લોરેન્સ બિશ્નોઇ ગેંગના 7 શૂટરની ધરપકડ, દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલની ઘણા રાજ્યોમાં કાર્યવાહી

Lawrence Bishnoi Gang : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર કડક કાર્યવાહી કરી. એનઆઈએએ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું

Written by Ashish Goyal
October 25, 2024 17:42 IST
લોરેન્સ બિશ્નોઇ ગેંગના 7 શૂટરની ધરપકડ, દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલની ઘણા રાજ્યોમાં કાર્યવાહી
લોરેન્સ બિશ્નોઇ (Express Photo)

Lawrence Bishnoi Gang, લોરેન્સ બિશ્નોઇ ગેંગ : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લોરેન્સ બિશ્નોઇ ગેંગ વિરુદ્ધ કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગના 7 શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. તમામ શૂટરોની પંજાબ અને અન્ય રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શૂટરો પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.

બિહારના રહેવાસી રિતેશ નામના આ શૂટરની સૌથી પહેલા 23 ઓક્ટોબરના રોજ આઈએસબીટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેના છ સાગરિતો ઝડપાયા હતા. તેમની પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 6 સેમી ઓટોમેટિક પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા છે. અત્યાર સુધી બાબા સિદ્દીકી હત્યા કેસમાં તેમની સંડોવણી તપાસમાં બહાર આવી નથી.

લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ

આ ઉપરાંત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર પણ કડક કાર્યવાહી કરી હતી. એનઆઈએએ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તે ગાયક-રાજકારણી સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પણ આરોપી છે.

અનમોલ બિશ્નોઈ પર 18 ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે

વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અહેવાલો અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો. રિપોર્ટ પ્રમાણે અનમોલ બિશ્નોઇ તેના સ્થાનો બદલતો રહે છે ગયા વર્ષે કેન્યામાં અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. જાણકારી અનુસાર અનમોલ બિશ્નોઈ પર 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તે જોધપુર જેલમાં સજા કાપી ચૂક્યો છે. અનમોલને 7 ઓક્ટોબર, 2021 ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – કાળા હરણના શિકાર બાદ સલમાન ખાને કોરો ચેક આપ્યો હતો, લોરેન્સના પતરાઈ ભાઈનો મોટો દાવો

બાબા સિદ્દીકી હત્યા કેસ

બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે શૂટરો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતા. આ ત્રણેય શંકાસ્પદ શૂટરોએ હત્યા પહેલા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇ સાથે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા વાતચીત કરી હતી.

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં દશેરાની રાત્રે એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અત્યાર સુધી મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે આ કેસમાં 11 લોકોની ધરપકડ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ