EVM-VVPAT મેચિંગની તમામ અરજીઓ ફગાવવામાં આવી, સુપ્રીમ કોર્ટે વિરોધ પક્ષોને આપ્યો મોટો ઝટકો

EVM VVPAT Matching Case on Supreme Court Verdict : ઈવીએમ અને વીવીપેટ સ્લીપ મેચિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે, જેમાં ચૂંટણી પંચના પક્ષમાં નિર્ણય કરી વિરોધ પક્ષની અરજીઓ ફગાવવામાં આવી છે.

Written by Kiran Mehta
April 26, 2024 13:54 IST
EVM-VVPAT મેચિંગની તમામ અરજીઓ ફગાવવામાં આવી, સુપ્રીમ કોર્ટે વિરોધ પક્ષોને આપ્યો મોટો ઝટકો
ઈવીએમ વીવીપેટ સ્લીપ મેચિંગ પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદો (ફોટો - એક્સપ્રેસ)

EVM VVPAT લોકસભા ચૂંટણી 2024 : લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. બીજી બાજુ, આજે ભારતના ચૂંટણી પંચ અને દેશની ચૂંટણી પ્રક્રિયા માટે પણ મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે, સુપ્રીમ કોર્ટે VVPAT મેચિંગની માંગ કરતી વિરોધ પક્ષોની અરજીને ફગાવી દીધી છે. EVM અને VVPAT (EVM VVPAT વિવાદ) ના 100 ટકા મેચિંગને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર લાંબી સુનાવણી બાદ આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની સુનાવણી પૂરી કરી હતી અને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મહત્વના પ્રશ્નો પણ પૂછ્યા હતા. તમને જણાવી દઈએ કે, ચૂંટણી દરમિયાન EVM અને VVPAT સ્લિપના 100 ટકા મેચિંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

કોર્ટે આ કેસની સુનાવણી 18 એપ્રિલે પૂર્ણ કર્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, પરંતુ તેણે ગત બુધવારે ચૂંટણી પંચને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જે બાદ આજે કોર્ટે આ અરજી પર પોતાનો મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે પંચને નોટિસ મોકલી હતી

ઉલ્લેખનીય છે કે, હાલમાં VVPAT વેરિફિકેશન હેઠળ, લોકસભા મતવિસ્તારની દરેક વિધાનસભાના માત્ર પાંચ મતદાન મથકોના EVM મત VVPAT સાથે મેચ થાય છે. આ કારણે, આ મહિને સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં માત્ર પાંચ રેન્ડમલી સિલેક્ટેડ ઈવીએમની ચકાસણી કર્યા બાદ તમામ ઈવીએમની ગણતરી કરવાની અરજી પર ચૂંટણી પંચને નોટિસ મોકલી હતી.

શંકાના આધારે કોઈ આદેશ આપી શકીએ નહીં : સુપ્રીમ કોર્ટ

તમને જણાવી દઈએ કે, બુધવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે કોઈપણ અન્ય બંધારણીય સત્તાના કામકાજને નિયંત્રિત કરી શકતા નથી. ચૂંટણી પંચે અમારી શંકાઓ દૂર કરી છે, અમે વિચાર પ્રક્રિયાને બદલી શકતા નથી. અમે શંકાના આધારે કોઈ આદેશ આપી શકીએ નહીં.

આ પણ વાંચોચૂંટણી પંચ શા માટે 100 ટકા VVPAT સ્લિપની ગણતરી કરતું નથી? માત્ર પાંચ બૂથની સ્લિપ જ કેમ ગણાય છે?

સુપ્રીમ કોર્ટે ઈવીએમ અંગે ચૂંટણી પંચને કેવા પ્રશ્નો પૂછ્યા હતા

શું કંટ્રોલ યુનિટ અને VVPAT માં કોઈ માઇક્રોકન્ટ્રોલર ઇન્સ્ટોલ કરેલ છે?શું માઇક્રોકન્ટ્રોલર્સ એકવાર પ્રોગ્રામ કરવામાં સક્ષમ છે?EVM માં કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ ઉપલબ્ધ છે?ચૂંટણી પિટિશનની મર્યાદા 30 દિવસ છે અને તેથી ડેટા 45 દિવસ માટે EVMમાં સંગ્રહિત થાય છે પરંતુ, કાયદામાં તેને સુરક્ષિત રાખવાની મર્યાદા 45 દિવસ છે, શું સ્ટોરેજનો સમય વધારી શકાય?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ