડ એન્ડરાશા પ્રાઇમરી સ્કૂલની હોસ્ટેલમાં લાગેલી આગનું કારણ તપાસ હેઠળ છે. તેમણે કહ્યું કે અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ અને જરૂરી કાર્યવાહી કરીશું.

કેન્યાની બોર્ડિંગ સ્કૂલોમાં આગ અસામાન્ય નથી, આવી ઘટનાઓ ઘણીવાર એવી શાળાઓમાં બનતી હોય છે જ્યાં, વિદ્યાર્થીઓ મહત્તમ સમય માટે અભ્યાસ કરવા માટે રહે છે. કેટલીક ઘટનાઓ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત છે. ઉદાહરણ તરીકે, 2017 માં પણ, નૈરોબીની એક હાઇસ્કૂલમાં આગમાં 10 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.

આગ ગુજરાતી ન્યૂઝ અકસ્માત વિશ્વ