લોકસભા ચૂંટણી લડ્યા વગર જ દેશના વડાપ્રધાન બન્યા, એક નેતાએ 10 વર્ષ પીએમ પદે રહી બનાવ્યો રેકોર્ડ, જુઓ યાદી

Prime Minister Of India: લોકસભા ચૂંટણી 2024 બાદ પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખતે વડાપ્રધાન બનશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. ભારતમાં અગાઉ લોકસભાના સાસંદ ન હોવા છતાં ઘણા નેતા દેશના વડાપ્રધાન બન્યા છે. આ યાદીમાં દિગ્ગજ નેતાઓ સામેલ છે.

Written by Ajay Saroya
May 09, 2024 20:46 IST
લોકસભા ચૂંટણી લડ્યા વગર જ દેશના વડાપ્રધાન બન્યા, એક નેતાએ 10 વર્ષ પીએમ પદે રહી બનાવ્યો રેકોર્ડ, જુઓ યાદી
લોકસભા ચૂંટણી લડ્યા વગર ભારતના વડાપ્રધાન બનનાર નેતાઓની યાદી.

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે દેશભરમાં તમામ ચાલી રહ્યું છે. દેશ 18મી લોકસભા માટે પોતાના સાંસદોને ચૂંટવાની તૈયારીમાં છે. ત્રણ તબક્કાના મતદાન બાદ એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓ પોતાની જીતનો દાવો કરી રહી છે ત્યાં બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ પદના શપથ લેવાના દાવા કરવા લાગ્યા છે. સત્તાધારી ગઠબંધન એનડીએ 400 બેઠક જીતવાનો દાવો કરી રહી છે, પરંતુ ભારતમાં એવી પણ ઘટના બની છે તેમાં લોકસભાના સભ્ય ન હોવા છતાં નેતા દેશના વડાપ્રધાન બન્યા છે. આ યાદીમાં ઘણા દિગ્ગજ નેતાઓ સામેલ છે.

વડાપ્રધાન બનવા માટે એક મોટી શરત એ છે કે પીએમ પદના દાવેદાર સંસદના બંને ગૃહ એટલે કે લોકસભા કે રાજ્યસભાના સભ્ય હોવા જોઈએ અને તેના કારણે ઘણા દિગ્ગજ નેતાઓ એવા પણ હતા જે લોકસભાના સભ્ય ન હતા, પરંતુ તેઓ રાજ્યસભાના રસ્તે દેશના વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસના નેતા અને પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહનો રેકોર્ડ છે કે તેઓ દસ વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહીને વડાપ્રધાન પદ પર હતા.

કોંગ્રેસ નેતા ઈન્દિરા ગાંધી ચૂંટણી લડ્યા વગર જ વડાપ્રધાન બન્યા

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દિરા ગાંધી દેશના પહેલા એવા નેતા છે જે લોકસભાના સાંસદ ન હોવા છતાં દેશના વડાપ્રધાન બન્યા હતા. પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીનું 1966માં અચાનક નિધન થયું હતું, જ્યારે ઇન્દિરા રાજ્યસભા સાંસદ હતા અને તેમણે પીએમ પદના શપથ લીધા હતા. જો કે 1967માં તેઓ ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા.

Indira Gandhi | PM Indira Gandhi | india first female prime minister | prime minister Indira Gandhi | India prime minister Name
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ વી વી ગિરી (જમણે) 18 માર્ચ, 1971ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ ઈન્દિરા ગાંધીને શપથ લેવડાવ્યા હતા. (Express Archives)

એચડી દેવગૌડા રાજ્યસભા માંથી વડાપ્રધાન પદે પહોંચ્યા

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા દેશના બીજા એવા વડાપ્રધાન હતા, જેઓ રાજ્યસભાના સભ્ય હતા. તેમણે 1996 ની લોકસભાની ચૂંટણી પછી સંયુક્ત મોરચાની પ્રથમ સરકારનું નેતૃત્વ કર્યું હતું. દેવગૌડા લગભગ એક વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. આ પછી, જ્યારે સંયુક્ત મોરચાના સહયોગી પક્ષો વચ્ચે નેતૃત્વ અંગે કોઈ સર્વસંમતિ ન હતી, ત્યારે દેવગૌડાના નામ પર બધા સંમત થયા હતા.

દેવગૌડા પીએમ બન્યા બાદ રાજ્યસભાના સભ્ય બન્યા હતા, કારણ કે તેની પહેલા તેઓ કર્ણાટકના સીએમ હતા. ખાસ વાત એ છે કે તે દરમિયાન પશ્ચિમ બંગાળના પૂર્વ પીએમ જ્યોતિ બાસુને પણ પીએમ બનાવવા પર સહમતિ બની હતી, પરંતુ ડાબેરી પક્ષોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો અને જ્યોતિ બાસુના પીએમ બનવા પર બ્રેક લગાવી દીધી.

ઇન્દર કુમાર ગુજરાલ રાજ્યસભામાંથી ત્રીજા પીએમ બન્યા

એચડી દેવગૌડાની સરકાર પડી ભાંગ્યા બાદ સંયુક્ત મોરચાની બીજી સરકારને વડાપ્રધાન ઈંદ્ર કુમાર ગુજરાલ બન્યા હતા. વડાપ્રધાન બનતા પહેલા તેઓ રાજ્યસભાના સાંસદ હતા અને દેવગૌડા સરકારમાં મંત્રી પણ હતા. ગુજરાલ જ્યારે પીએમ પદ સંભાળ્યું ત્યારે તેઓ રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

આ પણ વાંચો | મોદીએ લાલુ, કોંગ્રેસ પર હુમલો કરવા 2002 ગોધરા ટ્રેન આગ પરના રિપોર્ટનો મુદ્દો કેમ ઉઠાવ્યો, શું હતો મામલો?

મનમોહન સિંહના નામે સૌથી મોટો રેકોર્ડ

ગુજરાલ બાદ રાજ્યસભામાંથી વડાપ્રધાન બનનારા ચોથા નેતા પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહ હતા. તેઓ દસ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સભ્ય હોવા દરમિયાન તેમણે વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 2004માં યુપીએ સરકારનો હવાલો સંભાળ્યો હતો અને તેઓ 2014 સુધી વડાપ્રધાન હતા. રસપ્રદ વાત એ છે કે 15મી લોકસભા એટલે કે 2009ની ચૂંટણીમાં કોંગ્રેસે મનમોહન સિંહના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ પોતે ચૂંટણી લડ્યા નહોતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ