/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/priyanka-gandhi.jpg)
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (Photo/X/@priyankagandhi)
lok sabha election 2024, લોકસભા ચૂંટણી 2024 : લોકસભાની ચૂંટણી નજીક છે. ભાજપે 195 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડશે. હાલ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી નહીં પરંતુ દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે કોંગ્રેસ પાર્ટીએ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. દમણ દીવના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ ફરી એકવાર ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
લોકસભા ચૂંટણી 2024 : શું છે ચર્ચા?
લોકસભા ચૂંટણી 2024 અંગે કોંગ્રેસ દમણ અને દીવના પ્રમુખ કેતન પટેલે રવિવારે પોતાના નિવેદન દ્વારા સંકેત આપ્યા છે કે કોંગ્રેસ દમણ અને દીવમાંથી ચૂંટણી લડી શકે છે. ન્યૂઝ એજન્સી ANI એ પટેલને ટાંકીને કહ્યું કે, “પ્રિયંકા ગાંધી દમણ અને દીવમાંથી સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. હું આ પ્રસ્તાવનું સ્વાગત કરું છું.”
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Priyanka-Gandhi-.jpg)
દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP) એ લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે, જેમાં વારાણસી મતવિસ્તારના PM મોદીનો પણ સમાવેશ થાય છે. ભાજપે વારાણસીથી પીએમ મોદીની ઉમેદવારીની જાહેરાત કર્યા પછી, યુપી કોંગ્રેસના વડા અજય રાયે કહ્યું કે વારાણસી કોંગ્રેસની પરંપરાગત બેઠક છે અને આ વખતે કોંગ્રેસ અહીંથી વધુ મજબૂત છે.
આ પણ વાંચોઃ- 10 દિવસ, 12 રાજ્ય અને 29 પ્રોગામ, પીએમ મોદી ઉત્તરથી દક્ષિણ સુધી ભાજપ માટે ચૂંટણી શંખનાદ કરશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાનો કિરેન રિજિજુ, સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખર પણ લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. હાલ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી નથી. માનવામાં આવી રહ્યું છે કે જો પ્રિયંકા ગાંધી દમણ દીવમાંથી ચૂંટણી લડશે તો તે સમગ્ર દક્ષિણ ગુજરાતને અસર કરે તેવો નિર્ણય હશે. કોંગ્રેસે હજુ સુધી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us