ચૂંટણી પંચની નોટિસ : ઉમેદવારને નહીં પણ પાર્ટીને નોટિસ, નોંધપાત્ર ફેરફારના સંકેત

EC MCC notice, ચૂંટણી પંચની નોટિસ : ભૂતકાળમાં ચૂંટણી પંચે પક્ષકારોને સામાન્ય નોટિસ મોકલી છે. પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ વિરુદ્ધ MCC ઉલ્લંઘનની ફરિયાદ હોય છે, ત્યારે નોટિસ પક્ષને બદલે વ્યક્તિગતને જાય છે.

April 26, 2024 09:20 IST
ચૂંટણી પંચની નોટિસ : ઉમેદવારને નહીં પણ પાર્ટીને નોટિસ, નોંધપાત્ર ફેરફારના સંકેત
ચૂંટણી પંચની નોટિસ, લોકસભા ચૂંટણી - Express photo

Written by Damini Nath : Lok Sabha election 2024, EC MCC notice, ચૂંટણી પંચની નોટિસ : લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પ્રચાર પ્રચાર સમયે રાજકીય નેતાઓ આચાર સંહિતાને વળગી રહે એ માટે ચૂંટણી પંચ ખાસ તકેદારી રાખે છે. જોકે, ક્યારેક નેતાઓ આચાર સંહિતાનો ભંગ કરે તો ચૂંટણી પંચ તેમને નોટિસ ફટકારે છે. ગુરુવારે ચૂંટણી પંચને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આચાર સંહિતાના ભંગ બદલ નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. જોકે, સ્ટાર પ્રચારકો દ્વારા આદર્શ આચાર સંહિતા (MCC) ના કથિત ઉલ્લંઘન માટે રાજકીય પક્ષોને ચૂંટણી પંચની પ્રથમ નોટિસ આવી જે ફરિયાદો અંગે સંસ્થાના પ્રતિભાવમાં નોંધપાત્ર ફેરફારનો સંકેત આપે છે.

ચૂંટણી પંચે વ્યક્તિને બદલે પક્ષને ફટકારી નોટિસ

ભૂતકાળમાં ચૂંટણી પંચે પક્ષકારોને સામાન્ય નોટિસ મોકલી છે. પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ વિરુદ્ધ MCC ઉલ્લંઘનની ફરિયાદ હોય છે, ત્યારે નોટિસ પક્ષને બદલે વ્યક્તિગતને જાય છે.

જો કે આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સામેની ફરિયાદો પર ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી છે. નોટિસમાં તે રેખાંકિત કરવામાં આવ્યું છે કે વ્યક્તિગત સ્ટાર પ્રચારકો તેમના પોતાના ભાષણો માટે જવાબદાર છે અને ચૂંટણી પંચ, “કેસ-બાય-કેસ” આધારે તેમના પ્રચારકો દ્વારા કોઈપણ MCC ઉલ્લંઘન માટે રાજકીય પક્ષોને જવાબદાર ઠેરવી શકે છે.

ચૂંટણી પંચનું પગલું જોખમી

એક પૂર્વ ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચનું પગલું જોખમી છે. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “જો તમે કોઈ નેતાની ટિપ્પણી માટે કોઈ પાર્ટીને નોટિસ જારી કરો છો, તો તમારે તે નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો કેટલો અવકાશ છે?” “વધુમાં ચાલો માની લઈએ કે પક્ષનો જવાબ અસંતોષકારક છે. તમે પાર્ટી સામે શું પગલાં લેશો? આ (પગલાં) સાથે તેનો ઈરાદો સ્પષ્ટ નથી.

ચૂંટણી પંચના વલણમાં ફેરફાર એ હાઈ-પ્રોફાઈલ રાજકીય નેતાઓની પૃષ્ઠભૂમિમાં વધુ નોંધપાત્ર છે જેમને ભૂતકાળમાં MCC ઉલ્લંઘન માટે કમિશન દ્વારા સીધી નોટિસ મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃ- ગુજરાત લોકસભા ચૂંટણી : BJPના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હાર્દિક પટેલ ગાયબ, શું છે કારણ? કોંગ્રેસમાં પ્રચાર માટે મળ્યું હતું હેલિકોપ્ટર

2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોનિયા ગાંધી હોય કે નવેમ્બર 2013માં મોદી હોય કે પછી 2014માં અમિત શાહ જ્યારે તેઓ ભાજપના મહાસચિવ હતા, બધાને ચૂંટણી પંચ દ્વારા સીધી નોટિસ આપવામાં આવી હતી. જો કે, એ નોંધવું યોગ્ય છે કે આજ સુધી કોઈપણ વર્તમાન વડાપ્રધાનને MCC ઉલ્લંઘનની ફરિયાદ પર નોટિસ આપવામાં આવી નથી.

ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારની નોટિસ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા 16 માર્ચની લોકસભા ચૂંટણી પર તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેર કરાયેલ “કેલિબ્રેટેડ અભિગમ”નો એક ભાગ છે, જ્યાં “પુનરાવર્તિત ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

આ પણ વાંચોઃ- શું સરકાર લોકોની સંપત્તિ લઈ ગરીબોમાં વહેંચી શકે છે? સમજો 5 મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો

અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે “જવાબદારીનું સ્તર માત્ર વધારવામાં આવી રહ્યું નથી પરંતુ તે રાજકીય પક્ષ સાથે પણ કાયદેસર રીતે જોડવામાં આવી રહ્યું છે જેનો સ્ટાર પ્રચારક સંબંધ ધરાવે છે. ચૂંટણી પંચમાં નોંધણી સમયે રાજકીય પક્ષો પણ બંધારણના આદર્શોને વળગી રહેવા માટે પ્રતિબદ્ધ છે અને અમે તેમને આની યાદ અપાવી છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ