લિઝ મૈથ્યુ : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ એનડીએએ 293 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે અને ઇન્ડિયા એલાયન્સને 233 બેઠકો મળી છે. સાથે જ જો ભાજપની વાત કરીએ તો તેને 240 સીટો મળી છે.
ભાજપને આ વખતે પોતાના દમ પર પૂર્ણ બહુમત ન મળ્યા બાદ પાર્ટીના સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે આવા પરિણામ બાદ આગામી સમયમાં પાર્ટીની અંદર મંથન તેજ થઈ શકે છે અને ટોચની નેતાગિરીની કાર્યશૈલીમાં પરિવર્તન માટે અવાજ ઉઠી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે ભાજપે જે રીતે એનડીએના પોતાના સાથી પક્ષોની વાત સાંભળવી પડશે અને તેમને સાથે લઇને ચાલવું પડશે તેવી જ રીતે પક્ષની અંદર વધુ સહમતિથી અભિગમ અપનાવવો પડશે.
ભાજપે પોતાની રણનીતિ બદલવી પડશે
ભાજપના એક વરિષ્ઠ નેતાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ લોકસભા ચૂંટણી ભાજપમાં એક નવો અધ્યાય બનાવશે. નેતૃત્વ હવે સવાલ કે ટીકાથી પર રહ્યું નથી. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર ભાજપ પોતાના સહયોગીઓને એવી જ રીતે મેનેજ કરવા માંગે છે જેવી રીતે અટલ બિહારી વાજપેયીના સમયમાં એનડીએ સરકારે કરી હતી. એટલે કે અસરકારક ગઠબંધન સંકલન સાથે દરેક મોટા નિર્ણય માટે ગઠબંધન ભાગીદારો સાથે અવારનવાર બેઠકો અને ચર્ચા કરવામાં આવશે.
ભાજપના નેતાઓએ કહ્યું કે રાજસ્થાનમાં બેઠકોમાં ઘટ્યા પછી વસુંધરા રાજે અને મધ્ય પ્રદેશમાં જીત બાદ શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રમાં નીતિન ગડકરી અને યુપીમાં રાજનાથ સિંહ જેવા અન્ય દિગ્ગજોનું પાર્ટીમાં મહત્વ વધી જશે.
ભાજપ સમીક્ષા કરશે
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરનારા ભાજપના કેટલાક નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામોથી પાર્ટીમાં તાત્કાલિક કોઈ ફેરફાર થશે નહીં કારણ કે એનડીએ મોદીના નેતૃત્વ હેઠળ લડ્યું હતું. જોકે તેમણે સ્વીકાર્યું કે નેતૃત્વએ તેની કાર્યશૈલીની સમીક્ષા કરવાની અને તેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને નિમણૂકોની વિસ્તૃત ચર્ચા કરવાની જરૂર છે.
આ પણ વાંચો – સાથી પક્ષોની ભૂમિકા અને રાજ રમત, ભાજપની પસંદગીની યોજનાઓ માટે આગળનો રસ્તો મુશ્કેલ
ચૂંટણી પરિણામો બાદ પહેલું પગલું ભરતાં પાર્ટીને જલદી એક રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરવી પડશે કારણ કે જેપી નડ્ડાનો ને લંબાયેલો કાર્યકાળ આ મહિને પુરો થઇ રહ્યો છે. આ પછી રાજ્યોમાં પણ નવા પદાધિકારીઓ સાથે સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરે તેવી શક્યતા છે.
કોંગ્રેસની જીતના કારણે ભાજપના પડકારો વધ્યા
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એક મજબૂત વિપક્ષી નેતા તરીકે ઉભરતાની સાથે કોંગ્રેસે ફરી એક વખત આગળ વધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર ભાજપ વિરોધી દળો જ નહીં પરંતુ પાર્ટીમાં નારાજ અને અસંતુષ્ટ નેતાઓ પણ તેમનો પીછો કરી શકે છે. આ કારણે કોંગ્રેસનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે, જે અનેક જગ્યાએ ભાજપ માટે નવા પડકારો સર્જી શકે છે.
સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે ભાજપ અને આરએસએસ વચ્ચે સીનિયર લેવલ પર કમ્યુનિકેશનને હાલના દિવસોમાં ઝટકો લાગ્યો છે. ભાજપ એક મજબૂત સંગઠન તરીકે વિકસી રહ્યું હોવાથી, ઘણા પ્રમુખ ક્ષેત્રોમાં જમીની સ્તરે તેના આઉટરીચ કાર્યક્રમો માટે સંઘ પરનું તેની નિર્ભરતા ઘટી છે. પાર્ટીના એક સૂત્રએ કહ્યું કે પરંતુ હવે આ ચૂંટણીમાં ભાજપને આંચકો લાગ્યા પછી સંબંધો સુધારવા અને સંદેશાવ્યવહારને નિયમિત કરવાના પ્રયત્નો કરવામાં આવશે.