PM Narendra Modi Bihar : પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના નવાદામાં રેલી કરી હતી. નવાદામાં યોજાયેલી આ રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. નવાદા રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે મોજ કરવા માટે જન્મ્યા નથી. તેમનું મિશન ગરીબીને ખતમ કરવાનું છે.
પીએમ મોદી કહ્યું કે આપણે જે 10 વર્ષમાં હાંસલ કર્યું તે આઝાદી પછીના 60 વર્ષમાં પણ હાંસલ કરી શક્યા નથી. લોકો દ્વારા ચૂંટાયેલી મજબૂત સરકાર દેશ માટે સાહસિક પગલાં લઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધન મોદીની ગેરંટીથી પરેશાન છે. આ દરમિયાન તેમણે બિહારના બદલાયેલી પરિસ્થિતિ માટે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પૂર્વ ડિપ્ટી સીએમ સુશીલ મોદીની પ્રશંસા પણ કરી હતી.
પીએમ મોદીના ભાષણની મોટી વાતો
-પીએમ મોદીએ કહ્યું કે મોદીની ગેરંટી INDI ગઠબંધનને પસંદ આવી રહી નથી. ઇન્ડી ગઠબંધનના એક બહુ મોટા નેતાએ કહ્યું છે કે મોદી તમને જે ગેરંટી આપે છે તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ લોકો કહે છે કે મોદીની ગેરંટી આપવી ગેરકાયદેસર છે. અરે, તમે આટલા ડરી ગયા છો? મોદીની ગેરંટીથી ગભરાઇ રહ્યા છો કે શું?
-તેમણે કહ્યું કે મોદી ગેરંટી એટલા માટે આપે છે કારણ કે તેમની પાસે ગેરંટી પૂરી કરવાની ક્ષમતા છે અને તેમનો ઈરાદો સ્પષ્ટ છે. મોદી ગેરંટી આપે છે કારણ કે તેઓ ગેરંટી પૂરી કરવા માટે સખત મહેનત કરે છે.
આ પણ વાંચો – હિસાબ જરૂરી છે : શું ખરેખર માતા ગંગા સ્વચ્છ થઈ શકી? નમામિ ગંગેનું સત્ય
-વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે INDI ગઠબંધન પાસે ન તો વિઝન છે કે ન તો વિશ્વસનીયતા. દિલ્હીમાં જે લોકો એક સાથે ઉભા રહે છે, અલગ-અલગ રાજ્યોમાં તે એકબીજાને ગાળો આપે છે.
-બિહારના વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે બિહારમાં એકબીજા વચ્ચે સંઘર્ષ છે. આ એવા લોકો છે જે મજબૂરીમાં ભેગા થયા છે અને તેમની મજબૂરીનું એક જ નામ છે – સત્તાનો સ્વાર્થ.
-INDI ગઠબંધનને ભ્રષ્ટાચારીઓનો આધાર ગણાવતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે INDI ગઠબંધન દેશ વિરોધી નફરત તાકાતનું સ્થળ. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધનના લોકો સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરે છે. ઇન્ડી ગઠબંધનમાં સામેલ લોકો ભારતના વધુ એક વિભાજનની વાત કરે છે. કોંગ્રેસ પાર્ટીના નેતા ખુલ્લેઆમ નિવેદન કરી રહ્યા છે કે તે દક્ષિણ ભારતને અલગ કરી દેશે.





