Lok Sabha Polls 2024 Phase 1 Live Updates, લોકસભા ચૂંટણી પહેલા તબક્કાનું મતદાન 2024 : લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કાનું મતદાન આજે ખતમ થઇ ગયું છે. પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા સીટો પર મતદાન થયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60.03% વોટિંગ થયું છે.
પ્રથમ તબક્કામાં તમિલનાડુ (39), ઉત્તરાખંડ (5), અરુણાચલ પ્રદેશ (2), રાજસ્થાન (12), મહારાષ્ટ્ર (5), આસામ (5), બિહાર (4), મધ્યપ્રદેશ (6), ઉત્તર પ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (3) અને ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ 1-1 સીટ પર મતદાન થયું છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 ઓપિનિયન પોલ અનુમાન, ભાજપ ફરી બનાવશે મોદી સરકાર? જાણો કેટલી બેઠક પર મળશે જીત
પ્રથમ તબક્કામાં કુલ 16.63 કરોડ મતદારો
પ્રથમ તબક્કામાં કુલ 16.63 કરોડ મતદારોમાંથી 8.4 કરોડ પુરૂષ, 8.23 કરોડ મહિલા અને 11,371 ટ્રાન્સજેન્ડર મતદારો છે. 35 લાખથી વધુ પ્રથમ વખતના મતદારો પણ તેમના મત આપવા માટે પાત્ર છે. કમિશન મુજબ 1,625 ઉમેદવારો (1,491 પુરુષ અને 134 મહિલા) મેદાનમાં છે.