/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Kanhaiya-Kumar-.jpg)
કોંગ્રેસ પાર્ટીએ નોર્થ ઈસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી છે, તે ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડશે
Congress Candidates List: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. પાર્ટીએ નોર્થ ઈસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી છે, તે ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડશે. કોંગ્રેસે દિલ્હીના ચાંદની ચોકથી જેપી અગ્રવાલ, નોર્થ ઇસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમાર, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને ટિકિટ આપી છે. આ સિવાય પંજાબના અમૃતસરથી ગુરજીત સિંહ, જાલંધરથી ચરણજીત સિંહ ચન્ની, ફતેહગઢ સાહિબથી અમર સિંહ, બઠિંડાથી જીત મોહિન્દર સિંહ સિદ્ધુ, સંગરૂરથી સુખપાલ સિંહ ખૈરા, પટિયાલાથી ધર્મવીર ગાંધી અને અલ્હાબાદથી ઉજ્જવલ રેવતી રમણ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
શનિવારે પણ યાદી જાહેર કરી હતી
આ પહેલા શનિવારે કોંગ્રેસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસના ઉમેદવારોમાં ચંદીગઢથી મનીષ તિવારી, ગુજરાતના મહેસાણાથી રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાંથી હિંમતસિંહ પટેલ, રાજકોટથી પરેશ ધાનાણી, નવસારીથી નૈશધ દેસાઈ, હિમાચલના મંડીથી વિક્રમાદિત્યસિંહ, શિમલાથી વિનોદ સુલતાનપુરી, ઓડિશાના ક્યોઝારથી મોહન હેબરામની ટિકિટ આપી હતી.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की लिस्ट। pic.twitter.com/jHaWDAlXKB
— Congress (@INCIndia) April 14, 2024
આ પણ વાંચો - 2014 અને 2019ના કેટલા વાયદાને મોદી સરકારે પુરા કર્યા? જાણો ભાજપના સંકલ્પ પત્રમાં શું હતું
અમેઠી અને રાયબરેલીની બેઠક પર હજુ પણ સસ્પેન્સ
હવે કોંગ્રેસની વધુ એક યાદી આવી છે પરંતુ યુપીની અમેઠી અને રાયબરેલીની બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. આ બંને બેઠકો પર કોંગ્રેસ હજુ સુધી કોઈ ચહેરો ફાઇનલ કરી શકી નથી. એવા રિપોર્ટ છે કે પ્રિયંકાને રાયબરેલીથી ઉતારવામાં આવી શકે છે પરંતુ તેની જાહેરાત કરવામાં આવી નથી. અમેઠીમાં રાહુલ ગાંધીના ચૂંટણી લડવા પર કોઈ રસ બતાવવામાં આવી રહ્યો નથી. એ વાત અલગ છે કે કોંગ્રેસના નેતાઓ તેમને સમજાવવામાં લાગેલા છે.
ચૂંટણી કાર્યક્રમની વાત કરીએ તો આ વખતે ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે, 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. 4 જૂને પરિણામ આવશે. એક તરફ મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવવાની વાત કરી રહી છે, 400થી વધુ સીટો જીતવાનો દાવો કરી રહી છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન પણ ઉત્સાહથી ભરેલું છે તેમને લાગે છે કે આ વખતે વિપક્ષી એકતા ભાજપને હરાવી દેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us