લોકસભા ચૂંટણી : શું વરુણ ગાંધી તેમની માતા માટે ચૂંટણી પ્રચાર નહીં કરે? મેનકા ગાંધીએ શું કહ્યું?

lok Sabha election 2024, Varun Gandhi, લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે પોતાની યાદી જાહેર કરી છે જોકે, ઉત્તર પ્રદેશના ઉમેદવારોના નામ જાહેર થતાં વરુણ ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે ખટાશ ઊભી થઈ હોય એવું લાગે છે.

Written by Ankit Patel
April 02, 2024 07:28 IST
લોકસભા ચૂંટણી : શું વરુણ ગાંધી તેમની માતા માટે ચૂંટણી પ્રચાર નહીં કરે? મેનકા ગાંધીએ શું કહ્યું?
વરુણ ગાંધી અને મેનકા ગાંધીની ફાઇલ તસવીર - Photo - FaceBook

lok Sabha election 2024, Varun Gandhi, લોકસભા ચૂંટણી 2024 : હવે એ વાત લગભગ નક્કી છે કે વરુણ ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉમેદવાર તરીકે જોવા નહીં મળે. આ વખતે ભાજપે પીલીભીતથી યોગી સરકારના મંત્રી જિતિન પ્રસાદને પસંદ કરીને મેદાનમાં ઉતાર્યા છે. વરુણ ગાંધીની માતા અને બીજેપીના વરિષ્ઠ નેતા મેનકા ગાંધી આ વખતે ફરીથી સુલ્તાનપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

હવે વરુણ ગાંધી પોતે લોકસભા ચૂંટણી લડી રહ્યા ન હોવાને કારણે એવું માનવામાં આવતું હતું કે તેઓ તેમની માતાના પ્રચારની જવાબદારી સંભાળશે, પરંતુ હવે આના પર પણ શંકાના વાદળો ઘેરાયા છે. સોમવારે સુલતાનપુર પહોંચેલી મેનકા ગાંધીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે વરુણ ગાંધી અને તેમની પત્ની બીમાર છે.

વાસ્તવમાં મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે શું વરુણ ગાંધી તેમની ચૂંટણી કરાવશે. તેના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું કે, “હાલમાં વરુણ ગાંધી અને તેમની પત્ની બીમાર છે, તેથી તેઓ આરામ કરી રહ્યા છે.”

શું વરુણ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી શકે?

ભાજપે હજુ સુધી રાયબરેલી લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આવી સ્થિતિમાં એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે કોંગ્રેસનો આ ગઢ જીતવા માટે ભાજપ વરુણ ગાંધીને પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે. જ્યારે મેનકા ગાંધીને આ વિશે પૂછવામાં આવ્યું. તેમણે કંઈપણ સ્પષ્ટ કરવાનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યું, “હું ભાજપમાં છું, અન્ય પક્ષનો નેતા નથી કે જે તમને તેના વિશે માહિતી આપી શકે.”

આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી પહેલા કચ્ચાથીવુ ટાપુને લઈ શું હંગામો છે? 1974માં કોંગ્રેસે શ્રીલંકા સાથે કર્યો હતો કરાર? શું છે મામલો

મેનકા ગાંધીની ટિકિટમાં વિલંબ કેમ થયો?

સુલતાનપુરથી બીજેપીના ઉમેદવાર બનેલા મેનકા ગાંધીને જ્યારે ટિકિટની જાહેરાત કરવામાં વિલંબ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડશે તે નિશ્ચિત છે પરંતુ મતવિસ્તાર નક્કી થવાને કારણે જાહેરાતમાં વિલંબ થયો છે. મેનકા ગાંધીએ કહ્યું, “હું ચૂંટણી લડીશ તે નક્કી હતું, પરંતુ કયા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવી તે અંગે વિલંબ થયો.”

આ પણ વાંચોઃ- મેરઠમાં પીએમ મોદીએ કહ્યું – ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી થશે જ, આ છે મોદીની ગેરંટી

શું મેનકા સુલતાનપુર લોકસભા સીટનો ઈતિહાસ તોડી શકશે?

એક પ્રસંગને બાદ કરતાં સુલતાનપુર લોકસભા સીટ પરથી બીજી વખત કોઈ ઉમેદવાર ચૂંટણી જીત્યો નથી. અપવાદ તરીકે, ભાજપના ડીબી રાય 1996 અને 1998માં સતત બે વાર અહીંથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. વર્ષ 2014માં વરુણ ગાંધી સુલતાનપુર લોકસભા સીટ પરથી જીત્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ