Lok Sabha Election Result 2024 Live : લોકસભા ચૂંટણી પરિણામ 2024, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો, ઘણી સીટોનું નુકસાન

Lok Sabha Election Result 2024 Updates : લોકસભા ચૂંટણી 2024ના શરૂઆતના વલણો સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને નુકસાન થતું દેખાઇ રહ્યું છે

Lok Sabha Election Result 2024 Updates : લોકસભા ચૂંટણી 2024ના શરૂઆતના વલણો સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને નુકસાન થતું દેખાઇ રહ્યું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Uttar Pradesh, Maharashtra, Lok Sabha Election Result 2024

લોકસભા ચૂંટણી 2024ના શરૂઆતના વલણ પ્રમાણે એનડીએને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Lok Sabha Election Result 2024 Live Updates in Gujarati : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થવાની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતના વલણ પ્રમાણે ભાજપની આગેવાનીમાં એનડીએએ લીડ મેળવી લીધી છે. જોકે એનડીએને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો છે. આ બે રાજ્યોમાં શરૂઆતી વલણ પ્રમાણે ભાજપને ઘણી સીટોનું નુકસાન થઇ રહ્યું છે.

Advertisment

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનને 23 સીટોનું નુકસાન

મહારાષ્ટ્રની લોકસભાની 48 સીટોમાંથી શરૂઆતના વલણ પ્રમાણે ભાજપ 11 સીટો પરથી આગળ ચાલી રહ્યું છે. જ્યારે શિવસેના (ઉદ્ધવ જુથ) 11, કોંગ્રેસ 10, એનસીપી શરદ પવાર 8, શિવસેના (શિંદે જૂથ) 6, એનસીપી (અજિત પવાર જૂથ) 1 અને અન્ય 1 પર આગળ ચાલી રહ્યા છે. જો આ વલણ પરિણામમાં ફેરવાશે તો એનડીએને 18 સીટો મળવાનો અંદાજ છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 29 સીટો મળવાનો અંદાજ છે.

આ પરિણામ રહેશે તો એનડીએને 2019ના મુકાબલે 23 સીટોનું નુકસાન થઇ રહ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને કુલ 41 સીટો મળી હતી. તમને જણાવી દઈએ કે 2019માં ભાજપ અને અવિભાજિત શિવસેના સાથે હતા. તે સમયે ભાજપને 23 અને શિવસેનાને 18 સીટો મળી હતી. બીજી તરફ એનસીપીને 5, કોંગ્રેસને 1 અને AIMIM ને 1 બેઠક મળી હતી.

ઉત્તર પ્રદેશમાં એનડીએ ગઠબંધનને 25 સીટોનું નુકસાન

ઉત્તર પ્રદેશ લોકસભાની 80 સીટોમાંથી શરૂઆતના વલણ પ્રમાણે ભાજપ 37 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. સમાજવાદી પાર્ટી 32, કોંગ્રેસ 8, આરએલડી 2 અને આઝાદ સમાજ પાર્ટી 1 સીટ પર આગળ ચાલી રહ્યા છે. જો આ વલણ પરિણામમાં ફેરવાશે તો એનડીએ ગઠબંધનને 39 સીટો મળવાનો અંદાજ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 40 સીટો મળવાનો અંદાજ છે.

Advertisment

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી પરિણામ 2024, મોદીના મંત્રીઓમાં કોણ આગળ અને કોણ પાછળ, એક ક્લિક પર જુઓ લિસ્ટ

જો આ પરિણામ રહેશે તો એનડીએને 2019ના મુકાબલે 25 સીટોનું નુકસાન થઇ રહ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં એનડીએને કુલ 25 સીટોનું નુકસાન થઇ રહ્યું છે. 2019માં ભાજપને 62 અને અપનાદળને 2 બેઠકો મળી હતી. જ્યારે મહાગઠબંધનમાં રહેલા બસપાને 10, સપાને 4 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રસને 1 બેઠક મળી હતી.

ચૂંટણી પરિણામ 2024 સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ શિવસેના મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024 ઉત્તર પ્રદેશ congress ભાજપ