શું ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે છે? કંપનીમાં તૈયાર થવાથી લઈને સ્ટ્રોંગ રૂમમાં જવા સુધી કેવી હોય છે સુરક્ષા

Lok Sabha Election 2024 : વિરોધ પક્ષો સતત ઇવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે વિરોધ પક્ષો આજદિન સુધી ઇવીએમ અંગે કોઇ નક્કર પુરાવા આપી શક્યા નથી, જેના કારણે ઇવીએમ સાથે ચેડાંના તેમના આક્ષેપો વધુ મજબૂત થઇ શકે છે

Written by Ashish Goyal
April 09, 2024 16:15 IST
શું ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે છે? કંપનીમાં તૈયાર થવાથી લઈને સ્ટ્રોંગ રૂમમાં જવા સુધી કેવી હોય છે સુરક્ષા
ઇવીએમ તૈયાર કરવા દરેક મેન્યૂફેક્ચરિંગ યુનિટ માટે ચાર સ્તરીય સુરક્ષા હોય છે (ઇસીઆઈ)

EVM Strong Room Security : લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર ઇવીએમને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. વિરોધ પક્ષો સતત ઇવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે વિરોધ પક્ષો આજદિન સુધી ઇવીએમ અંગે કોઇ નક્કર પુરાવા આપી શક્યા નથી, જેના કારણે ઇવીએમ સાથે ચેડાંના તેમના આક્ષેપો વધુ મજબૂત થઇ શકે છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં 55 લાખથી વધુ ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. શું ઈવીએમ સાથે ચેડાં થઈ શકે છે? આ રિપોર્ટમાં આપણે જાણીએ કે ઈવીએમ ક્યાં તૈયાર થાય છે અને તે તૈયાર થયા બાદ ચૂંટણી સુધી તેને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે.

ચૂંટણીમાં ઈવીએમનો પ્રથમ વખત ઉપયોગ ક્યારે થયો હતો?

ઇવીએમનો વિચાર સૌ પ્રથમ 1977માં આવ્યો હતો. 1979માં ઇવીએમનો પ્રથમ પ્રોટોટાઇપ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો હતો. તેનો સૌપ્રથમ ઉપયોગ 1982ની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. ત્યારે એક ઈવીએમમાં માત્ર 8 ઉમેદવારોના નામ આપવાની સુવિધા હતી. 1989માં 16 ઉમેદવારો માટે ઈવીએમ ડિઝાઈન કરવામાં આવ્યા હતા.

ક્યાં-ક્યાં થાય છે ઈવીએમની મેન્યૂફેક્ચરિંગ?

દેશમાં પાંચ સ્થળોએ ઇવીએમ બનાવવામાં આવે છે. ઇવીએમ હરિયાણાના પંચકુલા, ઉત્તરાખંડના કોટદ્વાર, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, તેલંગાણાના હૈદરાબાદ અને કર્ણાટકના બેંગલુરુમાં તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો – બિહારમાં પીએમ મોદીએ કહ્યું – મારો જન્મ મોજ કરવા માટે થયો નથી, નીતિશ કુમારની કરી પ્રશંસા

જ્યાં ઇવીએમ તૈયાર થાય છે ત્યાં સુરક્ષા કેવી હોય છે

ઇવીએમ તૈયાર કરવા દરેક મેન્યૂફેક્ચરિંગ યુનિટ માટે ચાર સ્તરીય સુરક્ષા હોય છે. પ્રથમ તબક્કામાં કર્મચારીઓને મુખ્ય દ્વારથી આઈડી કાર્ડ દ્વારા એન્ટ્રી આપવામાં આવે છે. બીજા તબક્કામાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવે છે. સાથે જ અંતિમ તબક્કામાં ડિફેન્ડર ગેટ માટે મેન્યુફેક્ચરિંગ રૂમમાં એન્ટ્રી મળે છે.

ઇવીએમને વેયરહાઉસમાં કેવી રીતે મોકલવામાં આવે છે?

ઇવીએમને જેટલી કડક સુરક્ષા હેઠળ તૈયાર કરવામાં આવે છે તેટલી જ કડક સુરક્ષા હેઠળ તેને મેન્યુફેક્ચરિંગ યુનિટથી વેરહાઉસમાં પરિવહન કરવામાં આવે છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં તમામ ટ્રકોને સીલ કરી દેવામાં આવે છે. વાહનના રૂટ પર નજર રાખવા માટે જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું છે. ટ્રકમાં ઇવીએમ લોડિંગ અને અનલોડિંગનો વીડિયો જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે. આ પછી જ્યારે ઈવીએમ વેરહાઉસમાં પહોંચે છે ત્યારે રાષ્ટ્રીય અને સ્થાનિક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ત્યાં પહેલેથી જ હાજર હોય છે.

તેમની હાજરીમાં ઈવીએમને સુરક્ષિત રાખવામાં આવે છે. આ ઇવીએમનું પરીક્ષણ દર મહિને અથવા ક્યારેક ત્રણ મહિનામાં કરવામાં આવે છે. વેયરહાઉસ પર 24 કલાક સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત અહીં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ હાજર છે. બધા વેયરહાઉસ અને સ્ટ્રોંગ રુમમાં પ્રવેશ અને બહાર નીકળવાનો ફક્ત એક જ રસ્તો હોય છે. તે હંમેશાં ડબલ લોકથી સીલ કરવામાં આવે છે. ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખ્યા બાદ તે રૂમની લાઈટ કાપી નાખવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ