How To Check Your Name in Voter List Before Lok Lok Sabha Election Voting : લોકસભા ચૂંટણી 2024 માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, યુપી, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પોંડિચેરી કુલ મળીને 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કુલ 1,625 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1,491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
18મી લોકસભા ચૂંટણી માટે મતદાનના સાત તબક્કામાં 96.8 કરોડ મતદારો મતદાન કરશે. જેમાં 49.7 કરોડ પુરૂષ અને 47.1 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાનું મતદાન શુક્રવાર, 19 એપ્રિલ, 2024ના રોજ થવાનું છે. શું આ તબક્કામાં મતે મતદાન માટે જવાનો છો? જો હા, તો સૌથી પહેલા તમારે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે તપાસવું જોઇએ. તમે મતદાર યાદીમાં નામ છે કે તે ઘરે બેઠાં ઓનલાઇન ચકાસી શકો છો. ચાલો જાણીયે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જો તમારી પાસે મતદાર કાર્ડ હોય તો મતદાર યાદીમાં તમારું નામ તપાસો
જો તમારી પાસે મતદાર કાર્ડ છે અને તમારા વિસ્તારમાં મતદાન થવાનું છે, તો મતદાનના દિવસની રાહ જોયા વગર શક્ય તેટલી વહેલી તકે ખાતરી કરો કે તમારું નામ મતદાર યાદીમાં સામેલ છે કે નહીં. મતદાર યાદીમાં નામ તપાસવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીં જાણો
આ રીતે મતદાર યાદીમાં તમારું નામ ચેક કરો
આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાર યાદી તપાસવાના ઘણા રસ્તા છે. જો તમે ઘરે હોવ અને તમારું નામ મતદાર યાદીમાં સામેલ છે કે નહીં તે જાણવા માંગતા હોવ તો તમે તમારા વિસ્તારના બીએલઓ નો સંપર્ક કરી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે ઓનલાઈન પણ મતદાર યાદી ચેક કરી શકો છો.
મતદાર યાદીમાં નામ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સૌથી પહેલા ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ electoralsearch.eci.gov.in પર જાઓ.
હવે અહીં ત્રણ સેક્શન દેખાશે. તમે ત્રણેય સેક્શનમાં જરૂરી સ્ટેપ્સની મદદથી મતદાર યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો.
તમારું નામ મતદાર યાદી છે કે નહીં તે જાણવા માટે પ્રથમ સેક્શન વડે ચેક કરવા માટે તમારી ભાષા પસંદ કરો અને ત્યારબાદ વોટર આઈડી કાર્ડ નંબર અને તમારા રાજ્યનું નામ દાખલ કરો.
બીજા સેક્શનમાં ઘણી વિગતો પૂછવામાં આવશે.
તેમાં રાજ્યનું નામ દાખલ કર્યા બાદ તમારે ભાષા પસંદ કરવાની રહેશે. તે પછી મતદાર યાદી અનુરૂર તમારું નામ, ત્યારબાદ સંબંધી જેમ કે પિતા, માતા, પતિની માહિતી આપવાની રહેશે. હવે જન્મતારીખ કે ઉંમર, લિંગ, જિલ્લાનું નામ અને વિધાનસભા ક્ષેત્રની માહિતી દાખલ કરો. યાદ રાખો, અહીં લોકસભા મતવિસ્તાર પૂછવામાં આવશે નહીં. ઉપરોક્ત તમામ વિગતો દાખલ કર્યા બાદ તમે કેપ્ચા કોડ દાખલ કરી તમે સર્ચ કરી શકો છો.
ઉપરોક્ત બે રીત ઉપરાંત ત્રીજા સેક્શનનો ઉપયોગ મતદાર યાદીમાં નામ ચેક કરી શકાય છે. રાજ્ય અને ભાષા પસંદ કર્યા પછી તમે મતદાર આઈડી સાથે લિંક કરેલા મોબાઇલ નંબરની મદદથી તમારું નામ ચકાસી શકો છો.
લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કાના મતદાનમાં આંધ્રપ્રદેશની 2 બેઠક, આસામમાં 5 બેઠક, બિહારમાં 4 બેઠક, છત્તીસગઢમાં 1 બેઠક, મધ્યપ્રદેશમાં 6 બેઠક, મહારાષ્ટ્રમાં 5 બેઠક, મણિપુરમાં 2 બેઠક, મેઘાલયમાં 2 બેઠક, મિઝોરમમાં 1 બેઠક, નાગાલેન્ડમાં 1 બેઠક, રાજસ્થાનમાં 12 બેઠક, સિક્કિમમાં 1 બેઠક, તમિલનાડુમાં 39 બેઠક, ત્રિપુરામાં 1 બેઠક, ઉત્તર પ્રદેશમાં 8 બેઠક, ઉત્તરાખંડમાં 5, પશ્ચિમ બંગાળમાં 3, આંદામાન અને નિકોબારમાં 1 બેઠક, જમ્મુ અને કાશ્મીરમાં 1 બેઠક, લક્ષદ્વીપ અને પુડુચેરીની 1-1 1 લોકસભા બેઠક માટે મતદાન થશે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી : એક સમયે 510 સીટો ઉપર લડનારી કોંગ્રેસ પાર્ટી હવે 300થી પણ ઓછી સીટો પર લડવા મજબૂર!
ગુજરાતમાં ક્યારે લોકસભા ચૂંટણી માટે મતદાન થશે?
ગુજરાતમાં 26 લોકસભા બેઠક માટે એક જ દિવસ મતદાન થશે. ગુજરાતમાં 7 મે, 2024ના રોજ 26 લોકસભા બેઠક માટે મતદાન થશે.