લોકસભા ચૂંટણી 2024 : માયાવતીએ યુપીની 7 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો ઉતારીને ઇન્ડિયા ગઠબંધનનો ખેલ બગાડ્યો?

Lok Sabha Election 2024 : પૂર્વ સીએમ માયાવતીએ લોકસભા ચૂંટણી 2024 માટે યૂપી માટે 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સૌથી વધુ ધ્યાન મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા પર ગયું છે

Lok Sabha Election 2024 : પૂર્વ સીએમ માયાવતીએ લોકસભા ચૂંટણી 2024 માટે યૂપી માટે 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સૌથી વધુ ધ્યાન મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા પર ગયું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mayawati, Lok Sabha Election 2024, Bahujan Samaj Party

પૂર્વ સીએમ માયાવતીએ લોકસભા ચૂંટણી 2024 માટે યૂપી માટે 16 ઉમેદવારોની જાહેરાત કરી (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ને લઈને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતૃત્વમાં પીડીએ ગઠબંધન બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે રચાયેલા ઇન્ડિયા એલાયન્સ હેઠળ કોંગ્રેસ ઇચ્છતી હતી કે માયાવતીની બસપા આ જૂથમાં જોડાય પરંતુ એવું થઈ શક્યું નહીં. બીએસપી સાથે જવા માટે ના અખિલેશ હરીઝંડી આપી કે ના માયાવતીએ કોંગ્રેસની પહેલ પર રસ દેખાડ્યો. હવે જ્યારે બસપાના ઉમેદવારોની યાદી સામે આવી છે ત્યારે સંકેત મળવા લાગ્યા છે કે આખરે કેમ કોંગ્રેસ બસપા સાથે ગઠબંધન કરવા માટે આતુર હતી.

Advertisment

પૂર્વ સીએમ માયાવતીએ લોકસભા ચૂંટણી 2024 માટે યૂપી માટે 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સૌથી વધુ ધ્યાન મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા પર ગયું છે. કારણ કે 16 ઉમેદવારોમાંથી સાત મુસ્લિમ છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આ 7 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી દરમિયાન ઇન્ડિયા ગઠબંધન માટે પડકાર બની શકે છે, કારણ કે મુસ્લિમ સમુદાય ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો એટલે કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના કોર વોટર્સની યાદીમાં આગળ છે.

રાજકીય વિશ્લેષકોએ એમ પણ કહ્યું છે કે માયાવતી આ યાદી દ્વારા પીડીએના ઘટકોને સીધી રીતે નુકસાન પહોંચાડશે અને તેમનું નુકસાન ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે યુપીમાં ભાજપની બેઠકો વધારવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

સપા કોંગ્રેસ માટે શું છે મોટી ટેન્શન?

માયાવતીએ જે સીટો પર મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા છે તેમાં અમરોહા, સહારનપુર, મુરાદાબાદ, સંભલ, રામપુર, આંવલા અને પીલીભીતનો સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસે અમરોહાથી દાનિશ અલી અને સહારનપુરથી ઇમરાન મસૂદને ટિકિટ આપી છે. એ જ રીતે સપાએ સંભલ બેઠક પરથી પૂર્વ સાંસદ શફીકુર રહેમાન બર્કના પૌત્ર ઝિયા રહેમાન બર્કને મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં જો બસપા દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા મુસ્લિમ ઉમેદવારોને કારણે મુસ્લિમ મતોનું વિભાજન થશેઆવે તો પીડીએ માટે મુશ્કેલીઓ આવી શકે છે.

Advertisment

આ પણ વાંચો - મુસ્લિમો ક્યાં સુધી ભાજપથી દૂર રહેશે? પાર્ટીના ઉમેદવાર અબ્દુલ સલામે કહી મોટી વાત

મુરાદાબાદ સીટની વાત કરીએ તો બસપાએ ઈરફાન સૈફીને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે એવા સમાચાર છે કે સપા આ સીટ પરથી પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી શકે છે. બસપાએ રામપુર બેઠક પરથી ઝીશાન ખાનને મેદાનમાં ઉતાર્યા છે. આબિદ અલી આંબલા લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે બસપા રાજકીય રીતે મોટી વોટબેંકને વેરવિખેર કરવામાં ભૂમિકા ભજવી શકે છે.

અખિલેશના પીડીએને થશે નુકસાન?

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. જોકે પહેલા તેમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની મહત્વની પાર્ટી આરએલડીનો સમાવેશ થતો હતો, પરંતુ બાદમાં અખિલેશ યાદવને ઝટકો આપીને એનડીએમાં સામેલ થઇ ગઇ હતી. સપા હવે 62 બેઠકો પર ઉમેદવારો ઉતારવા જઈ રહી છે, જ્યારે કોંગ્રેસને 17 બેઠકો આપવામાં આવી છે. યુપીના ભદોહીમાં તેના ક્વોટામાંથી પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી ટીએમસીને સપા દ્વારા એક બેઠક પણ આપવામાં આવી છે.

બીજી તરફ બસપાએ આ વખતે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને પાર્ટી સતત પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે.

સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી 2024 ઉત્તર પ્રદેશ congress