ગુજરાત ક્રાઈમ : ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ બુધવારે જૂનાગઢમાં કેરળના એક વેપારી પાસેથી ખંડણીના કેસમાં મુખ્ય આરોપી સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટના સહયોગીની ધરપકડ કરી હતી.
આરોપી, દીપ રાજેન્દ્ર શાહ તરીકે ઓળખાય છે, જેમણે ભટ્ટને “ગેરકાયદેસર નાણાકીય લાભ મેળવવા માટે 600 થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં” કથિત રીતે મદદ કરી હતી, તે પણ અમદાવાદમાં વિવિધ કેસોનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
ગુજરાત એટીએસના જણાવ્યા અનુસાર, 2 ફેબ્રુઆરીએ ભટ્ટની ધરપકડ બાદ પૂછપરછમાં ખુલાસો થયો કે, શાહે તેને ખંડણીમાં મદદ કરી હતી. ધરપકડથી બચવા માટે તેના તમામ ફોન તોડીને તે દુબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૂછપરછમાં એ પણ બહાર આવ્યું છે કે, માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ દરમિયાન સહ-આરોપી ભટ્ટના સંપર્કમાં કેવી રીતે આવ્યો.
કેરળ વેપારી ખંડણી કેસ શું છે?
આ કેસ જૂનાગઢમાં પોલીસ અધિકારીઓ દ્વારા કેરળ સ્થિત વેપારી, કાર્તિક જગદીશ ભંડારી પાસેથી કથિત ખંડણીનો છે. ભંડારીએ ફરિયાદ નોંધાવી હતી કે, જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલે તેમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું છે અને પોલીસ અધિકારીઓ એએમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીએ ખંડણીના પ્રયાસમાં 25 લાખ રૂપિયાની માંગણી કરી છે.
વેપારીએ દાવો કર્યો હતો કે, સાયબર સેલને કરેલા કોલનો કોઈ જવાબ મળ્યો નથી અને તેને રૂબરૂ જૂનાગઢની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી હતી. જ્યારે ત્યાં પહોંચ્યા, ત્યારે તેમણે આરોપ લગાવ્યો કે, જાનીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સંડોવણી તરફ ઈશારો કરીને એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે તેના બેંક બેલેન્સના 80 ટકા માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.
સહ-આરોપીઓએ ભટ્ટને પૈસા પડાવવા માટે આ કેસમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતાઓની માહિતી મેળવવામાં મદદ કરી હતી અને ઘટના પ્રકાશમાં આવ્યા પછી, શાહે ભટ્ટને ઉજ્જૈન-ઇન્દોર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં રહેતા હોવાનું દર્શાવવા ખોટા દસ્તાવેજો આપીને ભાગવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો – Dholka Accident : ધોળકા અકસ્માત, પુલેન સર્કલ પાસે બોલેરો-ડમ્પર પાછળ ઘુસી, પાંચના મોત
શાહની પૂછપરછમાં મુંબઈના બિરજુ શાહ નામના બુકીની કથિત સંડોવણી બહાર આવી હતી, જે દુબઈથી ઓનલાઈન ક્રિકેટ જુગાર રમાડતો હતો. એકવાર તેને આંગડિયા સેવા દ્વારા અલગ-અલગ તારીખે રૂ. 27 લાખ અને રૂ. 9,84,000 મળ્યા પછી તેણે ભટ્ટને મોકલ્યા.
એવું પણ બહાર આવ્યું હતું કે, શાહે આંગડિયા પાસેથી 37,79,800 રૂપિયા કોઈ “અજાણ્યા કારણોસર” મેળવ્યા હતા.





