કોલકાતા ગેંગરેપ કેસ, પીડિતાએ સંભળાવી દર્દનાક આપવીતી

Kolkata Rape Case: પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કોલકાતા લૉ કોલેજમાં એક વિદ્યાર્થિની ઉપર ગેંગરેપ થયો છે. પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાંથી બે કોલેજના વિદ્યાર્થીઓ છે જ્યારે એક એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 25 જૂનની રાત્રે પીડિતાની સાથે શું થયું તે અંગે તેણે વિસ્તારથી ખુલાસો કર્યો

Written by Ashish Goyal
Updated : June 27, 2025 20:21 IST
કોલકાતા ગેંગરેપ કેસ, પીડિતાએ સંભળાવી દર્દનાક આપવીતી
પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કોલકાતા લૉ કોલેજમાં એક વિદ્યાર્થિની ઉપર ગેંગરેપનો કેસ સામે આવ્યો છે (તસવીર - જનસત્તા)

Kolkata Rape Case: પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કોલકાતા લૉ કોલેજમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક વિદ્યાર્થિની ઉપર ગેંગરેપ થયો છે. પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાંથી બે કોલેજના વિદ્યાર્થીઓ છે જ્યારે એક એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને હાલમાં ટીએમસીના વિદ્યાર્થી પરિષદ એકમનો પ્રમુખ છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. કોર્ટમાંથી મંગળવાર સુધી આરોપીની કસ્ટડી પણ મળી ગઇ છે.

પીડિતાએ જણાવ્યું શું થયું હતું

હવે આ મામલે પીડિતાની આપવીતી સામે આવી છે. 25 જૂનની રાત્રે તેની સાથે શું થયું તે અંગે તેણે પોતે વિસ્તારથી ખુલાસો કર્યો છે. આજતકના એક રિપોર્ટ પ્રમાણે 24 વર્ષીય પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મને યૌન સંબંધ બનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ મેં ચોખ્ખી ના પાડી અને તેમને પાછળ ધકેલી દીધા હતા. હું તે સમયે ખૂબ રડી હતી, મને જવા દેવા માટે તેમને વિનંતી કરી હતી, મેં તેમને એમ પણ કહ્યું હતું કે હું રિલેશનશિપમાં છું, મારો બોયફ્રેન્ડ છે, હું તેને પ્રેમ કરું છું. પરંતુ તેઓએ મારી વાત સાંભળી નહીં. પીડિતાના જણાવ્યા મુજબ આરોપીએ કોલેજનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો, ત્યાં હાજર ગાર્ડ પણ સંપૂર્ણ લાચાર હતો.

પીડિતાનો વીડિયો બનાવ્યો, ધમકી પણ આપી

પીડિતા આગળ કહે છે કે તેઓ મને એક રૂમમાં લઈ ગયા હતા. હું તેમના પગે લાગી હતી પણ કોઈએ મને જવા દીધી નહીં. તેઓ મને બળજબરીથી ગાર્ડ રૂમમાં લઈ ગયા અને મને નિર્વસ્ત્ર કરી દીધી અને મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમણે મને બ્લેકમેલ પણ કરી હતી, મારા મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી, મારા માતાપિતાની ધરપકડ કરાવવાની ધમકી આપી હતી. તેમણે મારો એક વીડિયો પણ બનાવ્યો હતો. મને કહેવામાં આવ્યું કે જો હું સહયોગ નહીં કરું તો વીડિયો બધાને બતાવવામાં આવશે. મેં જ્યારે રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે આ લોકોએ મને હોકી સ્ટીકથી મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો – VIDEO: ‘નમસ્કાર ફ્રોમ સ્પેસ’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ વીડિયો મેસેજ, જાણો શું-શું કહ્યું

પોલીસે શું કહ્યું?

એક ઇનપુટ એવી પણ સામે આવી છે કે પીડિતા 25 જૂને બપોરે 12 વાગ્યે કોલેજ કેમ્પસમાં પરીક્ષા ફોર્મ ભરવા ગઈ હતી. ત્યાં મુખ્ય આરોપીએ પીડિતાને પકડી લીધી હતી, સાથે જ કોલેજનો મુખ્ય ગેટ પણ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. હાલ તો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પોલીસે તેમના ફોન પણ કબ્જે કરી લીધા છે, દરેક એંગલની તપાસ કરવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ