Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઇ ગઇ છે. શુક્રવારે પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. કુલ સાત તબક્કામાં મતદાન થશે. ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારી વધે તે માટે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે. આ યાદીમાં લોકસભાની ચૂંટણીમાં એનઆરઆઇ મતદારોને પણ મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. એનઆરઆઈ વોટર્સ અને વિદેશમાં રહીને કેવી રીતે વોટ આપી શકે છે. તેના વિશે અહીં માહિતી આપી રહ્યા છીએ.
ચૂંટણી પંચ અનુસાર એનઆરઆઈ મતદારો એવા ભારતીય નાગરિક છે જેમણે અન્ય દેશની નાગરિકતા લીધી નથી અને નોકરી, અભ્યાસ કે અન્ય કોઈ કારણથી હાલ દેશમાં નથી. પરંતુ તેમનું નામ તેમના મત વિસ્તારની મતદાર યાદીમાં સામેલ છે. આવા લોકો ભારતમાં ચૂંટણીમાં મત આપવાને પાત્ર છે.
શું બિન-ભારતીય પણ મત આપી શકે છે?
બિન-ભારતીય લોકો ચૂંટણીમાં મત આપી શકતા નથી. તે મતદાર યાદીમાં નોંધણી કરવા માટે પાત્ર નથી. જેમણે અન્ય દેશની નાગરિકતા મેળવવા માટે ભારતની નાગરિકતા છોડી દીધી છે. તે પણ ભારતીય ચૂંટણીની મતદાર યાદીમાં સામેલ થઇ શકે નહીં.
વિદેશમાં વસતા ભારતીય નાગરિકો ચૂંટણીમાં કેવી રીતે ભાગ લઈ શકે?
એનઆરઆઈ મતદારોએ તેમના નામ મતદાર યાદીમાં નોંધણી કરાવવા માટે ફોર્મ 6 એ ભરવાનું રહેશે. આ ફોર્મને ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અથવા તો ભારતીય દૂતાવાસો પાસેથી વિના મૂલ્યે મેળવી શકાય છે. ફોર્મ ભર્યા બાદ તેને પોસ્ટ દ્વારા સંબંધિત ચૂંટણી નોંધણી અધિકારીને મોકલવાનું રહેશે. ફોર્મ 6 એની સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાસપોર્ટની ફોટોકોપી જેવા ડોક્યુમેન્ટ પણ મોકલવાના હોય છે. મતદાર યાદીમાં નામ સામેલ થયા બાદ એનઆરઆઇને મતાધિકાર મળે છે.
આ પણ વાંચો – મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – ઘણા મંદિરોમાં દલિતોને પ્રવેશ નથી, મારું અયોધ્યા જવું તેઓ સહન કરી શક્યા ન હોત
શું એનઆરઆઈ મતદારો ઓનલાઈન વોટિંગ કરી શકે?
મતદાન કરવા માટે એનઆરઆઈ મતદારોએ પોતાના પાસપોર્ટ સાથે ચૂંટણીના દિવસે મતદાન મથકે પહોંચવું પડે છે. લંડન સ્થિત ભારતીય દૂતાવાસના રિપોર્ટ અનુસાર તમે ટપાલ દ્વારા વોટ ન આપી શકો. વિદેશમાં ભારતીય મિશનોમાં મતદાન અને ઓનલાઇન મતદાનની કોઈ જોગવાઈ નથી.
શું એનઆરઆઈ મતદારોને મતદાર ઓળખપત્ર મળે છે?
મતદાન પ્રક્રિયામાં નોંધણી કરાવ્યા બાદ સામાન્ય મતદારને મતદાર ઓળખપત્ર આપવામાં આવે છે. મતદાર ઓળખપત્રને ઈલેક્ટોરલ ફોટો ઓળખપત્ર પણ કહેવામાં આવે છે. આ કાર્ડ મતદાનની સાથે સાથે ઓળખપત્ર તરીકે પણ કામ કરે છે. જો કે જે એનઆરઆઈ વોટર છે તેમને વોટર કાર્ડ આપવામાં આવતું નથી. એનઆરઆઇ મતદારો મતદાન મથક પર પોતાનો પાસપોર્ટ બતાવીને મતદાન કરી શકે છે.
એનઆરઆઈ મતદારનો દરજ્જો મેળવવા માટે કોઈ વ્યક્તિએ ઓછામાં ઓછા સમયગાળા માટે દેશની બહાર રહેવું પડે છે?આવી કોઈ સમય મર્યાદા નથી. જો કોઈ એનઆરઆઈ મતદાર ભારત પાછો આવે તો તેણે સંબંધિત મતદાર નોંધણી અધિકારીને જાણ કરવાની રહેશે. આવી સ્થિતિમાં તે વ્યક્તિને સામાન્ય મતદાર તરીકે રજિસ્ટાર કરાવવામાં આવે છે.