pm modi women rally in west bengal : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પશ્ચિમ બંગાળના બારાસતમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો અને પોતાના ભૂતકાળના દિવસોનો ઉલ્લેખ કરીને પરિવારવાદ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે મેં ખૂબ જ નાની ઉંમરે મારું ઘર છોડી દીધું હતું. હું ફક્ત એક જ ઝોલી સાથે નીકળી ગયો હતો. મારા ખિસ્સામાં એક પૈસો પણ ન હતો, પણ હું એક પણ દિવસ ભૂખ્યો રહ્યો નથી. તેથી જ હું કહું છું કે આ મારો પરિવાર છે. 140 કરોડનો દેશ આ જ મારો પરિવાર છે.
પીએમ મોદીએ કહ્યું – મેં ગરીબી સહન કરી છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે હું મારા ખભા પર ઝોલી રાખીને ચાલતો હતો ત્યારે તે સમયે ગરીબમાં ગરીબ પરિવાર મારી ચિંતા કરતો હતો. પરંતુ આજે જ્યારે હું દેશના ગરીબોની માતાઓ અને બહેનો માટે કંઈક કરી રહ્યો છું, ત્યારે હું આજે તમારું ઋણ ચૂકવી રહ્યો છું. કારણ કે મેં ગરીબી સહન કરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બંગાળી ભૂમિ નારી શક્તિ માટે મોટી પ્રેરણાસ્રોત રહી છે. આ ભૂમિએ ઘણી નારી શક્તિઓ આપી છે. આ દરમિયાન પીએમ મોદીએ તમામ મહિલા શક્તિના નામનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે પરંતુ આ જ ભૂમિ પર ટીએમસીના શાસનમાં અત્યાચારોનું ગંભીર પાપ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – પીએમ મોદી કોલકાતાને આપશે ખાસ ભેટ, પાણીની નીચે દોડશે ટ્રેન, જાણો અંડરવોટર મેટ્રોની વિશેષતા
ટીએમસીના નેતાઓ રાજ્યમાં અત્યાચાર કરી રહ્યા છે – પીએમ મોદી
મોદીએ સંદેશખાલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે અહીં જે થયું તે સાંભળીને બધાનું દિલ ભરાઈ જશે. પરંતુ ટીએમસીને આનાથી કોઈ ફરક પડતો નથી. તે આરોપીઓને બચાવવાની પૂરી કોશિશ કરી રહી છે. મોદીએ કહ્યું કે ટીએમસી સરકારને હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ તરફથી પણ ઝટકો લાગ્યો છે. ટીએમસીના નેતાઓ રાજ્યમાં અત્યાચાર કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, મારા દેશની બહેનો, આ મોદીનો પરિવાર છે. મોદીના શરીરનો એક એક કણ-કણ અને જીવનની દરેક પળ આ પરિવારને સમર્પિત છે. જ્યારે મોદીને કોઇ દુખ આવે છે ત્યારે આ જ માતાઓ, બહેનો અને પુત્રીઓ ઢાલ બનીને ઊભી રહે છે.
પીએમ મોદીએ કહ્યું કે 9 જાન્યુઆરીએ ભાજપે દેશમાં ‘નારી શક્તિ વંદન અભિયાન’ શરૂ કર્યું હતું. આ દરમિયાન દેશભરમાં લાખો સ્વ-સહાય જૂથોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આજે અહીં પશ્ચિમ બંગાળમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી બહેનોનું આટલું મોટું સંમેલન થઇ રહ્યું છે.