લોકસભા ચૂંટણી 2024 : તમારી પાસે વોટર કાર્ડ નથી? તો આ 12 ડોક્યુમેન્ટ વડે પણ મતદાન કરી શકાય છે, જુઓ યાદી

Vote Without Voter Id Card In Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન કરવા તમારી પાસે વોટર આઈડી કાર્ડ હોવી જરૂરી છે. જો તમારી પાસે મતદાર ઓળખપત્ર નથી તો તમે આ 12 ડોક્યુમેન્ટના આધારે પણ વોટિંગ કરી શકો છો. જુઓ સંપૂર્ણ યાદી

Written by Ajay Saroya
Updated : April 19, 2024 17:42 IST
લોકસભા ચૂંટણી 2024 : તમારી પાસે વોટર કાર્ડ નથી? તો આ 12 ડોક્યુમેન્ટ વડે પણ મતદાન કરી શકાય છે, જુઓ યાદી
વોટર કાર્ડ મતદાન માટે જરૂરી દસ્તાવેજ છે. (File Photo)

Vote Without Voter Id Card In Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે સાત તબક્કામાં મતદાન થશે. મત આપવો ભારતના 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકનો અધિકાર છે. દેશના દરેક નાગરિકે તેના બંધારણીય અધિકાર હેઠળ ચૂંટણી માટે મત આપવો જોઈએ. જો કે મતદાન કરવા માટે તમારી પાસે વોટર આઈડી એટલે કે મતદાર ઓળખપત્ર હોવું જરૂરી છે. જો તમારી પાસે મતદાન ઓળખપત્ર નથી તો તમે અન્ય માન્ય ઓળખના પુરાવા વડે પણ વોટિંગ કરી શકો છો.

મતદાન કરવા માટે મતદાર ઓળખપત્ર / વોટર આઈડી જરૂરી

મતદાન કરવા માટે તમારી ઉંમર 18 વર્ષ કે 18 વર્ષથી હોવી જરૂરી છે. જો તમે મત આપવા જવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. મતદાન કરવા માટે મતદારો પાસે મતદાર ઓળખપત્ર હોવું જરૂરી છે, કારણ કે મતદાન મથક પર જઈને મતદાન કરતાં પહેલાં મતદાર ઓળખપત્ર બતાવવું પડે છે. વોટર આઈડી દ્વારા મતદારોની ઓળખની ચકાસણી કરવામાં આવે છે, જેથી કોઈ વ્યક્ અન્ય વ્યક્તિના નામે મત ન આપી જાય.

Voter ID, lok sabha elections 2024
દેશભરમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે (પ્રતિકાત્મક તસવીર)

વોટર આઈડી ખોવાઇ જાય તો શું કરવું?

દેશમાં 18 વર્ષ કે તેથી ઉંમરના દરેક વ્યક્તિને ચૂંટણી પંચ તરફથી મતદાર ઓળખપત્ર ઇશ્યૂ કરવામાં આવે છે. આ મતદાર ઓળખપત્ર એટલે કે વોટર આઈડી વ્યક્તિનો ઓળખનો પુરાવો છે, જે સરકાર માન્ય ગણાય છે. તમારી ઉંમર 18 વર્ષની થઇ ગઇ છે અને મતદાર ઓળખપત્ર માટે અરજી છે, પરંતુ હજી સુધી વોટર આઈડી કાર્ડ તમને મળ્યું નથી અથવા તમારું વોટર આઈડી કાર્ડ ખોવાઇ ગયુ છે. તો શું હું મતદાન કરી શકું છું? આવો પ્રશ્ન દરેક મતદાતાના મનમાં થાય છે. તો ચાલો આ પ્રશ્નનો જવાબ જાણીયે

વોટર આઈડી ઉપરાંત આ ઓળખપત્ર થી પણ મતદાન કરી શકાશે

જો તમારું નામ મતદાર યાદીમાં નોંધાયેલું છે, તો તમે મતદાર ઓળખપત્ર ઉપરાંત અન્ય દસ્તાવેજ વડે પણ તમે મતદાન કરી શકો છો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, વોટર આઈડી ઉપરાંત બીજા પણ ઘણા ડોક્યુમેન્ટ છે જે દેખાડી તમને મતદાન મથક પર વોટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે. ચૂંટણી પંચે આવા 12 ડોક્યુમેન્ટની યાદી આપી છે. તમારું નામ મતદારા યાદીમાં છે તો આ 12 માંથી કોઇ એક દસ્તાવેજ તમારી પાસે હોય તો તમે મત આપી શકાય છે. તો ચાલો જાણીએ કે મતદાર ઓળખપત્ર સિવાય અન્ય ક્યા ડોક્યુમેન્ટ વડે મતદાન કરી શકાય છે.

Election security deposit, Lok Sabha Elections 2024
ભારતમાં ઘણા પ્રકારની ચૂંટણીઓ થાય છે. આથી અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી કરવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)

મત આપવા માટે ડોક્યુમેન્ટની યાદી

મતદાર ઓળખપત્ર / વોટર આઈડી કાર્ડ

આધાર કાર્ડ

પાન કાર્ડ

યુનિક ડિસેબિલિટી આઇડી એટલે કે યુડીઆઇડી આઇડી

સર્વિસ ID કાર્ડ

પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા જારી કરાયેલી પાસબુક

શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલું હેલ્થ ઇન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડ

ડ્રાઇવિંગ લાઇસન્સ

પાસપોર્ટ

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) હેઠળ આરજીઆઈ દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ

પેન્શન કાર્ડ

એમપી-એમએલએ અને એમએલસી માટે સત્તાવાર ઓળખપત્ર જારી

મનરેગા જોબ કાર્ડ

મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત

અત્રે નોંધનિય છે કે, માત્ર ઓળખપત્ર હોવાથી તમે મત આપવા હકદાર બનતા નથી. લોકસભા ચૂંટણી માં મતદાન કરવા માટે મતદાર યાદીમાં તમારું નામ હોવુ જરૂરી છે. તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે પણ ઘરે બેઠાં ઓનલાઇન સરળતાથી ચેક કરી શકો છો. અહીં જાણો મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવાની રીત

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ