મજૂરો માટે આજે ખાસ દિવસ, શ્રમિક દિવસ પર પાઠવો શુભેચ્છાઓ, ઇતિહાસ અને મહત્વ

International Labour Day 2024 : 1 મેના રોજ વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ તકે અહેવાલમાં વાંચો મજૂર દિવસનું મહત્વ અને ઇતિહાસ શું છે. સાથે જ ભારતમાં લેબર ડેની ઉજવણી ક્યારથી શરૂ થઇ હતી તે જાણો?

International Labour Day 2024 : 1 મેના રોજ વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ તકે અહેવાલમાં વાંચો મજૂર દિવસનું મહત્વ અને ઇતિહાસ શું છે. સાથે જ ભારતમાં લેબર ડેની ઉજવણી ક્યારથી શરૂ થઇ હતી તે જાણો?

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
International Labour Day 2024 Labour Day 2024 | Labour Day 2024 Bank Holiday | Labour Day 2024 Date | Labour Day 2024 History | Labour Day 2024 Significance | Labour Day 2024 Theme | Labour Day Poster | Labour Day Important Facts

Labour Day 2024: 1 મેના દિવસે જ કેમ ઉજવાય છે મજૂર દિવસ? અનેક જગ્યાએ હોય છે જાહેર રજા, જાણો લેબર ડેનો ઇતિહાસ અને મહત્વ

Labour Day 2024 Date : 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવવામાં આવે છે. આજે આ અહેવાલમાં મજૂર દિવસનો ઇતિહાસ, મહત્વ અને શું બેંકમાં રજા હશે તે વિશે જાણો.

Advertisment

લેબર ડે ઇતિહાસ (Labour Day 2024 History)

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 1886માં 1 મેએ અમિરાકાના શિકાગો શહેરમાં હજારોની સંખ્યામાં મજૂરોએ એકજૂટ થઇને પ્રદર્શન કરી સમયમર્યાદા નક્કી કરવાની માંગ કરી હતી. મજૂરોની માંગ હતી કે મજૂરોનો સમય 8 કલાક નક્કી કરવામાં આવે. કારણ કે પહેલા મજૂર સતત 15-15 કલાક સુધી કામ કરતા હતા. તેમજ મજૂરો માટે કોઇ નિયમ કે કાયદો હતો નહીં. આ આંદોલનમાં ઘણો હંગામો થયો અને તેમાં 4 કામદારોનું મોત અને લગભગ 100 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત પ્રાપ્ત છે. જો કે આ પછી પણ આ પ્રદર્શન ચાલું રહ્યું અને આખરે મજૂરોની જીત થઇ.

publive-image
Labour Day Wishes Photo : લેબર ડે શુભેચ્છા ફોટો

મજૂર દિવસની શરૂઆત (Labour Day Start)

1889માં પેરિસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 1 મેના રોજ મજૂર દિવસની જાહેરાત થઇ. આ પ્રકારે સમગ્ર વિશ્વમાં મજૂર દિવસ સિલેબ્રેશનની શરૂઆત થઇ હતી. સૌપ્રથમ ભારતમાં 1 મે 1923ના રોજ ચેન્નાઈમાં મજૂર દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. ભારતમાં લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાનને 1 મે 1923ના રોજ મદ્રાસમાં તેની શરૂઆત કરી હતી.

મજૂર દિવસનું મહત્વ (Labour Day 2024 Significance)

લેબર ડે ઉજવવાનો મુખ્ય ઉદેશ્ય મજૂરોની સિદ્ધીઓનું સન્માન કરવાનો અને તેમના દ્વારા અપાયેલા યોગદાનને યાદ કરવાનો છે. આ સાથે મજૂર દિવસ પર મજૂર વર્ગને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાની ચર્ચા કરવામાં આવે છે. ઘણા દેશોમાં કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવે છે.

Advertisment

મજૂર દિવસ કોટા (Labour Day 2024 Quotes)

જેના ખભા પર મોટો બોજ છે,
તે ભારત માતાનો પુત્ર ક્યો?
જેણે તેના મહેનતથી ધરતીને સિચા,
તે ભારત માતાનો પુત્ર ક્યો?
તે કોઇનો ગુલામ નથી,
તે પોતાના દમ પર જીવે છે,

શ્રમિક દિવસની શેભેચ્છા

જો આ દુનિયામાં શ્રમિક ન્હોતતો
આજે તાજમહેલ ન્હોત

શ્રમિક દિવસ 2024 શુભકામના

તેની ગેરહાજરીમાં મંજીલ હંમેશા દૂર છે, જે તમારા સપનાને સાકાર કરે છે તે મજૂર છે

હેપી લેબર ડે

ધનવાન બનીને અમીર તેનું સુકૂન ગુમાવે છે,
મજૂર બનીને સૂખી રોટી ખાનાર શ્રમિક આરામથી ઉંઘે છે

Happy Labour Day

હું મજૂર છું મજબૂર નહીં,
તે કહેવામાં મને શર્મ નથી,
આકરો પરિશ્રમ કરીને ખાઉં છું,
હું મિટ્ટીને સોનું બનાવું છું

મજૂર દિવસની શુભેચ્છા

publive-image
Labour Day Quotes : લેબર ડે શુભેચ્છા કોટા

લેબર ડેના દિવસે બેંકમાં રજા (Labour Day Bank Holiday)

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની જાહેરાત પ્રમાણે 1 મે એટલે કે મજૂર દિવસ પર બેંકમાં રજા હશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના હોલીડે કેલેન્ડર શેડ્યૂલ મુજબ મે 2024માં બેંકો 14 દિવસ માટે બંધ રહેશે.

આ પણ વાંચો : કોવિશિલ્ડ વેક્સીન થી હાર્ટ એટેક આવી શકે છે! AstraZeneca એ પહેલીવાર કબૂલી TTS ની વાત, જાણો શું છે આ બીમારી

1 મે: મહારાષ્ટ્ર દિવસ અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે. તમિલનાડુ, આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મણિપુર, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, બંગાળ, ગોવા અને બિહારમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 7 મે : લોકસભા ચૂંટણી 2024 (મંગળવાર) – ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવામાં બેંકો બંધ રહેશે.

વિશ્વ દેશ