લિઝ મેથ્યુ | Loksabha Election 2024 BJP Master Plan : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ, લોકસભાની ચૂંટણીમાં તેમના રાજકીય વિરોધીઓ કરતાં લોકપ્રિયતા, વિશ્વસનીયતા અને સંસાધનોની દ્રષ્ટિએ ખૂબ આગળ છે. તેમ છતાં તાજેતરની ઘટનાઓ એવી શ્રેણીઓનો સંકેત આપી રહી છે કે, સરકાર ચૂંટણીના ચેસબોર્ડના અંતિમ તબક્કામાં આગળ વધી રહી છે.
રવિવારે ભાજપે તેની પાંચમી ઉમેદવાર યાદી બહાર પાડી, જેમાં ત્રણ નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ માત્ર થોડાક જ સમય પહેલા જ પાર્ટીમાં જોડાયા હતા – ઉદ્યોગપતિ અને પૂર્વ કોંગ્રેસ સાંસદ નવીન જિંદાલ, પૂર્વ નાયબ વડા પ્રધાન દેવી લાલના પુત્ર રણજીત સિંહ ચૌટાલા અને વાયએસઆરસીપીના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વી વારાપ્રસાદ રાવ જેવા નામો હતા.
લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતાં જ 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી સૌથી અગ્રણી વિપક્ષી ચહેરાઓમાંના એક અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ (કથિત દારૂ કૌભાંડ) ની તપાસ હેઠળ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. સ્પષ્ટપણે આ મુદ્દે વિપક્ષો એક હોવા છતાં ભાજપને લાગે છે કે, રાજકીય નુકશાન નહિવત છે.
આ પહેલા ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસ વિરુદ્ધ પેન્ડિંગ કેસમાં કાર્યવાહી કરી અને મોટી સંખ્યામાં પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા. કોંગ્રેસે ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે, આનાથી કોંગ્રેસને ભારે ફટકો પડશે અને આ ભાજપની રણનીતિ ચૂંટણીને પોતાની તરફેણમાં ઝુકાવવાની છે.
ભાજપ દ્વારા ટિકિટની ફાળવણી પછી અચાનક જ ચાર ઉમેદવારો રેસમાંથી બહાર નીકળી ગયા હતા, જેમાં પવન સિંહ (આસનસોલ), ઉપેન્દ્ર સિંહ રાવત (બારાબંકી), રંજનબેન ભટ્ટ (વડોદરા) અને ભીખાજી ઠાકોર (સાબરકાંઠા) નો સમાવેશ થાય છે. જ્યારે ભોજપુરી અભિનેતા પવન સિંહે જે પ્રકારની મૂવીઝ અને ગીતો બનાવ્યા છે, તેના પર વિવાદ થયો હતો, તેથી તેમને પોતાનું નામ પાછું લેવું પડ્યું હતું. જ્યારે ભાજપના નેતાઓએ વડોદરાના રંજન ભટ્ટ પર આક્ષેપો કર્યા પછી રંજન ભટ્ટે પણ પીછે હઠ કરી હતી.
આ સાથે છેલ્લી ઘડીએ પક્ષ દ્વારા સંકેત આપ્યા બાદ કે, જેઓને આ વખતે ટિકિટ મળવાની શક્યતા નથી તેમાં, ભાજપના કેટલાક સાંસદોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ, પૂર્વ મંત્રી જયંત સિન્હા અને ક્રિકેટર-સાંસદ ગૌતમ ગંભીરે જાહેરાત કરી છે કે, તેઓ આ વખતની ચૂંટણીના દ્રશ્યમાંથી બહાર છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને જેડીયુના કિસ્સામાં મોદી સામે સતત હોબાળો મચાવ્યા હાદ આખરે મોદીની સાથે જ બેસ્યા. ટીડીપી-જનસેના પાર્ટીના કિસ્સામાં વાટાઘાટો લાંબા સમય સુધી ચાલી અને આખરે ભાજપે તેની માંગણીઓ સ્વીકારી, જ્યારે બીજેડી અને અકાલી દળ સાથેની વાટાઘાટો આખરે છેલ્લા તબ્બકે અલગ થઈ ગઈ.
ભાજપ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ને આકર્ષવા માટેની બધી જ કોશિશો છોડી દીધી છે. તેમ છતા ભાજપ MNS ના અંડર કરંટથી સાવચેત છે.
ભાજપમાં જોડાવાના કલાકો બાદ જે નવા લોકોને ટિકિટો મળી, તે બાદ જે લોકો નારાજ હતા તેઓ એ પણ નારાજગી છોડી દીધી છે કારણ કે “પક્ષમાં જ્યારે ટિકિટ વહેંચણીની વાત આવે ત્યારે વફાદારીને પ્રથમ સ્થાન આપવામાં અમુક વાર “અપવાદ” હોય છે . પણ આ દ્વેષ જાહેર વિરોધમાં પરિણમી શકે તેવી કોઈ શક્યતા નથી, જોકે કેટલાક વરિષ્ઠ નેતાઓ સ્વીકારે છે કે, એક વિભાગમાં કેટલીક જગ્યાએ હાર્ટબર્ન (હૈયા વરાળ) તો છે.
કેજરીવાલની ધરપકડ પર, ભાજપના નેતાઓને વિશ્વાસ છે કે, તે પાર્ટીના નુકશાન પર ઓછી અસર કરશે, જેમાં દિલ્હીની સાત લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે, જે પાર્ટીએ છેલ્લી વખત ભારે માર્જિનથી જીતી હતી. તેઓ દલીલ કરે છે કે, કેજરીવાલ સામેના ભ્રષ્ટાચારનો કેસ તેમની “ભ્રષ્ટાચાર વિરોધી ક્રુસેડર ઇમેજ” ને ખલેલ પહોંચાડે છે. જો કે, તેનું શું પરિણામ આવશે તે તેના પર આધાર રાખે છે કે, વિપક્ષ અને AAP “સિમ્પતીનું” કાર્ડ કેવી રીતે રમે છે.
આ પણ વાંચો – શું કેજરીવાલ જેલમાંથી સરકાર માટે આદેશો જાહેર કરી શકે છે? સમજો નિયમ
એવા રાજ્યોમાં જ્યાં ભાજપને મજબૂત વિરોધનો સામનો કરવો પડે છે, ખાસ કરીને દક્ષિણમાં, કેજરીવાલની ધરપકડ એ ચર્ચાનો મુદ્દો બની શકે છે, JMM ના નેતા હેમંત સોરેન અને બીઆરએસ નેતા કે કવિતાની કિસ્સામાં પણ આજ વાત ચર્ચામાં આવી શકે છે. જ્યારે લોકપ્રિયતાની વાત કરવામાં આવે ત્યારે કેજરીવાલ અન્ય બે કરતા મોદી ઘણા આગળ છે. પણ તેમ છતાં મોટા ભાગના નેતાઓ કહે છે કે, વાજપેયી સરકાર કરતાં મોદી સરકારના તાર જમીનની ખૂબ નજીક છે.





