લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની લડાઈ, વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારશે

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ આ વખતે આર યા પારની લડાઈ લડવા જઈ રહી છે. કોંગ્રેસ તેના સિનિયર નેતાઓને ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતારશે.

Written by Kiran Mehta
March 09, 2024 22:54 IST
લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની લડાઈ, વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારશે
લોકસભા ચૂંટણી અને કોંગ્રેસ (ફાઈલ ફોટો)

ક્રિષ્ના બાજપાયી | લોકસભા ચૂંટણી 2024 અને કોંગ્રેસ : થોડા દિવસો પહેલા ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી અને શુક્રવારે કોંગ્રેસે પણ 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ખાસ વાત એ છે કે, તેમાં 4 મહિલાઓ, 15 જનરલ, 24 SC-ST OBC છે. ખાસ વાત એ છે કે, 39 માંથી માત્ર 12 ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી ઓછી છે. આ દર્શાવે છે કે, પાર્ટી તેના જૂના ગાર્ડ્સ એટલે કે, જૂના નેતાઓ પર હજુ વધુ ધ્યાન આપી રહી છે.

કોંગ્રેસ પાર્ટીના 39 લોકસભા ઉમેદવારોની વાત કરીએ તો, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ પણ આ યાદીમાં છે. તેઓ વાયનાડથી સાંસદ હતા અને ફરી એકવાર આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. આ સિવાય છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલથી લઈને શશિ થરૂર સુધીના નામ પણ આ યાદીમાં છે.

કોંગ્રેસે પ્રથમ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી અને બે પૂર્વ મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. શિવ દાહરીયા અને તામ્રધ્વજ સાહુને ટીકીટ આપીને જ્ઞાતિના સમીકરણ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને જે મોટા વિભાગો કોંગ્રેસના મંત્રીઓ સંભાળતા હતા તેમને પણ ભાજપ સામે સારો દેખાવ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજેન્દ્ર સાહુને ટિકિટ આપીને પાર્ટીએ એ પણ કહ્યું છે કે, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજેન્દ્રના કારણે તામ્રધ્વજ સાહુને મહાસમુંદમાં શિફ્ટ થવું પડ્યું.

પાર્ટી માટે સાખ અને વિશ્વસનિયતા બચાવવા ચૂંટણી

ખાસ વાત એ છે કે, પાર્ટીએ પહેલી યાદીમાં કેરળની 20 માંથી 16 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસ પાર્ટી માટે આ ચૂંટણી વધુ મહત્વની છે કારણ કે, છેલ્લી બે ચૂંટણીમાં તેને સતત 100 થી ઓછી બેઠકો મળી છે. આવી સ્થિતિમાં આ ચૂંટણી તેમના માટે ‘કરો યા મરો’ની ચૂંટણી સાબિત થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી ચૂંટણીના મહત્વને ધ્યાનમાં રાખીને પાર્ટીએ બળજબરીથી એવા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ ચૂંટણી લડવાનું ટાળતા હતા.

ખાસ વાત એ છે કે, રાહુલ ગાંધી સિવાય વાયનાડ, શશિ થરૂર, કેસી વેણુગોપાલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય જ્યોત્સના મહંત અને ડીકે સુરેશને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યમાં પણ મહત્વની ઓળખ ધરાવતા નેતાઓને કોંગ્રેસ પસંદગીપૂર્વક ટિકિટ આપી રહી છે.

Lok Sabha Election 2024 and Congress
લોકસભા ચૂંટણી 2024 – કોંગ્રેસ ઉમેદવાર પ્રથમ લીસ્ટ

આ નેતાઓ પર ચૂંટણી લડવાનું દબાણ વધી રહ્યું છે

ચૂંટણીના મેદાનમાં વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારવાનું બતાવે છે કે, મધ્યપ્રદેશમાં કમલનાથ, દિગ્વિજય સિંહથી લઈને જીતુ પટવારી જેવા વરિષ્ઠ નેતાઓને પણ લોકસભાની ચૂંટણી લડવી પડશે. ખાસ વાત એ છે કે, રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પણ જોધપુરથી અને સીપી જોશી પર જયપુર ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી લડવાનું દબાણ છે. એ જ રીતે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા પણ ચૂંટણી લડી શકે છે.

હરિયાણામાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે અને પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું સમગ્ર ધ્યાન વિધાનસભા ચૂંટણી પર છે, પરંતુ એવા અહેવાલો છે કે, કોંગ્રેસ, જે પોતાની વિશ્વસનીયતા બચાવવા માટે લડી રહી છે, તેમને પણ લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે છે. એ જ રીતે રણદીપ સિંહ સુરજેવાલા, કુમારી સેલજા અને કિરણ ચૌધરી પણ ચૂંટણી લડી શકે છે. જ્યારે મહારાષ્ટ્રમાં પાર્ટી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેથી લઈને વિજય વડેટ્ટીવાર, બાલા સાહેબ થોરાત, માણિકરાવ ઠાકરે, કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિક અને પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવાના સંકેતો આપી રહ્યા છે.

આ પ્રતિષ્ઠા માટેની લડાઈ છે

હવે સવાલ એ છે કે, કોંગ્રેસ પાર્ટી વરિષ્ઠ નેતાઓ પર કેમ વધુ વિશ્વાસ બતાવી રહી છે, શું પાર્ટીમાં નેતાઓની કમી છે? અથવા કોઈ વ્યૂહરચના છે? પાર્ટી જાણે છે કે, જો તે આ ચૂંટણીમાં તેના જૂના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તો, તેના માટે ટકી રહેવું મુશ્કેલ બની જશે. એટલા માટે તે નવા નેતાઓને મેદાનમાં ઉતારવાનું સંપૂર્ણપણે ટાળી રહી છે.

પાર્ટી એવા નેતાઓ પર ફોકસ કરી રહી છે, જેઓનું કોંગ્રેસમાં મોટું નામ છે અને પોતપોતાના વિસ્તારો તેમજ આસપાસના વિસ્તારોની રાજનીતિ પર અસર કરી શકે છે. એટલા માટે કોંગ્રેસ એવા નેતાઓ પર ભાર મૂકી રહી છે, જેઓ નામના આધારે પણ લડી શકે અને જીતવાની ક્ષમતા ધરાવતા હોય.

આ પણ વાંચો – “ચાર મહિના નહી, થોડી જ મિનિટો પૂરતી છે” જાણો SBI ને ચૂંટણી બોન્ડનો ડેટા આપવામાં કેટલો સમય લાગશે?

એ જોવાનું રસપ્રદ રહેશે કે, શું વરિષ્ઠ નેતાઓ પર વિશ્વાસ જગાવવાનો પક્ષનો આ નિર્ણય તેના માટે સકારાત્મક નીવડે છે કે, પછી ઘણા લાંબા સમયથી વિવાદોમાં ફસાયેલા આ મોટા નામો પાર્ટીને આનાથી પણ મોટો ફટકો આપી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ