/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Kunwar-Sarvesh-Singh.jpg)
મુરાદાબાદના ભાજપ ઉમેદવાર કુંવર સર્વેશ સિંહ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યા હતા, તે સમયની તસવીર. (Photo - @kunwarsarvesh_k)
Moradabad BJP Candidate Kunwar Sarvesh Singh Death : લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે જ ભાજપ માટે માઠા સમાચાર આવ્યા હતા. ઉત્તરપ્રદેશની મુરાદાબાદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું શનિવારે 71 વર્ષની વયે કેન્સરને કારણે નિધન થયું હતું. મોટી વાત એ છે કે પહેલા તબક્કામાં મુરાદાબાદ સીટ પર પણ વોટિંગ થયું હતું. આવી સ્થિતિમાં અહીં ભાજપ માટે એક નવો પડકાર ઊભો થયો છે.
આ સમયે દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે મુરાદાબાદ બેઠક પર ફરી એકવાર મતદાન થશે કે કેમ? સૌથી મોટી મૂંઝવણ એ છે કે જો ભાજપના ઉમેદવારનું અવસાન થયું છે, તો શું તેનો અર્થ એ છે કે આખી ચૂંટણી પ્રક્રિયા ફરી એકવાર પુનરાવર્તિત કરવામાં આવશે?
મુદારાબાદ લોકસભા બેઠક પર ફરી મતદાન થશે?
હવે અહીં સમજવા જેવી વાત એ છે કે આવું હાલ કંઈ થવાનું નથી. નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા ચાલુ જ રહેશે. જ્યારે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે ત્યારે તે પછી જ નિર્ણય લેવામાં આવશે કે બેઠક પર ફરીથી મતદાન કરવાની જરૂર છે કે નહીં. હકીકતમાં જો આ વખતે મુરાદાબાદ બેઠક પરથી ભાજપ જીતશે તો ચૂંટણી પંચે તે બેઠકને ચોક્કસ ખાલી જાહેર કરવી પડશે અને ત્યારબાદ ત્યાં ફરી મતદાન કરવામાં આવશે. કારણ કે ભાજપના સર્વેશ સિંહ હવે દુનિયામાં નથી રહ્યા. પણ જો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અહીંથી જીતશે તો તેમને વિજેતા જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં તે લોકસભા બંઠક તેમના નામે થઇ જશે અને ફરીથી મતદાન થશે નહીં.
આમ જોવા જઈએ તો આ વખતે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની વાત કરીએ તો જનતામાં ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. ઘણા વિસ્તારોમાં 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે ઘણા રાજ્યોમાં ઓછું મતદાન જોવા મળ્યું છે. આ વખતે ઓછા મતદાન માટે ઘણા કારણો માનવામાં આવી રહ્યા છે - કાળઝાળ ગરમીથી લઈને લગ્નસરાની સિઝન સુધી ઘણા એવા ફેક્ટર છે જેના કારણે મતદાન કરવા પ્રત્યે લોકોનો ઉત્સાહ થોડો ઓછો છે.
સમજવા જેવી એક વાત એ છે કે, રાજકારણમાં ઓછું મતદાન પણ ઘણું મહત્વ રાખે છે. ઉંચા અને ઓછા બંને મતદાનમાં સત્તા બદલવાની શક્તિ હોય છે. 12 લોકસભા ચૂંટણીમાંથી પાંચ વખત એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ મતદાનની ટકાવારી ઘટી છે ત્યારે શાસકની વિદાય થઇ છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : પ્રથમ તબક્કામાં 4 ટકા ઓછા મતદાન થી ચૂંટણી પંચ ચિંતિત, જાણો વોટિંગ કેમ ઘટ્યું
હવે આ પ્રકારની વોટિંગ પેટર્ન ભાજપ માટે વધુ ચિંતાજનક છે કારણ કે તેમણે લોકસભા ચૂંટણી 2024 માં 400 થી વધારે બેઠક જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટશે તેવો દાવો કરવામાં આવ્યો છે, એક તરફ ભાજપે પોતાના માટે 370 બેઠકો જીતવાનો દાવો કર્યો છે તો બીજી તરફ એનડીએ ને 400થી વધુ બેઠક જીતવાની વાત કહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us