Kolkata Doctor Case: દર બે કલાકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રિપોર્ટ મોકલો, ગૃહ મંત્રાલયનો ડોક્ટરોની હડતાળ પર રાજ્યોને નિર્દેશ

Kolkata Doctor Rape And Murder Case: કલકત્તમાં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવે છે. આ ઘટના બાદ દેશભરના ડોક્ટર હડતાળ પર છે.

Written by Ajay Saroya
August 18, 2024 11:38 IST
Kolkata Doctor Case: દર બે કલાકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રિપોર્ટ મોકલો, ગૃહ મંત્રાલયનો ડોક્ટરોની હડતાળ પર રાજ્યોને નિર્દેશ
ડોક્ટરોની હડતાળ - ફાઇલ તસવીર - photo - Social Media

Kolkata Doctor Rape And Murder Case: કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ફરજ દરમિયાન મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ દેશભરમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. ડોક્ટરોના વિરોધ અને આક્રોશ વચ્ચે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આદેશ જાહેર કર્યો છે કે, તેઓ દર બે કલાકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રિપોર્ટ કરે. નોટિફિકેશન અનુસાર, ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્ય પોલીસ દળોને દર બે કલાકે મેઇલ, ફેક્સ અથવા તો વોટ્સએપ દ્વારા પણ રિપોર્ટ મોકલવાનો નિર્દેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલયે શું આદેશ આપ્યો

ગૃહ મંત્રાલયે કહ્યું કે, બે કલાકના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના અહેવાલ ને લગતો એક પત્ર છે. સક્ષમ પ્રાધિકરણે પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરની હત્યા સામે તમારા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના અહેવાલ પર નજર રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હવેથી આ સંદર્ભે સતત બે કલાકનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો અહેવાલ એમએચએ કન્ટ્રોલ રૂમને ફેક્સ/ઇ-મેઇલ/વ્હોટ્સએપ દ્વારા આજે (16/08/24) સાંજે 4 વાગ્યાથી મોકલી શકાશે.

એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર રાજ્યોએ 16 ઓગસ્ટથી રિપોર્ટ મોકલવાનું શરૂ કરી દીધું છે. એક સિનિયર અધિકારીએ ખુલાસો કરતા કહ્યું કે,આનાથી ખાતરી થશે કે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે સંબંધિત અહેવાલો સમયસર પહોંચે. અધિકારીએ કહ્યું કે કોલકાતા બળાત્કાર કેસમાં અનેક છટકબારીઓ મળી આવી છે. તેમણે કહ્યું કે, આવા મહત્વના મામલામાં ઝડપી કાર્યવાહી કરવાની જરૂર છે.

કલકત્તા મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાનો કેસ

પશ્ચિમ બંગાળ ના કલકત્તામાં 9 ઓગસ્ટના રોજ સરકાર સંચાલિત આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સેમિનાર હોલની અંદર 31 વર્ષીય અનુસ્નાતક તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ બાદની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં અનેક ગંભીર ખામીઓ અને સંબંધિત અધિકારીઓના સમર્થનના અભાવ સ્પષ્ટ દેખાઇ આવ્યો હતો અને આ મુદ્દા પર કામ કરવામાં આવ્યું હતું. વિરોધ બંધ ન થતાં કલકત્તા હાઈકોર્ટે આ કેસની તપસ સીબીઆઈને સોંપવામાં આવી છે.

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સુરક્ષાની સ્થિતિ પર નજર રાખવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ