પીએમ મોદીએ કહ્યું - નવાબ, નિઝામ અને સુલ્તાનો સામે રાહુલ ગાંધીનું મોઢું ખુલતું નથી

પીએમ મોદીએ કહ્યું - હું રાજકુમારને પૂછવા માંગુ છું તમે રાજા-રાણીઓનું અપમાન કરો છો અને ટીકા કરો છો, પરંતુ તમે ઘણી સદીઓથી નવાબ, નિઝામ, સુલ્તાન અને બાદશાહો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો વિશે બોલતા નથી

પીએમ મોદીએ કહ્યું - હું રાજકુમારને પૂછવા માંગુ છું તમે રાજા-રાણીઓનું અપમાન કરો છો અને ટીકા કરો છો, પરંતુ તમે ઘણી સદીઓથી નવાબ, નિઝામ, સુલ્તાન અને બાદશાહો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો વિશે બોલતા નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Modi in Belagavi, PM Modi, Lok Sabha Election 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (28 એપ્રિલ)કર્ણાટકના બેલગાવીમાં રેલીને સંબોધી હતી (તસવીર - બીજેપી ટ્વિટર)

Lok Sabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (28 એપ્રિલ)કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ સહિત વિપક્ષ પર ઘણા પ્રહારો કર્યા હતા. વડા પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીએ શિવાજી મહારાજ અને કિત્તુર ચેન્નમ્મા જેવા ભારતના મહાન રાજાઓ અને રાણીઓનું અપમાન કર્યું છે. તેઓ ભાજપના ઉમેદવારો જગદીશ શેટ્ટાર અને અન્ના સાહેબ જોલે માટેની એક રેલીમાં બોલી રહ્યા હતા.

Advertisment

વડાપ્રધાને રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસના રાજકુમારે કહ્યું છે કે ભૂતકાળના રાજા-મહારાજાઓ ક્રૂર શાસકો હતા, જેમણે સામાન્ય લોકોની સંપત્તિ છીનવી લીધી હતી. તેઓએ કહ્યું કે તેઓ નિયમિતપણે પોતાની પ્રજાનું શોષણ કરે છે. તેનો અર્થ શું છે? તેનો અર્થ ફક્ત એટલો જ છે કે તેમણે શિવાજી મહારાજ જેવા મહાન રાજાઓ અને કિત્તુર ચેન્નમ્મા જેવી રાણીઓનું અપમાન કર્યું છે.

હું રાજકુમારને પૂછવા માંગુ છું તમે રાજા-રાણીઓનું અપમાન કરો છો - પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું રાજકુમારને પૂછવા માંગુ છું તમે રાજા-રાણીઓનું અપમાન કરો છો અને ટીકા કરો છો, પરંતુ તમે ઘણી સદીઓથી નવાબ, નિઝામ, સુલ્તાન અને બાદશાહો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો વિશે બોલતા નથી. શું તે એટલા માટે છે કે તમે રાજાઓ અને રાણીઓના યોગદાન વિશે જાણતા નથી અથવા તે એટલા માટે છે કે તમે તુષ્ટિકરણની રાજનીતિમાં વ્યસ્ત રહેવા માંગો છો?

Advertisment

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાને પૂછ્યું કે શું રાજકુમાર મૈસૂરના પરોપકારી રાજાઓના યોગદાન વિશે ખબર છે? રાજાઓ અને રાણીઓનું સુશાસન અને દેશભક્તિ ઐતિહાસિક અને પ્રેરણાદાયક છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી બનારસના રાજાના સહકાર વિના બની નથી. રાણી અહલ્યાબાઈ હોલકર જ હતા જેમણે મંદિરોનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. બરોડાના રાજા જ હતા જેમણે ડો.બી.આર. પ્રતિભાને ઓળખી હતી.

આ પણ વાંચો - પુરુષોતમ રૂપાલાના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીના નિવેદનથી રાજપૂત સમાજમાં આક્રોશ

તેઓએ ડૉ. આંબેડકર સાથે મુલાકાત કરી અને તેમને તેમના દરબારમાં આમંત્રિત કર્યા. રાજાએ તેમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે શું કોંગ્રેસના યુવરાજને આ વિશે કંઈ ખબર છે?

પીએમ મોદીએ કહ્યું - સુલતાનો અને નવાબો સામે બોલવાની હિંમત નથી

પીએમ મોદીએ કહ્યું કે એવું લાગે છે કે તેમનામાં માત્ર રાજાઓ વિરુદ્ધ બોલવાની હિંમત છે, પરંતુ સુલતાન અને નવાબો સામે નહીં. શું તેઓ જાણે છે કે નવાબોએ દેશના ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું હતું? આવા શાસકોની વાત આવે ત્યારે તેમના મોઢા બંધ થઈ જાય છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓને ઔરંગઝેબે કરેલા અત્યાચાર યાદ નથી. તે એવી પાર્ટીઓ સાથે ગઠબંધન કરી રહ્યા છે જે ઔરંગઝેબની પ્રશંસા કરતી રહે છે. તેઓ તે સુલ્તાનોની ટીકા કરતા નથી જેઓ મંદિરોને નષ્ટ કરી રહ્યા હતા અને ગૌહત્યામાં લાગેલા હતા.

પીએમ મોદીએ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ પર પ્રહાર કર્યો

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પોતાની તુષ્ટિકરણ નીતિઓથી પ્રેરિત છે. આવી નીતિઓ માત્ર તેમના શાસનમાં જ નહીં, પરંતુ ઇતિહાસની તેમની રજૂઆતોમાં પણ પ્રતિબિંબિત થાય છે. આ બધું વોટબેંકના રાજકારણને કારણે છે. એટલે જ તેમની નજર વાંકી છે.

પીએમે કહ્યું કે કોંગ્રેસથી વિપરીત અમે કિત્તુર રાની ચેન્નમ્માથી પ્રેરિત છીએ. એનડીએ સરકારે મહિલાઓ માટે સૈન્યની અનેક શાખાઓ ખોલી છે. સૈનિક સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓના પ્રવેશની મંજૂરી આપી છે. બેલગાવીમાં એક સૈનિક શાળા છે જેનું નામ સંગોલી રાયન્નાના નામ પરથી રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય પોલીસ દળોમાં મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

લોકસભા ચૂંટણી 2024 કર્ણાટક રાહુલ ગાંધી ભાજપ PM Narendra Modi