ચૂંટણીમાં ડિપોઝીટ ક્યારે જપ્ત થાય છે? લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ઉમેદવારોની જમાનત જપ્ત થઇ, જાણો

Lok Sabha Elections 2024 : ચૂંટણી દરમિયાન ડિપોઝીટ જપ્ત શબ્દ તમે અનેકવાર સાંભળ્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ખરેખર અર્થ શું છે? આવો જાણીએ પહેલી લોકસભા ચૂંટણી બાદ અત્યાર સુધી કેટલા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે

Lok Sabha Elections 2024 : ચૂંટણી દરમિયાન ડિપોઝીટ જપ્ત શબ્દ તમે અનેકવાર સાંભળ્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ખરેખર અર્થ શું છે? આવો જાણીએ પહેલી લોકસભા ચૂંટણી બાદ અત્યાર સુધી કેટલા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
લોકસભા ચૂંટણી 2024 : તમારી પાસે વોટર કાર્ડ નથી? તો આ 12 ડોક્યુમેન્ટ વડે પણ મતદાન કરી શકાય છે, જુઓ યાદી

ભારતમાં ઘણા પ્રકારની ચૂંટણીઓ થાય છે. આથી અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી કરવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)

Lok Sabha Elections 2024 : ભારતના લોકતાંત્રિક પર્વ એટલે કે લોકસભા ચૂંટણી શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી જ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. એક શબ્દ જે ચૂંટણી દરમિયાન સમાચારોમાં રહે છે તે છે ડિપોઝીટ જપ્ત. આ શબ્દ તમે અનેકવાર સાંભળ્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ખરેખર અર્થ શું છે? આવો જાણીએ પહેલી લોકસભા ચૂંટણી બાદ અત્યાર સુધી કેટલા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે.

Advertisment

ભારતમાં ઘણા પ્રકારની ચૂંટણીઓ થાય છે. આથી અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી કરવામાં આવે છે. જેમ કે જો કોઈ વ્યક્તિ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે તો તેણે 25 હજાર રૂપિયા ચૂંટણી પંચમાં જમા કરાવવા પડે છે. જો કોઈ વ્યક્તિ વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે તો તેને 10 હજાર રૂપિયા ચૂંટણી પંચમાં જમા કરાવવા પડે છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ સિક્યોરિટી ડિપોઝીટ 15 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો કોઈ ઉમેદવારને ચૂંટણીમાં પડેલા કુલ મતના 1/6 ટકા મત ન મળે તો તે ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ જાય છે. આ જ ફોર્મ્યુલા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને પણ લાગુ પડે છે.

પ્રથમ લોકસભા ચૂંટણી પછી કેટલા ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી?

પ્રથમ લોકસભા ચૂંટણી દરમિયાન સંસાધનો એટલા ઉપલબ્ધ ન હતા જેટલા આજે છે. જોકે તે સમયે પણ ઘણા ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે નસીબ અજમાવ્યું હતું. પહેલી લોકસભા ચૂંટણીથી લઈને 2019ની સામાન્ય ચૂંટણી સુધી 91,160 ઉમેદવારોએ લોકસભા ચૂંટણી લડી હતી. જેમાંથી 71,246 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ હતી. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં લગભગ 1874 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાંથી લગભગ 745 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હતી. 1957ની ચૂંટણીઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેમાં 919 ઉમેદવારોમાંથી માત્ર 130 એટલે 14 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત થઇ હતી.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024 : 24 કલાકમાં કોંગ્રેસના 3 મોટા નેતાઓએ પાર્ટી છોડી, જાણો કોણે કેવા આરોપ લગાવ્યા

Advertisment

એ પછીની લોકસભાની ચૂંટણીઓમાં આ સંખ્યા વર્ષોવર્ષ ઝડપથી વધતી ગઈ. ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવાનું ચૂકતા ન હતા. 1991-92ની લોકસભા ચૂંટણીમાં 8,749 ઉમેદવારોમાંથી 7,539 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. 1996ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો સૌથી વધુ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ જપ્ત ગુમાવી હતી. આ ચૂંટણીમાં 13,952 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને 12,688 ઉમેદવારોની જમાનત જપ્ત થઇ હતી.

2009ની લોકસભા ચૂંટણીમાં 8,070માંથી 6,829 ઉમેદવારો એટલે કે 85 ટકા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. લોકસભા ચૂંટણી 2014માં દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તે સમયે પીએમ નરેન્દ્ર મોદીની લહેર ચાલી રહી હતી. ત્યારે 8251 ઉમેદવારોમાંથી 7000 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. તે એ પણ બતાવે છે કે ડિપોઝીટ જપ્ત કરવાથી લોકોની ચૂંટણી લડવાની ઇચ્છાને અસર થતી નથી.

2019ની લોકસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારોની જમાનત જપ્ત થઇ હતી?

2019ની લોકસભા ચૂંટણીમાં 8,054 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા, તેમાંથી 7,322 પુરુષ અને 726 મહિલા ઉમેદવારો હતા. જેમાં 465 પુરુષ ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા જ્યારે 78 મહિલા ઉમેદવારો જીત્યા હતા. 6923 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. સાત રાષ્ટ્રીય પક્ષોના 1454 ઉમેદવારોમાંથી માત્ર 397 જ જીતી શક્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આમાંથી 670 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સૌથી વધુ ઉમેદવારોની જમાનત જપ્ત થઇ હતી. બસપાએ 383 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી 345 બેઠકો પર તેમની ડિપોઝીટ ગુમાવી હતી. ત્યાર બાદ કોંગ્રેસ આવે છે, જેણે 421 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 148 બેઠકો પર જમાનત જપ્ત થઇ હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 51 ઉમેદવારોએ ડિપોઝિટ જપ્ત ગુમાવી હતી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના 49 ઉમેદવારોમાંથી 41 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી હતી.

ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024 દેશ