મોદી સરકારના 10 વર્ષમાં આવક અસમાનતા વધી : જાણો ખેડૂત, કર્મચારી અને ઉદ્યોગપતિઓ માંથી કોની આવક વધી અને કોની ઘટી

Income Inequalities In Modi Government : મોદી સરકારના 10 વર્ષમાં પગારદાર કર્મચારીઓની સરેરાશ માસિક વાસ્તવિક આવકમાં દર વર્ષે 1 ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજુ ભારતમાં અરબપતિઓની સંખ્યામાં વધી છે અને તેમની આવકમાં પણ 40 થી 60 ટકાનો ઉછાળો આવ્યો છે

Written by Ajay Saroya
April 07, 2024 12:28 IST
મોદી સરકારના 10 વર્ષમાં આવક અસમાનતા વધી : જાણો ખેડૂત, કર્મચારી અને ઉદ્યોગપતિઓ માંથી કોની આવક વધી અને કોની ઘટી
ભારતમાં છેલ્લા 10 વર્ષમાં આવક અસમાનતા વધી છે. (Photo - PMO/Freepik)

Income Inequalities In Modi Government : લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં કૂદી પડ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં રોજગાર, સામાજિક ન્યાય અને લોકશાહીના મૂલ્યો કેન્દ્રમાં છે. કોંગ્રેસે ખેડૂતોને ટેકાના ભાવ એટલે કે એમએસપીની ગેરંટી આપવાનું અને લોન માફ કરવાનું વચન આપ્યું છે.

ભાજપનો ચૂંટણી ઢંઢેરો પણ આવી રહ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી 27 સભ્યોની સમિતિ ભાજપનું સંકલ્પ પત્ર તૈયાર કરી રહી છે (ભાજપ જેને પોતાનો ઢંઢેરો કહે છે). એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વિકસિત ભારત 2047 ઉપરાંત મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો ભાજપના એજન્ડાના કેન્દ્રમાં રહેશે.

જો કે ગત ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને જે વાયદો કર્યો હતો તે હજુ સુધી પૂરો થયો નથી. ખેડૂતોની આવક બમણી થઈ નથી. આ ઉપરાંત પગારદાર કર્મચારીઓની આવકમાં પણ ઘટાડો થયો છે. પરંતુ બીજી બાજુ ભારતમાં અરબપતિઓની સંખ્યામાં વધારો થયો છે અને તેમની આવકમાં પણ 40 થી 60 ટકાનો ઉછાળો આવ્યો છે.

ખેડૂતોની આવક 10 વર્ષમાં કેટલી વધી?

ફેબ્રુઆરી 2016માં એક વીડિયો મેસેજ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તેની ખાતરી કરશે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે પોતાના શપથપત્ર આ વચનનું પુનરાવર્તન કર્યું (આને જ ભાજપ પોતાનો ઢંઢેરો કહે છે).

જો કે પાંચ વર્ષ બાદ આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે ખેડૂતોની આવક બમણી થઈ નથી. મોદી સરકારના શાસનમાં ખેડૂતોની આવકમાં વૃદ્ધિ ધીમી પડી છે.

ચાલો સમજીએ :

2016માં પીએમ મોદી એ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કરી હતી. ધ સ્ક્રોલમાં પ્રકાશિત અરુણાભ સૈકિયાનો અહેવાલ દર્શાવે છે કે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકારે એક સમિતિની રચના કરી હતી, જેણે 20212-13ની નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના આંકડાનો ઉપયોગ કરીને 2015-16માં ભારતીય ખેડૂતોની રાષ્ટ્રીય સરેરાશ વાર્ષિક આવક 96703 રૂપિયા હોવાનો અંદાજ મૂક્યો હતો.

2015-16ના સ્થિર ભાવથી 2022 સુધીમાં ખેડૂતોની આવક 192,694 રૂપિયા થવાની હતી. જો 2022-23ના વર્તમાન ભાવને ધ્યાનમાં લેવામાં આવે તો આવક 271378 રૂપિયા હોવી જોઈએ.

સમિતિએ અંદાજ લગાવ્યો હતો કે જો આ સ્તરથી સાત વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો તેમની આવકમાં વાર્ષિક 10.4 ટકાનો વધારો કરવો પડશે.

2022-23નો ડેટા ઉપલબ્ધ નથી. NSSO એ છેલ્લે 2021માં આંકડા જાહેર કર્યો હતો, જે મુજબ 2018-19માં ખેડૂત પરિવારોની સરેરાશ વાર્ષિક આવક વધીને 122616 રૂપિયા થઈ ગઈ હતી.

તેમાં જણાવાયું છે કે ખેડૂતોની આવકમાં વાર્ષિક વૃદ્ધિ માત્ર 2.8 ટકા (2015-16માં 96703 રૂપિયાથી 2018-19માં 1,22,616 રૂપિયા) રહી છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના કાર્યકાળ (2002-03 થી 2012-13) દરમિયાન ખેડૂતોની આવક વૃદ્ધિનો દર 3 ટકા હતો.

સૈકિયાની દલીલ છે કે મોદી સરકારના શાસનકાળમાં ખેડૂતોની આવકમાં વધારો બિન-કૃષિ આવકના આંકડાને કારણે પણ છે કારણ કે પાક ઉત્પાદનથી થતી આવકમાં 2015-16થી વાર્ષિક 1.5 ટકાનો ઘટાડો થયો છે.

ખેડૂતોની આવક બમણી કરવા અંગેના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ડિસેમ્બર 2023માં કહ્યું હતું કે કૃષિ એ રાજ્યનો વિષય છે. તેમનો જવાબ હતો, રાજ્ય સરકારો રાજ્યમાં કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે યોગ્ય પગલાં લે છે.

આઈસીઆરઆઈઈઆર (ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ)ના પ્રોફેસર અશોક ગુલાટીએ માર્ચ 2023માં ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં એક લેખ લખ્યો હતો, જેમાં સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કઈ દિશામાં પ્રયાસો કરવાની જરૂર છે તે અંગે ખુલાસો કર્યો હતો.

પ્રોફેસર ગુલાટીએ લખ્યુ હતું – જ્યાં સુધી ખેડૂતોની આવક બમણી કરવાની વાત છે, તો આપણે સમજવું જોઈએ કે તેમાં સમય લાગશે. આ વધુ સારા બિયારણ અને વધુ સારી સિંચાઈ મારફતે ઉત્પાદકતામાં વધારો કરીને આમ કરી શકાય છે. આ સાથે ખેડૂતોની પેદાશને કોઈ પણ મુશ્કેલી વિના તે બજારોમાં લઈ જવી પડશે જ્યાં તેમને યોગ્ય ભાવ મળી શકે. આ ઉપરાંત, ઉચ્ચ મૂલ્યના પાકોમાં વિવિધતા લાવવાની અને ખેડૂતોના ખેતરો પર સોલર પેનલ લગાવવાની જરૂર પડશે. માત્ર આવા નક્કર અને સતત પ્રયત્નોથી જ ખેડૂતોની આવક બમણી થવાની અપેક્ષા રાખી શકાય છે. નહીં તો આ સપનું અધૂરું જ રહેશે. “

પગારદાર કર્મચારીઓની આવકમાં પણ ઘટાડો

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ) અને ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ (આઇએચડી) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ અનુસાર, પગારદાર કામદારોની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે.

રિપોર્ટ અનુસાર, 2012 થી 2022 ની વચ્ચે દર વર્ષે નિયમિત પગારદાર કર્મચારીઓની સરેરાશ માસિક વાસ્તવિક કમાણીમાં 1 ટકાનો ઘટાડો થયો છે. આવક પર ફુગાવાની અસર પછી જે રકમ બાકી રહે છે તેને વાસ્તવિક આવક અથવા વાસ્તવિક કમાણી કહેવામાં આવે છે.

પગારદાર લોકોની કમાણી પર અસર નબળી ગુણવત્તાવાળા કામ અને મહામારીને આભારી છે. સત્તાવાર સરકારી ડેટાનો ઉપયોગ કરીને આઇએલઓ દ્વારા કાઢવામાં આવેલા ડેટા અનુસાર, નિયમિત પગારદાર કામદારની સરેરાશ વાસ્તવિક માસિક આવક 2012 માં 12100 રૂપિયા હતી, જે 2022 માં ઘટીને 10925 રૂપિયા થઈ ગઈ છે.

વિવિધ પ્રકારના કર્મચારીઓની માસિક વાસ્તવિક આવક (સ્ત્રોત – આઇએલઓ)

ગયા મહિને જાહેર થયેલા ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 અનુસાર, શહેરી વિસ્તારોમાં કમાણી ગ્રામીણ વિસ્તારોની તુલનામાં ઝડપથી ઘટી છે. 2012માં શહેરમાં જે લોકો મહિને 13,616 રૂપિયાની કમાણી કરતા હતા તેમણે 2022માં તેમની માસિક કમાણી 12616 રૂપિયા થઇ છે. ગામડાંઓમાં કમાણી પણ ઘટે છે, પરંતુ શહેરો કરતાં ઓછી છે. ગ્રામીણ વિસ્તારોમાં માસિક વેતન 2012માં 8966 રૂપિયા હતુ, જે 2022માં 8623 રૂપિયા થયું છે.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી: નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના વચનમાં કેટલો દમ?

ધનિકોની આવકમાં સતત વધારો, અબજોપતિની સંખ્યા પણ વધી

ભારતમાં કુલ 271 અબજોપતિ છે, જેમની સંયુક્ત સંપત્તિ કુલ 1 લાખ કરોડ ડોલર છે, જે દેશની કુલ સંપત્તિના 7 ટકા છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2024ની ટોપ-10 યાદીમાં મુકેશ અંબાણીનું નામ છે, જેમની સંપત્તિ 40 ટકા વધીને 115 અબજ ડોલર થઈ ગઈ છે. આ યાદીમાં 15મા ક્રમે આવેલા ગૌતમ અદાણી 62 ટકા વધીને 86 અબજ ડોલર પર પહોંચી ગયા છે.

નામકંપનીક્રમસંપત્તિવધ/ઘટ
મુકેશ અંબાણીરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ10115 અબજ ડોલર+ 40 ટકા
ગૌતમ અદાણીઅદાણી ગ્રૂપ1586 અબજ ડોલર+62 ટકા
શિવ નાદરએચસીએલ3437 અબજ ડોલર+ 42 ટકા
સાયરસ પૂનાવાલાસીરમ ઇન્સ્ટિટ્યૂટ5525 અબજ ડોલર-7 ટકા
દિલીપ સંઘવીસન ફાર્માસ્યુટિકલ6124 અબજ ડોલર+ 41 ટકા
નોંધ : ટોચના 5 અબજોપતિ ભારતીય

સૌથી વધુ અબજોપતિ વાળા ટોપ -3 દેશ

દેશઅબજોપતિની સંખ્યાનવા અબજોપતિટોપ-100માં કેટલા અબજોપતિઅબજોપતિ મહિલા
ચીન8145515178
અમેરિકા80013240113
ભારત27194519
અબજોપતિઓની સંખ્યાના મામલે ભારત ત્રીજા ક્રમે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ