પી.ચિદમ્બરમે કહ્યું – ભાજપ હવે રાજનીતિક પાર્ટી નથી પણ નરેન્દ્ર મોદીની પૂજા કરનાર સંપ્રદાય છે

Lok Sabha Election 2024 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે એવી ખાતરી પણ આપી હતી કે કોંગ્રેસના ઢંઢેરામાં વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદા (સીએએ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમ છતાં જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો તેને રદ કરવામાં આવશે

Written by Ashish Goyal
April 21, 2024 16:58 IST
પી.ચિદમ્બરમે કહ્યું – ભાજપ હવે રાજનીતિક પાર્ટી નથી પણ નરેન્દ્ર મોદીની પૂજા કરનાર સંપ્રદાય છે
Lok Sabha Election 2024 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ (ફાઇલ ફોટો)

Lok Sabha Election 2024 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે રવિવારે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર પ્રહાર કર્યો હતો. પી.ચિદમ્બરમે કહ્યું કે ભગવો પક્ષ હવે રાજકીય પક્ષ રહ્યો નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૂજા કરનાર સંપ્રદાય બની ગયો છે. ચિદમ્બરમે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે 10 વર્ષના મોદી શાસનમાં અભિવ્યક્તિની આઝાદીમાં ઘણી ગિરાવટી આવી છે. તેમણે લોકોને ફરી લોકતંત્રને મજબૂત કરવાની અપીલ કરી હતી.

ઈન્ડિયા બ્લોક તમિલનાડુની તમામ 39 બેઠકો જીતશે – પી.ચિદમ્બરમ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે એવી ખાતરી પણ આપી હતી કે કોંગ્રેસના ઢંઢેરામાં વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદા (સીએએ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમ છતાં જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો તેને રદ કરવામાં આવશે. ચિદમ્બરમે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ઈન્ડિયા બ્લોક તમિલનાડુની તમામ 39 અને પોંડિચેરીની એક બેઠક જીતશે.

ચિદમ્બરમે કહ્યું કે ભાજપે 14 દિવસમાં ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે જેનું શીર્ષક ઢંઢેરામાં નથી. તેમણે તેને મોદીની ગેરંટી ગણાવી હતી. તેમણે કહ્યું કે ભાજપ હવે રાજકીય પક્ષ નથી રહ્યો. તે એક સંપ્રદાય બની ગયો છે અને આ તે નરેન્દ્ર મોદીની પૂજા કરે છે.

જો મોદી ત્રીજી વખત સત્તામાં પાછા આવશે બંધારણમાં સુધારો કરી શકે છે – ચિદમ્બરમ

તેમણે દાવો કર્યો હતો કે મોદીની ગેરંટી દરેકને તે દેશોની યાદ અપાવે છે જ્યાં સંપ્રદાયની પૂજા થતી હોય છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં સંપ્રદાય પૂજાને તાકાત મળવાનું શરૂ થયું છે અને તેના કારણે સરમુખત્યારશાહી વધશે. તેમણે આરોપ લગાવ્યો કે 10 વર્ષના મોદી શાસનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સેન્સરશીપ હતી. જો મોદી ત્રીજી વખત સત્તામાં પાછા આવશે તો તેઓ બંધારણમાં સુધારો કરી શકે છે. આપણે લોકશાહીને પુનઃસ્થાપિત કરવી પડશે.

આ પણ વાંચો – પ્રથમ તબક્કાના મતદાન બાદ કોણ આગળ – INDIA ગઠબંધન કે BJP? મતદાનની પેટર્નથી સમજો

એ જ રીતે ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ભારતના ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના સાથીઓને દેશના સંસાધનોનો ઉપયોગ કરીને વ્યાપક પ્રચાર કરવા સક્ષમ બનાવવા માટે સાત તબક્કાની ચૂંટણીઓનું આયોજન કર્યું છે.

સાત તબક્કાનું મતદાન 1 જૂને પૂર્ણ થશે અને મતગણતરી 4 જૂને થશે. બીજો તબક્કો 26 એપ્રિલે યોજાશે અને બાકીના તબક્કાઓ 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ યોજાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ