લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

Lok Sabha Election 2024 : ભાજપ સુપ્રિયા શ્રીનેતના નિવેદન સામે ચૂંટણી પંચમાં ગયું છે તો દિલીપ ઘોષના નિવેદન સામે ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે

Lok Sabha Election 2024 : ભાજપ સુપ્રિયા શ્રીનેતના નિવેદન સામે ચૂંટણી પંચમાં ગયું છે તો દિલીપ ઘોષના નિવેદન સામે ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Dilip Ghosh, Supriya Shrinate, Election Commission

કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

Lok Sabha Election 2024 : કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. એક તરફ ભાજપ સુપ્રિયા સામે ચૂંટણી પંચમાં ગયું છે તો દિલીપના નિવેદન સામે ટીએમસીએ વાંધો ઉઠાવ્યો હતો. હવે બંને નેતાઓને ચૂંટણી પંચે નોટિસ આપીને સ્પષ્ટીકરણ માગ્યું છે. આ સમયે બંને નિવેદનો ચર્ચાનો વિષય બની રહ્યા છે અને તેના કારણે વિવાદ પણ ચાલી રહ્યો છે.

Advertisment

સુપ્રિયા શ્રીનેતે કંગના રનૌત વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી

જો સુપ્રિયા શ્રીનેતના નિવેદનની વાત કરીએ તો તેમણે થોડા દિવસ પહેલા જ ભાજપની મંડી ઉમેદવાર અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. તે અલગ બાબત છે કે શ્રીનેતે દાવો કર્યો હતો કે તેમનું એકાઉન્ટ હેક થયું હતું અને તે નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું ન હતું. તો બીજી તરફ ભાજપના દિલીપ ઘોષે મમતા બેનર્જીને લઇને વાંધાજનક ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીએ સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને ગણાવી ‘શક્તિ સ્વરૂપા’, ફોન પર કરી વાત

દિલીપ ઘોષે મમતા બેનર્જી પર વિવાદાસ્પદ નિવેદન કર્યું

દિલીપ ઘોષે એક નિવેદનમાં કહ્યું હતું કે મમતા ગોવા જાય છે અને કહે છે કે તે ત્યાં એક છોકરી છે, ત્રિપુરા જાય છે અને કહે છે કે તે ત્યાની છોકરી છે. તે પહેલા એ નિર્ણય કરી લે તે તેમના પિતા કોણ છે. હવે આ નિવેદન બાદ ભાજપે સૌથી પહેલા દિલીપ ઘોષને કારણદર્શક નોટિસ મોકલી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવા નિવેદનો ભાજપની પરંપરાની વિરુદ્ધ છે.

Advertisment

બીજી તરફ સુપ્રિયા શ્રીનેતના નિવેદન વિશે વાત કરતા તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે'મંડી'માં શું ચાલી રહ્યું છે. તેમના આ નિવેદન પર હંગામો થયો અને આ જોત જોતા આ મામલો મહિલા આયોગ અને ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. હાલ તો કોંગ્રેસ આ મામલે સાવધાનીથી આગળ વધી રહી છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ કંગનાને હિમાચલની દીકરી ગણાવી છે, વિક્રમાદિત્ય સિંહે પણ તેનું સમર્થન કર્યું છે.

ચૂંટણી પંચ તૃણમૂલ કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 congress ભાજપ