લોકસભા ચૂંટણી 2024 : પ્રચાર માટે ભાજપ, કોંગ્રેસે ગુગલ, ફેસબુકને કરોડો રૂપિયા આપ્યા

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024માં પૈસા પાણીની જેમ વાપરવામાં આવી રહ્યા છે. 31 માર્ચથી 29 એપ્રિલ ની વચ્ચે 30 દિવસમાં ફક્ત ચાર પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આપ અને ટીએમસી) એ ગુગલ અને મેટા (ફેસબુક) પર જાહેરાત પર 60.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

Written by Ashish Goyal
Updated : May 06, 2024 19:06 IST
લોકસભા ચૂંટણી 2024 : પ્રચાર માટે ભાજપ, કોંગ્રેસે ગુગલ, ફેસબુકને કરોડો રૂપિયા આપ્યા
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024માં પૈસા પાણીની જેમ વાપરવામાં આવી રહ્યા છે (Express File Photo)

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024માં પૈસા પાણીની જેમ વાપરવામાં આવી રહ્યા છે. 31 માર્ચથી 29 એપ્રિલ ની વચ્ચે 30 દિવસમાં ફક્ત ચાર પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આપ અને ટીએમસી) એ ગુગલ અને મેટા (ફેસબુક) પર જાહેરાત પર 60.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. એટલે કે રોજની બે કરોડ જાહેરાતો. ભાજપે ગુગલ અને મેટા પર દરરોજ 92 લાખ રૂપિયા અને કોંગ્રેસે 107 લાખ રૂપિયાનો પ્રચાર ગુગલ અને મેટા પર ચલાવ્યા. આ રકમમાં વિવિધ વેબસાઇટ્સ દ્વારા ગુગલ અને મેટા પર પાર્ટીઓ દ્વારા ચલાવવામાં આવતી જાહેરાતો પર કરવામાં આવતા ખર્ચનો સમાવેશ થતો નથી. જો આ રકમને ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો અબજોમાં જાય છે (કોષ્ટકમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે).

ગુગલ, મેટા પર 31 માર્ચથી 29 એપ્રિલ વચ્ચે કયા પક્ષે કેટલી જાહેરાતો ચલાવી

પ્લેટફોર્મરાજનીતિક પાર્ટીકેટલો ખર્ચ કર્યો
ગુગલ અને મેટાભાજપ27.7 કરોડથી વધારે
કોંગેસ32 કરોડથી વધારે
આમ આદમી પાર્ટી10 લાખથી વધારે
એઆઈટીસી 70 લાખથી વધારે

આ ડેટાનો સ્ત્રોત ગુગલ એડ ટ્રાન્સપરન્સી સેન્ટર અને મેટા એડ લાઇબ્રેરી છે. તેને ધ હિન્દુ અખબારમાં સીએસડીએસના પ્રોફેસર સંજયકુમાર અને અન્ય બે લેખકો દ્વારા ભારતીય ચૂંટણી પ્રણાલીમાં ખર્ચની અસમાનતા અંગે એક લેખ લખવામાં આવ્યો છે.

2019માં કોંગ્રેસ, ભાજપનો ચૂંટણી ખર્ચ 20 અબજ હતો

ચૂંટણીમાં જંગી ખર્ચનો મુદ્દો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસનો કુલ ખર્ચ 20 અબજ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. પબ્લિક રિપ્રેઝન્ટેશન એક્ટ, 1951 હેઠળ ઉમેદવારના ખાનગી ખર્ચની મર્યાદા છે, પરંતુ પક્ષો પર કે ત્રાહિત પક્ષો દ્વારા સીધો ખર્ચ કરવા પર આવો કોઈ પ્રતિબંધ નથી.

આ પણ વાંચો – ગુજરાત સહિત 11 રાજ્યોમાં 7 મેએ મતદાન, અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓ મેદાનમાં

29 જાન્યુઆરીથી 27 એપ્રિલ ની વચ્ચે, કયા પબ્લિસર દ્વારા કઇ પાર્ટીમાં ગુગલ, મેટા પર કેટલી જાહેરાતો ચલાવી

રાજનીતિક દળપ્લેટફોર્મપબ્લિશરકેટલો ખર્ચ કર્યો
ભાજપમેટાઉલ્ટા ચશ્મા108 લાખ
ભાજપમેટાનમો નયાકન- નરેન્દ્ર મોદી ફેન્સ4697 લાખ
ભાજપગુગલ એડ સેન્સ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ0.89 લાખ
ભાજપગુગલઓ 3 એમ ડાયરેક્શનલ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ6.9 લાખ
કોંગ્રેસમેટાકોંગ્રેસ હૈ ના0.3 લાખ
કોંગ્રેસમેટાકોંગ્રેસ સરકાર ભરોસા સરકાર0.13 લાખ
કોંગ્રેસગુગલ ડિઝાઇન બોક્સ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ129 લાખ
તૃણમુલ કોંગ્રેસમેટાતૃણમુલ નબો જોવાર37 લાખ
તૃણમુલ કોંગ્રેસગુગલઆઈપેક716 લાખ

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ)ના ચેરમેન એન.ભાસ્કર રાવનું અનુમાન છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જોકે 2024ની ચૂંટણીનો ખર્ચ 1.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જે બમણાથી વધુ હશે.

દર વર્ષે ચૂંટણી કેવી રીતે મોંઘી થઇ રહી છે

વિશ્વમાં લગભગ 65 દેશો એવા છે કે જેમણે ચૂંટણીમાં પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચની મર્યાદા નક્કી કરી છે. ભારતમાં આવું નથી. 1952માં પહેલી ચૂંટણીમાં 10.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જે 2014માં 3870 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આ આંકડો સરકારી છે.

lok sabha elections 2024

ચૂંટણી યોજવાનો ખર્ચ વધી રહ્યો છે

રાવનું કહેવું છે કે અગાઉ તેમણે 2024ની ચૂંટણીમાં 1.20 લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુક્યો હતો, પરંતુ ઇલેક્ટોરલ બોન્ડના ડેટા જાહેર થયા બાદ તેમણે પોતાના અંદાજમાં સુધારો કર્યો હતો. તેમણે એવી પણ માહિતી આપી હતી કે 1.25 લાખ કરોડમાં ચૂંટણી સાથે જોડાયેલા બધા ખર્ચ સામેલ છે અને તેમાં ચૂંટણીની જાહેરાતના 3-4 મહિના પહેલા થયેલા ખર્ચનું આકલન પણ કર્યું છે. આ ગણતરી મુજબ દરેક મતદાર દીઠ ખર્ચ 1400 રૂપિયા આવે છે. ‘ધ ઇકોનોમિસ્ટ’ નું કહેવું છે કે દુનિયાના કોઈ પણ દેશમાં ચૂંટણીમાં આટલા પૈસા ખર્ચાતા નથી.

સીએમએસના જણાવ્યા અનુસાર 2019માં કુલ ખર્ચના લગભગ 45 ટકા એકલા ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા. રાવનો અંદાજ છે કે આ વખતે કુલ ખર્ચમાં ભાજપનો હિસ્સો વધુ વધશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ