/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Lok-Sabha-election-2024-mumbai-polling.jpg)
લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 20 મેના રોજ 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે Express Photo
Lok Sabha Election 2024 Phase 5 Live Updates, લોકસભા ચૂંટણી પાંચમાં તબક્કાનું મતદાન 2024 : લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 20 મેના રોજ 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. ટર્નઆઉટ એપ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રાત્રે વાગ્યા સુધી 58.18% મતદાન થયું હતું. સાંજે 10 વાગ્યા સુધી બિહારમાં 53.30%, જમ્મુ-કાશ્મીરમાં 55.49%, ઝારખંડમાં 63.06%, લદ્દાખમાં 68.47%, મહારાષ્ટ્રમાં 51.00%, ઉત્તર પ્રદેશમાં 57.79% અને પશ્ચિમ બંગાળમાં 73.07% વોટિંગ થયુ છે.
પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર મતદાન થયું
20 મેના રોજ મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થયું છે. પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠકો (49) પર મતદાન થયું છે.
આ દિગ્ગજો મેદાનમાં
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થઇ ગયું છે. આ તબક્કામાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, કૌશલ કિશોર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા અને યોગી સરકારના મંત્રી દિનેશ સિંહ, પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર, મહારાષ્ટ્ર), શાંતનુ ઠાકુર (બોનગાંવ, પશ્ચિમ બંગાળ), ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર), ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (સરન, બિહાર) પણ મેદાનમાં છે.
- May 20, 2024 23:43 IST
લોકો ભાજપ પ્રત્યે ખૂબ નારાજ છે - અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું લખનૌ, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે જગ્યાએથી આવી રહ્યો છું. દરેક જગ્યાએ લોકો ભાજપ પ્રત્યે ખૂબ નારાજ છે. મારી પાસે લખીને લઇ લો 4 જૂને મોદી સરકાર પાછી આવી રહી નથી.
#WATCH दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने कहा, "मैं लखनऊ, पंजाब, हरियाणा, गुजरात, महाराष्ट्र आदि जगहों से होकर आ रहा हूं, हर जगह भाजपा को लेकर लोगों में बहुत गुस्सा है... मुझसे लिखकर ले लीजिए 4 जून को मोदी सरकार वापस नहीं आ रही है।" pic.twitter.com/ihEsr0CVb5
— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 22:35 IST
પાંચમાં તબક્કામાં સરેરાશ 58 % મતદાન
ટર્નઆઉટ એપ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ પાંચમાં તબક્કામાં સરેરાશ 58.18% મતદાન થયું હતું. રાત્રે 10 વાગ્યા સુધી બિહારમાં 53.30%, જમ્મુ-કાશ્મીરમાં 55.49%, ઝારખંડમાં 63.06%, લદ્દાખમાં 68.47%, મહારાષ્ટ્રમાં 51.00%, ઉત્તર પ્રદેશમાં 57.79% અને પશ્ચિમ બંગાળમાં 73.07% વોટિંગ થયુ છે.
- May 20, 2024 21:39 IST
કોંગ્રેસ દૂરબીનની મદદથી પણ જોવા મળશે નહીં અમિત શાહ
હરિયાણાના ઝજ્જરમાં એક રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ખોટું બોલી રહી છે કે જો ભાજપને બહુમત મળ્યું તો અનામત ખતમ કરી દેવામાં આવશે. જ્યાં સુધી ભાજપ સંસદમાં છે ત્યાં સુધી અનામતને કોઇ અડી શકશે નહીં. રાહુલ ગાંધીએ આ ચૂંટણીની શરૂઆત ભારત જોડો યાત્રા શરુ કરી હતી અને ચૂંટણી ખતમ થતા થતા આ કોંગ્રેસ શોધો યાત્રા થઇ જશે. કોંગ્રેસ દૂરબીનની મદદથી પણ જોવા મળશે નહીં.
#WATCH | Addressing a public rally in Jhajjar, Haryana, Union Home Minister Amit Shah says, "Congress spreading lies that if BJP gets the majority, the reservation will be scrapped. Till the time BJP is in Parliament no one will be able to touch the reservation...Rahul Gandhi at… pic.twitter.com/65wruaaj9i
— ANI (@ANI) May 20, 2024
- May 20, 2024 20:39 IST
પીએમ મોદીએ પટનામાં રોડ શો કર્યો
#WATCH बिहार: प्रधानमंत्री नरेंद्र मोदी ने पटना में रोड शो किया। #LokSabhaElections2024pic.twitter.com/8sghpXU0GV
— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 19:46 IST
જેપી નડ્ડાએ બાંસુરી સ્વરાજના સમર્થનમાં રોડ શો યોજ્યો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નવી દિલ્હી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બાંસુરી સ્વરાજના સમર્થનમાં રોડ શો યોજ્યો. આ દરમિયાન તેમની સાથે દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા પણ હાજર હતા.
#WATCH दिल्ली: भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा ने नई दिल्ली लोकसभा सीट से भाजपा उम्मीदवार बांसुरी स्वराज के समर्थन में रोड शो किया।
इस दौरान दिल्ली भाजपा अध्यक्ष वीरेंद्र सचदेवा भी उनके साथ मौजूद रहे। #LokSabhaElections2024pic.twitter.com/MRClH5lv7o— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 18:39 IST
સલમાન ખાને મતદાન કર્યું
#WATCH मुंबई: अभिनेता सलमान खान ने लोकसभा चुनाव के पांचवें चरण के लिए मतदान किया।
#LokSabhaElection2024https://t.co/AolgmtSct4pic.twitter.com/aLrDIgPijn— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 18:38 IST
અભિનેત્રી માધુરી દિક્ષીતે મતદાન કર્યું
#WATCH मुंबई: अभिनेत्री माधुरी दीक्षित ने लोकसभा चुनाव 2024 के पांचवें चरण के लिए मतदान किया।
उन्होंने कहा, "सभी लोगों से अपील है कि आकर मतदान जरूर करें..."#LokSabhaElections2024https://t.co/UU3geEbGsBpic.twitter.com/vQse96rNjH— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 18:09 IST
સાંજે 5 વાગ્યા સુધી 56.68% મતદાન
ટર્નઆઉટ એપ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ સાંજે 5 વાગ્યા સુધી 56.68% મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી બિહારમાં 52.35%, જમ્મુ-કાશ્મીરમાં 54.21%, ઝારખંડમાં 61.90%, લદ્દાખમાં 67.15%, મહારાષ્ટ્રમાં 48.66%, ઉત્તર પ્રદેશમાં 55.50% અને પશ્ચિમ બંગાળમાં 73% વોટિંગ થયુ છે.
- May 20, 2024 17:58 IST
અભિનેત્રી સારા અલી ખાન અને અમૃતા સિંહે મતદાન કર્યું
#WATCH मुंबई: अभिनेत्री सारा अली खान और अभिनेत्री अमृता सिंह ने लोकसभा चुनाव 2024 के पांचवें चरण के लिए मतदान किया।#LokSabhaElections2024pic.twitter.com/PdGR9WSHHU
— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 17:55 IST
અમિતાભ બચ્ચન, જયા બચ્ચને મતદાન કર્યું
#WATCH मुंबई: अभिनेता अमिताभ बच्चन और अभिनेत्री जया बच्चन ने लोकसभा चुनाव 2024 के पांचवें चरण के लिए मतदान किया।#LokSabhaElections2024pic.twitter.com/sY2Ktj7aC7
— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 17:34 IST
અભિનેતા શાહરુખ ખાન પરિવાર સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યો
#WATCH महाराष्ट्र: अभिनेता शाहरुख खान अपने परिवार के साथ लोकसभा चुनाव के पांचवें चरण के लिए मतदान करने के लिए मुंबई के एक मतदान केंद्र पहुंचे। #LokSabhaElections2024pic.twitter.com/rez2gEylFP
— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 17:11 IST
અભિનેત્રી અનન્યા પાંડેએ વોટ કર્યો
#WATCH मुंबई: अभिनेत्री अनन्या पाण्डे ने लोकसभा चुनाव 2024 के 5वें चरण के लिए मतदान किया।
#LokSabhaElections2024pic.twitter.com/rWw6xJBOs5— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 16:56 IST
અભિનેત્રી રેખાએ મતદાન કર્યું
#WATCH मुंबई: अभिनेत्री रेखा ने लोकसभा चुनाव 2024 के 5वें चरण के लिए मतदान किया। #loksabhaeklection2024
वीडियो माउंट मैरी, बांद्रा से है। pic.twitter.com/MjJ9CuExcJ— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 16:35 IST
અભિનેતા સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન મતદાન માટે પહોંચ્યા
#WATCH मुंबई: अभिनेता सैफ अली खान और करीना कपूर खान
वोट डालने के लिए मुंबई के एक मतदान केंद्र पहुंचे। pic.twitter.com/Z9YnAjQCWy— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 16:34 IST
અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ વોટ આપ્યો
#WATCH अभिनेता अमिर खान और फिल्म निर्माता किरण राव ने मुंबई में एक मतदान केंद्र पर वोट डाला।#LokSabhaElections2024pic.twitter.com/UJ5MyTzZd6
— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
- May 20, 2024 13:46 IST
અભિનેત્રી નિધિ શાહે આપ્યો મત
લોકસભા ચૂંટણીમાં પાંચમા તબક્કા માટે મુંબઈના એક મતદાન કેન્દ્ર પર અભિનેત્રી નિધિ શાહે મત આપ્યો હતો.
- May 20, 2024 13:44 IST
બપોરે 1 વાગ્યા સુધી 36% થી વધુ મતદાન નોંધાયું
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછા મતદાનની ટકાવારી સાથે ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ મુજબ 5 તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 36.73 ટકા મતદાન નોંધાયું હતું.
- May 20, 2024 13:12 IST
મહારાષ્ટ્રના રાજ્યપાલે આપ્યો મત
મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસે આપ્યો મુંબઈ લોકસભા ચૂંટણી માટે આપ્યો મત
- May 20, 2024 12:17 IST
દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે આપ્યો મત
પોતાનો મત આપ્યા બાદ અભિનેતા અનુપમ ખેરે કહ્યું કે આજે લોકતંત્રનો તહેવાર છે. આપણે બહાર નીકળીને આગામી પાંચ વર્ષ માટે પોતાની સરકાર પસંદ કરવા માટે મતદાન કરવું જોઈએ.
- May 20, 2024 12:16 IST
અભિનેતા અનિલ કપૂરે મત આપ્યો
અભિનેતા અનિલ કપૂરે મુંબઈના એક મતદાન મથકમાં લોકસભા ચૂંટણી માટે મત આપ્યો હતો.
- May 20, 2024 12:12 IST
સવારે 11 વાગ્યા સુધી 23%થી વધુ મતદાન નોંધાયું
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછા મતદાનની ટકાવારી સાથે ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ મુજબ સવારે 11 વાગ્યા સુધીના તબક્કા 5માં 23.66 ટકા મતદાન નોંધાયું હતું.
- May 20, 2024 11:18 IST
લોકો બંધારણ અને લોકશાહીની રક્ષા માટે ઉભા થયા છે : રાહુલ ગાંધી
પ્રથમ ચાર તબક્કામાં જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો બંધારણ અને લોકશાહીની રક્ષા માટે ઉભા થયા છે અને ભાજપને હરાવી રહ્યા છે. નફરતની રાજનીતિથી કંટાળી ગયેલો આ દેશ હવે પોતાના મુદ્દાઓ પર મતદાન કરી રહ્યો છે. નોકરી માટે યુવાનો, MSP અને દેવામાંથી મુક્તિ માટે ખેડૂતો, આર્થિક નિર્ભરતા અને સુરક્ષા માટે મહિલાઓ અને વાજબી વેતન માટે મજૂરો. લોકો પોતે ભારત સાથે મળીને આ ચૂંટણી લડી રહ્યા છે અને દેશભરમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. હું અમેઠી અને રાયબરેલી સહિત સમગ્ર દેશને અપીલ કરું છું - બહાર આવો અને તમારા પરિવારોની સમૃદ્ધિ માટે, તમારા પોતાના અધિકારો માટે, ભારતની પ્રગતિ માટે મોટી સંખ્યામાં મતદાન કરો.
https://x.com/RahulGandhi/status/1792393845411656062?
- May 20, 2024 11:13 IST
હેમા માલિનીએ મત આપ્યો
અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ પુત્રી ઈશા દેઓલ સાથે મુંબઈના મતદાન કેન્દ્ર પર મત આપ્યો.
https://x.com/ANI/status/1792422218527625547
- May 20, 2024 10:51 IST
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સવારે 9 વાગ્યા સુધીમાં 7.03% મતદાન
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં સવારે 9 વાગ્યા સુધી 7.03 ટકા મતદાન નોંધાયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મતવિસ્તારના કેટલાક વિસ્તારોમાં લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકોની બહાર લાઇન લગાવતા જોવા મળ્યા હતા.
- May 20, 2024 10:48 IST
ટીએમસીનો દાવો ત્રણ કાર્યકરોને ભાજપના ગુંડાઓએ માર માર્યો, 48 ફરિયાદ મળી
એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે પશ્ચિમ બંગાળના સાત સંસદીય મતવિસ્તારોમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન કડક સુરક્ષા વચ્ચે શરૂ થયું હતું. શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ અત્યાર સુધીમાં અનેક આરોપો લગાવ્યા છે, અને દાવો કર્યો છે કે તેના ત્રણ કાર્યકરોને "ભાજપના ગુંડાઓ" દ્વારા મારવામાં આવ્યા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. વધુમાં, તેણે કહ્યું છે કે તેને મતદાન કેન્દ્રોમાંથી 48 ફરિયાદો મળી છે, જેમાંથી મોટાભાગની EVM સંબંધિત ખામીઓ સંબંધિત છે.
- May 20, 2024 10:45 IST
NCના ઉપાધ્યક્ષ અને બારામુલ્લાના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાએ J-K ના લોકોને મત આપવા વિનંતી કરી
“હું માત્ર આશા રાખું છું કે લોકો તેમનો મત આપશે. તેમનો અવાજ લોકશાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે માટે, તેઓએ મતદાન કરવું પડશે, ”જેકેએનસીના ઉપાધ્યક્ષ અને ઉત્તર કાશ્મીર બારામુલ્લા સંસદીય ક્ષેત્રના પક્ષના ઉમેદવાર ઓમર અબ્દુલ્લા કહે છે.
- May 20, 2024 10:21 IST
આ દિગ્ગજો મેદાનમાં
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થવા જઈ રહ્યું છે. આ તબક્કામાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કૌશલ કિશોર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા અને યોગી સરકારના મંત્રી દિનેશ સિંહ જેવા ઉમેદવારો મેદાનમાં છે. આ સિવાય પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર, મહારાષ્ટ્ર), શાંતનુ ઠાકુર (બોનગાંવ, પશ્ચિમ બંગાળ), ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર), ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (સરન, બિહાર) પણ મેદાનમાં છે.
- May 20, 2024 10:07 IST
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આપ્યો મત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઠાણેના મતદાન મથકમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યો હતો.
https://x.com/ANI/status/1792412781960188196
- May 20, 2024 09:16 IST
જાહ્નવી કપૂરે પોતાનો મત આપ્યો
બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે મુંબઈમાં એક મતદાન મથક પર લોકસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો.
- May 20, 2024 09:16 IST
પિયુષ ગોયલે લોકોને મતદાન કરવાની અપીલ કરી
પોતાનો મત આપ્યા બાદ કેન્દ્રીય મંત્રી અને મુંબઈ ઉત્તર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલે કહ્યું કે મુંબઈ અને બાકીના દેશમાં મતદાનનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. જેમ કે પીએમ મોદીએ કહ્યું હતું કે લોકશાહીના આ તહેવારમાં દરેકે ભાગ લેવો જોઈએ. મને વિશ્વાસ છે કે મુંબઈના લોકો મોટી સંખ્યામાં બહાર આવશે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
- May 20, 2024 09:16 IST
શક્તિકાંત દાસે પોતાનો મત આપ્યો
પોતાનો મત આપ્યા પછી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે દરેક ભારતીય માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. ચૂંટણીમાં ભાગ લેવો એ 140 કરોડ લોકો માટે ગર્વની ક્ષણ છે. આજે મતદાન પ્રક્રિયા ખૂબ જ સરળ હતી અને હું ભારતના ચૂંટણી પંચ અને સમગ્ર દેશમાં કાર્યરત તમામ અધિકારીઓને અભિનંદન આપવા માંગુ છું. આ ચૂંટણીઓમાં મતદાન એ દરેક ભારતીય માટે ખરેખર ગર્વની ક્ષણ છે. હું દરેક મતદારને અપીલ કરું છું કે બહાર આવીને મતદાન કરે.
- May 20, 2024 09:15 IST
બડગામના ઇચગામમાં મતદાન માટે લાંબી કતારો
ઇચગામ, બડગામમાં મતદાન મથક પર મત આપવા માટે તેમના વારાની રાહ જોતા મતદારોની લાંબી કતારો. બારામુલા સંસદીય ક્ષેત્ર માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ મતવિસ્તારમાં એનસીના ઓમર અબ્દુલ્લા, પીડીપીના મીર મોહમ્મદ ફૈયાઝ અને જેકેપીસીના સજ્જાદ લોન વચ્ચે મુકાબલો છે.
- May 20, 2024 09:15 IST
બ્રિજેશ પાઠકે મતદાન કર્યું હતું
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠક અને તેમના પરિવારના સભ્યો લખનૌમાં મતદાન મથક પર લોકસભા ચૂંટણી માટે મતદાન કર્યા પછી તેમની શાહીવાળી આંગળીઓ બતાવે છે.
- May 20, 2024 09:15 IST
NDA બિહારમાં 40 સીટો જીતશે - નિત્યાનંદ રાય
કેન્દ્રીય મંત્રી અને ઉજિયારપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિત્યાનંદ રાયે કહ્યું કે NDA બિહારની તમામ 40 બેઠકો જીતશે. બિહારમાં ભારત ગઠબંધનને એક પણ બેઠક નહીં મળે. ચિરાગ પાસવાને તેમની સીટ 5 લાખથી વધુના માર્જીનથી જીતી હતી.
- May 20, 2024 09:15 IST
દિલીપ તિર્કીએ પોતાનો મત આપ્યો
હોકી ઈન્ડિયાના પ્રમુખ અને સુંદરગઢ લોકસભા સીટના બીજેડી ઉમેદવાર દિલીપ તિર્કીએ સુંદરગઢમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો. ભાજપે આ બેઠક પરથી પોતાના વર્તમાન સાંસદ જુઆલ ઓરામને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે જનાર્દન દેહુરીને મેદાનમાં ઉતાર્યા છે.
- May 20, 2024 08:16 IST
પીએમ મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી
પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું આ તબક્કામાં તમામ તળાવોને મારું વચન છે કે તેઓ ચોક્કસપણે પોતાનો મત આપશે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવશે. લોકશાહીના આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મહિલાઓ અને યુવા મતદારોને મારી ખાસ અપીલ છે.
- May 20, 2024 08:15 IST
નિરંજન જ્યોતિએ પોતાનો મત આપ્યો
કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ હમીરપુરના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
- May 20, 2024 07:43 IST
માયાવતીએ લોકોને મતદાન કરવા અપીલ કરી
બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે હું દરેકને અપીલ કરું છું કે તેઓ બહાર આવીને પોતાનો મત આપે. હું તમામ રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે તેઓ વિકાસ અને લોકોના કલ્યાણના મુદ્દાઓને પ્રાધાન્ય આપે. ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પાર્ટીઓનું કહેવું છે કે તેઓ સરકાર બનાવી રહ્યા છે પરંતુ જ્યારે પરિણામો જાહેર થશે ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે."
- May 20, 2024 07:43 IST
મુકેશ અંબાણીએ કર્યું મતદાન
ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મુંબઈના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.
- May 20, 2024 07:39 IST
અક્ષય કુમાર મતદાન કરવા પહોંચ્યો
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન કરવા માટે અભિનેતા અક્ષય કુમાર મુંબઈના એક પોલિંગ બૂથ પર પહોંચ્યા.
- May 20, 2024 07:39 IST
બસપા પ્રમુખ માયાવતીએ કર્યું મતદાન
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતીએ લખનઉના એક પોલિંગ બૂથ પર લોકસભા ચૂંટણી માટે મતદાન કર્યા બાદ પોતાની શાહીવાળી આંગળી બતાવી હતી.
- May 20, 2024 07:38 IST
ભાજપના ઉમેદવાર રથિન ચક્રવર્તીએ કર્યું મતદાન
હાવડાથી ભાજપના ઉમેદવાર રથિન ચક્રવર્તીએ હાવડાના એક મતદાન કેન્દ્ર પર લોકસભા ચૂંટણી માટે મતદાન કર્યું. ટીએમસીએ આ બેઠક પરથી પોતાના વર્તમાન સાંસદ પ્રસુન બેનર્જીને મેદાનમાં ઉતાર્યા છે.
- May 20, 2024 07:05 IST
સારણ લોકસભા સીટ, જાણો કોની વચ્ચે
સારણ લોકસભા સીટથી ભાજપના રાજીવ પ્રતાપ રૂડીનો મુકાબલો RJD ઉમેદવાર અને લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્ય સાથે છે. રાજીવ પ્રતાપ રૂડી અહીંથી બે વાર સાંસદ ચૂંટાયા છે. રાજીવ પ્રતાપ રૂડીએ રાબડી દેવી અને લાલુ યાદવની પુત્રવધૂ ચંદ્રિકા રાયને હરાવ્યા હતા. રાષ્ટ્રીય જનતા દળના લાલુ યાદવ પણ ચાર વખત સરન બેઠક જીતી ચૂક્યા છે. રોહિણી આચાર્ય વ્યવસાયે ડોક્ટર છે અને તેમણે પોતાની કિડની પોતાના પિતાને દાનમાં આપી હતી.
- May 20, 2024 07:04 IST
હાજીપુર લોકસભા સીટ પર ચિરાગ અને શિવચરણ વચ્ચે જંગ
બિહારની હાજીપુર લોકસભા સીટથી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન મેદાનમાં છે. ચિરાગને એનડીએનું સમર્થન મળી રહ્યું છે. તેમની સામે આરજેડીના શિવચરણ રામ છે. હાજીપુર બેઠક રામવિલાસ પાસવાનની પરંપરાગત બેઠક રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એલજેપી-લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાને અહીંથી 8 વખત જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો. 2019માં રામ વિલાસના ભાઈ પશુપતિ પારસ આ સીટ પરથી સાંસદ બન્યા હતા. ચિરાગ પાસવાન 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં જમુઈ સીટ પરથી જીતીને સાંસદ બન્યા હતા.
- May 20, 2024 07:03 IST
બિહારના મુઝફ્ફરપુર લોકસભા બેઠક માટે જંગ રસપ્રદ
બિહારના મુઝફ્ફરપુર લોકસભા સીટ પર ભાજપે વર્તમાન સાંસદ અજય નિષાદની ટિકિટ કાપીને રામભૂષણ નિષાદને મેદાનમાં ઉતાર્યા છે. અજય નિષાદ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. અજય નિષાદ સતત બે વખત અહીંથી ચૂંટણી જીતી ચૂક્યો છે.
- May 20, 2024 07:03 IST
સીતામઢી લોકસભા સીટ પર કોણ કોણ છે ટક્કર
લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં બિહારની સીતામઢી સીટ પર પણ મતદાન થશે. જો કે આ સીટ પર 14 ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ-એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે છે. બિહાર વિધાન પરિષદના અધ્યક્ષ દેવેશચંદ્ર ઠાકુર જેડી(યુ)ની ટિકિટ પર મેદાનમાં છે. તેમની ટક્કર આરજેડીના અર્જુન રાય સામે છે. હાલ જેડીયુના સુનીલ કુમાર પિન્ટુ અહીંથી સાંસદ છે.
- May 20, 2024 07:02 IST
મધુબની લોકસભા સીટ પર ફરી ભાજપના અશોક યાદવ ચૂંટણી લડ્યા
બિહારની મધુબની લોકસભા સીટની વાત કરીએ તો ભાજપે ફરી અહીંથી વર્તમાન સાંસદ અશોક યાદવને મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો આરજેડીના મોહમ્મદ ફાતમી સામે છે.
- May 20, 2024 07:02 IST
યુપીની 14 સીટોમાંથી આ સીટો પર સૌની નજર
લોકસભા ચૂંટણી LIVE: લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં આજે ઉત્તર પ્રદેશની 14 સીટો પર મતદાન થશે. જેમાં લખનઉ, મોહનલાલગંજ, અમેઠી, રાયબરેલી, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશાંબી, બારાબંકી, ફૈઝાબાદ, કૈસરગંજ અને ગોંડાનો સમાવેશ થાય છે. આમ તો ચૂંટણીમાં દરેક સીટનું પોતાનું આગવું મહત્વ હોય છે, પરંતુ યુપીમાં કેટલીક એવી સીટ છે જેના પર આખા દેશની નજર સ્થિર છે. ઉત્તર પ્રદેશમાં જે બેઠકોને વીઆઈપી કહેવામાં આવી રહી છે તેમાં લખનઉ, અમેઠી, રાયબરેલી, કૈસરગંજ, મોહનલાલગંજ, ફૈઝાબાદ, ફતેહપુર અને કૈસરગંજનો સમાવેશ થાય છે.
- May 20, 2024 06:57 IST
આજે અમેઠી અને રાયબરેલી બેઠક પર સૌની નજર
આજના મતદાનમાં હાઇપ્રોફાઇલ રાયબરેલી અને અમેઠી સીટનો સમાવેશ થાય છે. જ્યાંથી અનુક્રમે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની મેદાનમાં છે.
- May 20, 2024 06:57 IST
આજે લોકસભા ચૂંટણીનું પાંચમા તબક્કાનું મતદાન
લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં આજે 20 મે 2024, સોમવારના દિવસે 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us