/indian-express-gujarati/media/media_files/2026/03/02/us-f-15e-fighter-jets-2026-03-02-21-47-16.jpg)
કુવૈતે ત્રણ અમેરિકન એફ -15ઇ સ્ટ્રાઇક ઇગલ વિમાનોને ભૂલથી તોડી પાડ્યા Photograph: (U.S. Navy)
US fighter jets : અમેરિકી સેનાએ કહ્યું છે કે ઈરાન તરફથી કરવામાં આવેલા હુમલા દરમિયાન કુવૈતે ત્રણ અમેરિકન એફ -15ઇ સ્ટ્રાઇક ઇગલ વિમાનોને ભૂલથી તોડી પાડ્યા હતા. અમેરિકી સેનાએ કહ્યું છે કે આ ત્રણેય વિમાનો ઓપરેશન એપિક ફ્યુરીના સમર્થનમાં ઉડાન ભરી રહ્યા હતા અને આ ઘટના 'ફ્રેન્ડલી ફાયર'ને કારણે બની હતી.
બીજી તરફ ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાનના સશસ્ત્ર દળોએ અમેરિકન એફ-15 ફાઈટર જેટને તોડી પાડ્યું છે, જે છેલ્લા 27 વર્ષમાં અમેરિકન ફાઇટર જેટને તોડી પાડવાની પહેલી ઘટના છે.
ઇરાને શું કહ્યું
ઇરાનના ખાતમ અલ-અનબિયા એર ડિફેન્સ બેસે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇરાન પર હુમલો કરવાના ઇરાદાથી ઘૂસણખોરી કરી રહેલા અમેરિકી સેનાના એફ-15 ફાઇટર જેટને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના એર ડિફેન્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું હતું.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વિમાનનો કાટમાળ કુવૈતની ધરતી પર પડ્યો હતો. કુવૈતના રક્ષા મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને તેના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 27 વર્ષ પહેલા કોસોવો યુદ્ધ દરમિયાન પૂર્વ યુગોસ્લાવિયા દ્વારા એક અમેરિકન એફ-117 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું.
અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે શું કહ્યું
અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી અમેરિકી વાયુસેનાના લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. તમામ છ ક્રૂ મેમ્બર્સ સલામત રીતે કૂદી ગયા હતા, તેમને બચાવી લેવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. કુવૈતે આ ભૂલ સ્વીકારી છે અને અમે આ ઓપરેશનમાં તેમના પ્રયત્નો અને સમર્થન માટે કુવૈતના રક્ષા દળોના આભારી છીએ.
આ પણ વાંચો - 'અમેરિકા પાકિસ્તાનને કેમ અવગણી રહ્યું છે?'
ઈરાની રેડ ક્રિસેન્ટ સોસાયટીના જણાવ્યા અનુસાર ઈરાનમાં અત્યાર સુધીમાં યુએસ-ઇઝરાયલી સૈન્ય કાર્યવાહીમાં ઓછામાં ઓછા 555 લોકો માર્યા ગયા છે અને દેશના 130 થી વધુ શહેરો પર હુમલાઓ થયા છે. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમના દેશમાં 11 લોકો માર્યા ગયા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us