લોકસભા ચૂંટણી 2024 : આ ઉમેદવાર જીતવા નહીં પણ હારવા માટે લડે છે ચૂંટણી, બનાવ્યો છે રેકોર્ડ

K Padmarajan : કે પદ્મરાજન કુલ 238 વખત ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે તેમનો પરાજય થયો છે. ફરી એકવાર તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે.

Written by Ashish Goyal
March 29, 2024 19:27 IST
લોકસભા ચૂંટણી 2024 : આ ઉમેદવાર જીતવા નહીં પણ હારવા માટે લડે છે ચૂંટણી, બનાવ્યો છે રેકોર્ડ
કે પદ્મરાજન કુલ 238 વખત ચૂંટણી લડી ચૂક્યા છે (તસવીર -સોશિયલ મીડિયા)

Lok Sabha Election 2024 Updates: દેશમાં લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે, આ સમયે તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. તેમના તરફથી વાયદાઓ પણ કરવામાં આવી રહ્યા છે, જીતના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આ દેશમાં એક એવી વ્યક્તિ પણ છે જેણે કદાચ સૌથી વધુ ચૂંટણી લડી છે, જેણે અટલ બિહારી વાજપેયીથી લઇને પીએમ મોદી સામે ચૂંટણી લડી ચુક્યો છે. પરંતુ દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુના કે પદ્મરાજનની. જેમણે ચૂંટણી લડવાનો રેકોર્ડ બનાવ્યો છે.

કે પદ્મરાજન કુલ 238 વખત ચૂંટણી લડી ચૂક્યા છે

કે પદ્મરાજન કુલ 238 વખત ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે તેમનો પરાજય થયો છે. ફરી એકવાર તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. ફરી દેશના સૌથી મોટા લોકતાંત્રિક ઉત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છે. 65 વર્ષીય પદ્મરાજને 1988માં પહેલી વાર તમિલનાડુના મેતુરથી ચૂંટણી લડી હતી. તેમનો એક જ ઉદ્દેશ્ય હતો – સામાન્ય માણસ પણ ચૂંટણી લડી શકે છે, તે પણ દેશની જનતાની સેવા કરી શકે છે.

આ પણ વાંચો – ગોવિંદા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા, આ સીટ પરથી લડી શકે છે લોકસભા ચૂંટણી

કે પદ્મરાજનને ચૂંટણી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે

તેઓ કહે છે કે તેઓ ચૂંટણી જીતવા માટે લડી રહ્યા નથી. તેમની સામે કોણ ઉભું છે તેની પણ તેમને પરવા નથી, તેમને માત્ર ચૂંટણી લડવાથી મતલબ છે. આ વખતે પદ્મરાજન તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને ચૂંટણી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.

હવે પદ્મરાજન માત્ર હારવાનો રેકોર્ડ બનાવવા માંગે છે, તેને જીતવાનો કોઇ અર્થ નથી. તેમના જણાવ્યા મુજબ તેમણે અત્યાર સુધીમાં ચૂંટણી પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. તેમને ક્યારેક ડિપોઝીટના પૈસા પણ પાછા મળતા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ