ગુનેગારોની ધરપકડ, પરિવારને આર્થિક મદદ, આરજી કર મેડિકલ કોલેજના ડોક્ટરોએ પ્રશાસન સામે રાખી આ ડિમાન્ડ

RG Kar Doctor Rape and Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરથી લઇને દિલ્હી સુધી રેસિડન્ટ ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

Written by Ashish Goyal
Updated : August 16, 2024 23:36 IST
ગુનેગારોની ધરપકડ, પરિવારને આર્થિક મદદ, આરજી કર મેડિકલ કોલેજના ડોક્ટરોએ પ્રશાસન સામે રાખી આ ડિમાન્ડ
Kolkata Rape Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ આરજી મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા

RG Kar Doctor Rape and Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરથી લઇને દિલ્હી સુધી રેસિડન્ટ ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આરજી કર મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરે સુરક્ષા અને અન્ય બાબતો અંગે પોતાની માગણીઓ રજૂ કરી છે. જુનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે અમારી માંગ એ છે કે ગુનેગારોની યોગ્ય પુરાવા સાથે ધરપકડ કરવામાં આવે અને સીબીઆઈ દ્વારા આની પુષ્ટિ કરતું નિવેદન જારી કરવામાં આવે.

જુનિયર ડોક્ટરે એમ પણ કહ્યું હતું કે અમે લેખિતમાં માફી, આરજી કરના પૂર્વ પ્રિન્સિપાલ, એમએસવીપી, સ્ટુડન્ટ અફેર્સના ડીન, ચેસ્ટ મેડિસિન ડિપાર્ટમેન્ટના એચઓડી અને ઘટનાના દિવસે ફરજ બજાવતા આસિસ્ટન્ટ સુપર સપોર્ટ સહિતના વરિષ્ઠ અધિકારીઓના રાજીનામાની માગણી કરીએ છીએ. એટલું જ નહીં તેમણે કહ્યું કે તેમની બાકીની સેવાઓ માટે તેમને કોઈપણ સંસ્થામાં કોઈ પણ પદ આપવા પર પ્રતિબંધ મુકવો જોઈએ.

જુનિયર ડોક્ટરોના માતા-પિતાને આર્થિક મદદ કરવી જોઈએ

અમે શાસ્ત્ર ભવનને સ્પષ્ટતા કરવાની માંગણી કરીએ છીએ કે પૂર્વ પ્રિન્સિપાલનું રાજીનામું શા માટે સ્વીકારવામાં આવ્યું ન હતું અને શા માટે તેમને અન્ય મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. અમે અગાઉ કહ્યું હતું કે ગુમાવેલી જિંદગી માટે કોઈ વળતર આપી શકાતું નથી. જો કે તેમના માતા-પિતાને સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે અને તેની જાહેરાત તાત્કાલિક કરવામાં આવે.

આ પણ વાંચો – પાંચ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા, કોલકાત્તા રેપ મર્ડર કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે CBI

જુનિયર ડોક્ટરે પોતાની માંગણી જણાવી

જુનિયર ડોક્ટરોએ કહ્યું કે અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ, પુરુષ અને મહિલા બંને તરફના સુરક્ષા ગાર્ડ પણ હોવા જોઈએ. તેમાં કેમ્પસની અંદર અને બહારની હોસ્ટેલ પણ સામેલ છે. તેમણે પોતાની માંગમાં જણાવ્યું હતું કે પોલીસ કમિશનરે સોશિયલ મીડિયા પર આરજી કર એમસીએચ વિદ્યાર્થીઓની ડિજિટલ બદનામી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

એટલું જ નહીં તેમણે કહ્યું કે પીડિતાના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, આ માટે પણ તપાસ થવી જોઇએ અને કડક કાર્યવાહી થવી જોઇએ. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ટોળાના હુમલાના સંદર્ભમાં અમે આરજી કર ના પ્રિન્સિપાલ, કોલકાતાના પોલીસ કમિશનર અને કોલકાતાના ડીસીપીના રાજીનામાની પણ માંગ કરીશું.

મમતા બેનર્જીએ યોજી રેલી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના વિરોધમાં રેલી કાઢી હતી. તે પીડિતાને ન્યાય અને આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. આ સાથે મમતા 17 ઓગસ્ટે શનિવારે પણ એક રેલી કાઢવા જઈ રહ્યા છે. તે પીડિતા માટે ન્યાયની માંગ સાથે વિરોધ રેલીનું નેતૃત્વ કરશે. કોલકાતાના મૌલાલીથી ધર્મતલા સુધી આ રેલી યોજાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ