લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કા માટે 25 મે શનિવારે મતદાન થશે. ચૂંટણી 2024 માં શનિવારે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, ઓરિસ્સા હરિયાણા સહિત આઠ રાજ્યોની 58 બેઠકો માટે મતદાન યોજાશે. ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓના મોટા દિગ્ગજો છઠ્ઠા તબક્કાના ચૂંટણી રણ મેદાનમાં છે. ગત ચૂંટણી 2029 માં આ તબક્કાની બેઠકો પર ભાજપનો દબદબો રહ્યો હતો. જેમાં દિલ્હી અને હરિયાણામાં તો ભાજપે ક્લિન સ્વીપ કર્યું હતું અને બાકીના રાજ્યોમાં પણ ભાજપનો દેખાવ સારો રહ્યો હતો. કોંગ્રેસ તો ખાતું પણ ખોલાવી શકી ન હતી. આ સંજોગોમાં ચૂંટણી 2024 માં પણ છઠ્ઠા તબક્કાનું પરિણામ નિર્ણાયક બની શકે છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2019 છઠ્ઠો તબક્કો કોને મળી જીત?
લોકસભા ચૂંટણી પરિણામ 2019 છઠ્ઠા તબક્કા અંગે વાત કરીએ તો આ તબક્કામાં ભાજપનો દબદબો રહ્યો હતો. ગત ચૂંટણીમાં છઠ્ઠા તબક્કા માટે જે બેઠકો પર મતદાન થયું હતું એમાં ભાજપ 40 ટકા બેઠકો જીતી હતી. બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) માત્ર 4 બેઠકો જીતી શકી હતી. મમતા બેનર્જી ની પાર્ટી ટીએમસી 4 બેઠક, જેડયૂ 3, એલજેપી 1, આજસૂ 1 અને નેશનલ કોંગ્રેસને પણ 1 બેઠક મળી હતી. ગત ચૂંટણીમાં છઠ્ઠો તબક્કો ભાજપ માટે જીતનો રહ્યો હતો.
લોક સભા ચૂંટણી 2024 તબક્કો 6 પ્રમુખ ઉમેદવાર અને બેઠક
બેઠક BJP NDA Congress INDIA અને વિપક્ષ કરનાલ મનોહર લાલ ખટ્ટર દિવ્યાંશુ બુધ્ધિરાજા ડમુરિયાગંજ જગદંબિકા પાલ ભિષ્મ શંકર (સમાજવાદી પાર્ટી) ગુડગાંવ રાવ ઇન્દ્રજીત રાજ બબ્બર (કોંગ્રેસ) ફરીદાબાદ કૃષ્ણ પાલ સિંહ મહેન્દ્ર પ્રતાપ સિંહ (કોંગ્રેસ) સંબલપુર ધર્મેન્દ્ર પ્રધાન પ્રણવ પ્રકાશ (બીજેડી) પુરી સંબિત પાત્રા અરુણ મોહન (બીજેડી) સુલ્તાનપુર મેનકા ગાંધી રામભુઆલ નિષાદ (સમાજવાદી પાર્ટી) આઝમગઢ દિનેશ લાલ યાદવ ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી) કુરુક્ષેત્ર નવીન જિંદલ સુશીલ ગુપ્તા રોહતક અરવિંદ શર્મા દીપેન્દ્ર હુડ્ડા ઉત્તર પૂર્વ દિલ્હી મનોજ તિવારી કનૈયા કુમાર નવી દિલ્હી બાસુરી સ્વરાજ સોમનાથ ભારતી પૂર્વ ચંપારણ રાધા મોહન સિંહ રાજેશ કુમાર સિવાન વિજયલક્ષ્મી દેવી (જેડીયૂ) અવધ ચૌધરી બિહારી અનંતનાગ રાજૌરી મીયા અલતાફ અહમદ (નેશનલ કોન્ફેરન્સ) મહેબુબા મુફ્તી (જમ્મુ કાશ્મીર પીડીપી)
ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી 2024 શું સ્થિતિ?
ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી 2024 ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો માટે ગેમ ચેન્જર છે. કરવામાં આવી રહેલા 400 પ્લસના દાવા માટે ભાજપે યૂપીમાં કેસરિયો કરવો જ રહ્યો. આ માટે છઠ્ઠા તબક્કાની 14 બેઠકો પર ભાજપે ક્લિન સ્વીપ કરવું જ રહ્યું. ગત ચૂંટણીમાં ભાજપને અહીં 14 માંથી 9 બેઠકો મળી હતી. માયાવતીની પાર્ટીને 4 બેઠકો અને સમાજવાદી પાર્ટીને એક બેઠક મળ હી. સ્થાનિક રાજકારણની વાત કરીએ તો આ વખતે સ્થિતિમાં ફેરબદલ દેખાઇ રહ્યો છે અને સમાજવાદી પાર્ટી ફરી એકવાર ઉભી થતી દેખાઇ રહી છે. આ સંજોગોમાં ભાજપ માટે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ થઇ શે છે.
ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી 2024 ફેઝ 6, 14 બેઠક અને પ્રમુખ ઉમેદવાર
બેઠક ભાજપ વિપક્ષ અલ્હાબાદ નિરજ ત્રિપાઠી ઉજ્જવલ રમણ સિંહ (કોંગ્રેસ) આંબેડકર નગર રિતેશ પાંડે લાલજી વર્મા (સમાજવાદી પાર્ટી) આઝમગઢ દિનેશ લાલ યાદવ ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી) બસ્તી હરિશ ચંદ્ર દ્વિવેદી રામ પ્રસાદ ચૌધરી (સમાજવાદી પાર્ટી) ભદોહી ડો. વિનોદ કુમાર બિન્દ હરિશંકર (બીએસપી) ડુમરીયાગંજ જગદંબિકા પાલ ભિષ્મા શંકર તિવારી (સમાજવાદી પાર્ટી) જૌનપુર ક્રિપાશંકર સિંહ બાબુ સિંહ કુષ્વા (સમાજવાદી પાર્ટી) લાલગંજ નિલમ સોનકર દરોગા પ્રસાદ સરોજ (સમાજવાદી પાર્ટી) મછલીશહર ભોલાનાથ પ્રિયા સરોજ ફુલપુર પ્રવિણ પટેલ અમર નાથ સિંહ મૌર્ય (સમાજવાદી પાર્ટી) પ્રતાપગઢ સંગમ લાલ ગુપ્તા શિવ પાલ સિંહ પટેલ (સમાજવાદી પાર્ટી) સંત કબીરનગર પ્રવિણ કુમાર નિશાદ લક્ષ્મીકાંત પપ્પુ નિશાદ સરસ્વતી સાકેત મિશ્રા રામશિરોમણી વર્મા સુલતાનપુર મેનકા સંજય ગાંધી રામભુઆલ નિશાદ (સમાજવાદી પાર્ટી)
બિહાર લોકસભા ચૂંટણી 2024 કેવી છે સ્થિતિ?
લોકસભા ચૂંટણી 2024 બિહાર બેઠકોની વાત કરીએ તો અહીં ચૂંટણી રણ મેદાન ટફ છે. ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધન એક થઇને ટક્કર આપી રહ્યું છે. કેટલીક બેઠકો પર ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ બની શકે છે. ભાજપ નેતૃત્વવાળું એનડીએ કેવી રીતે અહીં પોતાની બેઠકો બચાવે છે અને ઇન્ડિયા ગઠબંધન કેવી રીતે ઘૂસ મારે છે એ નિર્ણાયક બની રહેશે. ગત ચૂંટણીમાં અહીં એનડીએનો દબદબો રહ્યો હતો અને 5 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી.
બિહાર લોકસભા ચૂંટણી છઠ્ઠા તબક્કામાં વાલ્મિકી નગર, પશ્વિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, શૌહર, ગોપાલગંજ, સિવાન અને મહારાજગંજ મળી 8 બેઠકો પર મતદાન થશે.
દિલ્હી લોકસભા ચૂંટણી 2024 કેવી છે સ્થિતિ?
લોકસભા ચૂંટણી 2024 એનસીટી ઓફ દિલ્હી સાત બેઠકોની વાત કરીએ તો ભાજપ માટે દબદબો ટકાવી રાખવાની મહેનત છે જ્યારે સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત સાત બેઠકો પર કોંગ્રેસ 3 બેઠક અને આમ આદમી પાર્ટી 4 બેઠક પર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સામે દારુ નીતિ મામલે ચાલી રહેલ કેસ મામલે ભાજપ કેટલો ફાયદો ઉઠાવી શકે છે એ નિર્ણાયક બની શકે છે.
દિલ્હી લોકસભા ચૂંટણી 2024 ફેઝ 6, સાત બેઠક અને પ્રમુખ ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ / આમ આદમી પાર્ટી ચાંદની ચોક પ્રવિણ ખંડેવાલ જયપ્રકાશ અગ્રવાલ (કોંગ્રેસ) પૂર્વ દિલ્હી હર્ષ મલ્હોત્રા કુલદીપ કુમાર, મોનુ (આપ) નવી દિલ્હી બાસુરી સ્વરાજ સોમનાથ ભારતી (આપ) ઉત્તર પૂર્વ દિલ્હી મનોજ તિવારી કન્હૈયા કુમાર (કોંગ્રેસ) ઉત્તર પશ્વિમ દિલ્હી યોગોન્દ્ર ચાંદોલીયા ઉદીત રાજ (કોંગ્રેસ) દક્ષિણ દિલ્હી રામવીર સિંહ બિધુરી રાહી રામ (આપ) પશ્વિમ દિલ્હી કમલજીત શેરાવત મહાબલ મિશ્રા (આપ)
ઝારખંડ લોકસભા ચૂંટણી 2024
ઝારખંડ લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કાના મતદાન અને પરિણામની વાત કરીએ તો ગત ચૂંટણીમાં આ ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકો પર ભાજપ જીત્યું હતું અને એક બેઠક પર આજસૂ જીત્યું હતું. જોકે આ વખતે અહીં પણ બિહારની જેમ ભાજપ સામે કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન ટક્કર આપી રહ્યું છે. જે જોતાં આ વખતે અહીં ચૂંટણી રણ મેદાનમાં ફેરવાઇ છે. ભાજપ સામે બેઠક ગુમાવવાની શક્યતા ઓછી છે પરંતુ વોટ શેર ઘટવાની સંભાવના પ્રવર્તી રહી છે.
લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કામાં ઝારખંડ પ્રદેશની ગિરિદીહ, ધનબાદ, રાંચી અને જમશેદપુર મળી 4 બેઠકો પર મતદાન થશે
જમ્મુ કાશ્મીર લોકસભા ચૂંટણી 2024 – અનંતનાગ બેઠક
લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કા મતદાનની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી બેઠક માટે છઠ્ઠા તબક્કામાં મતદાન થવાનું છે. આ બેઠક ગત ચૂંટણીમાં નેશનલ કોંન્ફ્રેસ જીત્યું હતું. જોકે આ વખતે સ્થિતિ બદલાયેલી દેખાઇ રહી છે અને નેશનલ કોંન્ફ્રેસ સામે સ્થાનિક પીડીપી ટક્કર આપતું દેખાઇ રહ્યું છે.
હરિયાણા લોકસભા ચૂંટણી 2024 10 બેઠક માટે મતદાન
હરિયાણા લોકસભા 10 બેઠકો માટે છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. હરિયાણાની અંબાલા, કુરુક્ષેત્ર, સિરસા, કર્નાલ, સોનીપત, રોહતક, ભિવાની મહેન્દ્રગઢ, ગુરગાંવ અને ફરિદાબાદ બેઠકો માટે શનિવાર ને 25 મેના રોજ મતદાન છે.
પશ્વિમ બંગાળ લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠો તબક્કા
લોકસભા ચૂંટણી 2024 માં પશ્વિમ બંગાળ ખાસ ચર્ચામાં છે. ભાજપ અહીં જીતની અપેક્ષા સાથે એડી ચોટીનું જોર લગાવી આગળ વધી રહી છે. આ સંજોગોમાં મમતા બેનર્જી માટે મુશ્કેલીઓ વધી રહી છે. છઠ્ઠા તબક્કામાં અહીં જે બેઠકો માટે મતદાન થવાનું એ બેઠકોના ગત ચૂંટણીના પરિણામ તપાસીએ તો અહીં 8 બેઠકો પૈકી ભાજપ 5 બેઠક જીત્યું હતું અને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને માત્ર ત્રણ બેઠક મળી હતી. ચૂંટણી 2024 માટે આ બેઠકો નિર્ણાયક બની છે.
પશ્વિમ બંગાળ લોકસભા ચૂંટણી ફેઝ 6, 8 બેઠક અને પ્રમુખ ઉમેદવાર
બેઠક ભાજપ તૃણમુલ કોંગ્રેસ (TMC) બંકુરા ડો. સુભાષ સરકાર અરુપ ચક્રબર્તી બિષ્ણુપુર ખાન સૌમિત્ર સુજાતા મોંડલ ઘટલ ડો. હિરનમોય દિપક અધિકારી ઝારગ્રામ ડો. પ્રણવ તુડુ કાલીપદા સોરેન કંઠી સૌમેન્દુ અધિકારી ઉત્તમ બારિક મેદિનીપુર (મિદનાપુર) અગ્નિમિત્ર પૌલ જૂન માલીઆહ પુરુલિયા જ્યોર્તિમય સિંહ મહાતો શાંતિરામ મહાતો તમ્લુક (તમલુક) અભિજીત ગંગોપાધ્યાય દેબાંગશુ ભટ્ટાચાર્ય
ઓરિસ્સા લોકસભા ચૂંટણી 2024 – છઠ્ઠો તબક્કો
લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કા માટે ઓરિસ્સાની છ બેઠકો માટે મતદાન થવાનું છે. આ છ બેઠકો પૈકી માત્ર બે બેઠકો પર જ ભાજપ ગત ચૂંટણીમાં જીત્યું હતું. જ્યારે બાકીની ચાર બેઠકો પર બીજેડી ઉમેદવાર જીત્યા હતા. આ સંજોગોમાં ભાજપ માટે આ ચૂંટણી મહત્વની બની છે. ભાજપ આ વખતે અહીં ક્લિન સ્વીપ કરવા માટે મથી રહ્યું છે તો સામે હરિફ પાર્ટી પોતાનો દબદબો ટકાવી રાખવા મથી રહ્યું છે.
લોકસભા ચૂંટણી 2024 ના છઠ્ઠા તબક્કામાં ઓરિસ્સા પ્રદેશની સાંબલપુર, કિઓનજાર, ધેનકનાલ, કટક, પુરી અને ભુવનેશ્વર બેઠક પર 25 મેએ મતદાન થશે.