લોકસભા ચૂંટણી 2024 : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, મંડીથી અભિનેત્રી કંગના રનૌત, મેરઠથી અરુણ ગોવિલને ટિકિટ

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના છ સહિત કુલ 111 ઉમેદવારો જાહેર કર્યા

Written by Ashish Goyal
Updated : March 24, 2024 22:30 IST
લોકસભા ચૂંટણી 2024 : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર,  મંડીથી અભિનેત્રી કંગના રનૌત, મેરઠથી અરુણ ગોવિલને ટિકિટ
BJP candidates list : હિમાચલ પ્રદેશના મંડીથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપવામાં આવી (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

BJP candidates list : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના છ સહિત કુલ 111 ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં યુપીથી લઈને ઓડિશા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, સિક્કિમ સુધીના ઘણા રાજ્યોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મંડીથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે યુપીના મેરઠથી રામાયણ સિરીયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ અને પુરીથી સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય આજે જ ભાજપમાં સામેલ થયેલા નવીન જિંદાલને હરિયાણાના કુરુક્ષેત્રથી ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા

લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતના છ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં મહેસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, અમરેલીથી ભરત સુતરીયા, વડોદરાથી ડૉ.હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી છે.

પીલીભીતથી જિતેન્દ્ર પ્રસાદ ઉમેદવાર, વરુણ ગાંધીને ટિકિટ ના મળી

ભાજપે સહારનપુરથી રાઘવ લખનપાલ, મુરાદાબાદથી સર્વેશ સિંહ, મેરઠથી અરુણ ગોવિલ, ગાઝિયાબાદથી અતુલ ગર્ગ, અલીગઢથી સતીશ ગૌતમ, હાથરસથી અનુપ બાલ્મીકી, બદાયૂંથી દુર્વિજય સિંહ શાક્ય, બરેલીથી છત્રપતિ સિંહ ગંગવાર, પીલીભીતથી જિતેન્દ્ર પ્રસાદ, સુલ્તાનપુરથી મેનકા ગાંધી, કાનપુરથી રમેશ અવસ્થી, બારાબંકીથી રાજ રાની રાવત અને બહરાઇચથી અરવિંદ ગોંડને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો –  માયાવતીએ યુપીની 7 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો ઉતારીને ઇન્ડિયા ગઠબંધનનો ખેલ બગાડ્યો?

પુરીથી સંબિત પાત્રાને ટિકિટ

ઓડિશામાં ભાજપે આ વખતે બારગઢથી પ્રદિપ પુરોહિત, સુંદરગઢથી જુઅલ ઓરમ, સંબલપુરથી ધર્મેન્દ્ર પ્રધાન, બાલાસોરથી પ્રતાપચંદ્ર સારંગી, પુરીથી સંબિત પાત્રા, ભુવનેશ્વરથી અપરાજિતા સારંગીને ટિકિટ મળી છે.

રાજસ્થાનમાં ગંગાનગરથી પ્રિયંકા બાલન, ઝુંઝુંનુથી શુભકરણ ચૌધરી, જયપુર ગ્રામીણથી રાવ રાજેન્દ્ર સિંહ, જયપુરથી મંજૂ શર્મા, ટોંક સવાઈ માધોપુરથી સુખબીર સિંહ જૌનપુરિયા, અજમેરથી ભાગીરથ ચૌધરી અને રાજસમંદથી મહિમા વિશ્વેશ્વર સિંહને ટિકિટ આપવામાં આવી છે.

બેગૂસરાયથી ગિરિરાજ સિંહ, પટના સાહિબથી રવિશંકર પ્રસાદ

બિહારમાં ભાજપે પશ્ચિમ ચંપારણથી સંજય જયસ્વાલ, પૂર્વ ચંપારણથી રાધા મોહન સિંહ, મધુબનીથી અશોક કુમાર યાદવ, અરરિયાથી પ્રદીપ કુમાર સિંહ, દરભંગાથી ગોપાલ જી ઠાકુર, મુઝફ્ફરપુરથી રાજભૂષણ નિષાદ, મહારાજગંજથી જનાર્દન સિંહ સિગ્રીવાલ, સારણથી રાજીવ પ્રતાપ રૂડી, ઉજિયારપુરથી નિત્યાનંદ રાય, બેગૂસરાયથી ગિરિરાજ સિંહ, પટના સાહિબથી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. અન્ય ઉમેદવારોમાં પાટલીપુત્રથી રામ કૃપાલ યાદવ, અરાહથી આર.કે.સિંહ, બક્સરથી મિથિલેશ તિવારી, સરમથી શિવેશ રામ, ઔરંગાબાદથી સુશીલ કુમાર સિંહ અને નવાદાથી વિવેક ઠાકુરનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ