Kolkata Rape Case: અટકતું નથી પ્રદર્શન, પીડિત પરિવારને મળ્યા રાજ્યપાલ, જાણો કોલકાત્તા રેપ કેસ અંગેની મોટી પાંચ અપડેટ્સ

Kolkata Rape-Murder case, કોલકાત્તા રેપ કેસ: પશ્ચિમ બંગાળના અલગ-અલગ વિસ્તારોમાં લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. આરોગ્ય સેવાઓને પણ ભારે અસર થઈ છે.

Written by Ankit Patel
Updated : August 22, 2024 10:34 IST
Kolkata Rape Case: અટકતું નથી પ્રદર્શન, પીડિત પરિવારને મળ્યા રાજ્યપાલ, જાણો કોલકાત્તા રેપ કેસ અંગેની મોટી પાંચ અપડેટ્સ
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાનો શિકાર થયેલી ટ્રેઇની ડોક્ટરના મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે (Express photo by Rohit Jain Paras)

Kolkata Rape-Murder case, કોલકાત્તા રેપ કેસ: કોલકાત્તા આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર બળાત્કર અને હત્યાની ઘટનામાં ન્યાયની માંગ સાથે ડોકટરોનું પ્રદર્શન ચાલુ છે. પશ્ચિમ બંગાળના અલગ-અલગ વિસ્તારોમાં લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. આરોગ્ય સેવાઓને પણ ભારે અસર થઈ છે.

દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. પરિવારના સભ્યોને મળ્યા બાદ રાજ્યપાલે કહ્યું કે પીડિતાના પરિવારના સભ્યોએ મને કેટલીક બાબતો કહી છે જે હું અત્યારે જાહેર નહીં કરીશ. ચાલો જાણીએ કોલકાત્તા રેપ-મર્ડર કેસ સાથે જોડાયેલા મોટા અપડેટ્સ.

1 – પશ્વિમ બંગાળની મમતા સરકરે કોલકાત્તાની આરજી કર મેડિકલ કોલેજમાંઆંદોલનકરી ડોકટરોની માંગણીઓને સ્વીકરી છે. આરજી કર હોસ્પિટલના પ્રિન્સિપાલ સુહરિતા પોલને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સિવાય મેડિકલ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ MSVP બુલબુલ મુખોપાધ્યાય અને ચેસ્ટ મેડિસિન વિભાગના વડા અરુણાભ દત્તા ચૌધરીને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. માનસ બંદોપાધ્યાયને આરજી મેડિકલ કોલેજના નવા પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા છે. તેમજ સંદીપ ઘોષનું નેશનલ મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર રદ કરવામાં આવ્યું છે.

2 – સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાત્તાની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લગભગ 150 CISF જવાનોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. કોર્ટના આદેશના એક દિવસ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખીને સરકરી હોસ્પિટલમાં CISF તૈનાત કરવાની માંગ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને CISF તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

3 – સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાત્તાની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લગભગ 150 CISF જવાનોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. કોર્ટના આદેશના એક દિવસ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખીને સરકરી હોસ્પિટલમાં CISF તૈનાત કરવાની માંગ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને CISF તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

4 – CBI ગુરુવારે ડોક્ટરના બળાત્કર અને હત્યા કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈ તપાસ રિપોર્ટ સીલબંધ એન્વલપમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ સમક્ષ રજૂ કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ રિપોર્ટમાં ચાલી રહેલી તપાસ અને પોલીગ્રાફ ટેસ્ટની સ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. જો કે, સીબીઆઈ તેનો રિપોર્ટ સબમિટ કરતા પહેલા તપાસની વિગતો જાહેર કરશે નહીં.

5 – આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટના બાદ આજે દેશભરમાં 295 મહાનુભાવોએ ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં 20 નિવૃત્ત ન્યાયાધીશો, 110 નિવૃત્ત અમલદારો અને 165 નિવૃત્ત સૈન્ય અધિકરીઓનો સમાવેશ થાય છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ડોક્ટરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવે.

આ પણ વાંચોઃ- 2 મહિનાથી સ્પેસમાં ફસાયેલી સુનીતા વિલિયન્સની વાપસીમાં 3 મોટો ખતરા કયા છે? Ex સ્પેસ કમાન્ડરે કર્યો ખુલાસો

પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે રાજ્ય તેના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિ માટે જાણીતું છે, ત્યાં અમારી બહેનો અને પુત્રીઓ સાથે સતત દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આરોપીઓ સામે કોઈપણ પ્રકરની કર્યવાહી કરવામાં આવી રહી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ